1. Home
  2. Tag "gujarat"

ગુજરાત સરકારે સી-પ્લેન પાછળ 13 કરોડનો ખર્ચ કર્યા બાદ હવે આખીયે યોજના જ અભેરાઈએ ચડાવી દીધી

અમદાવાદઃ શહેરના સાબરમતી નદી પરથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી મોટા ઉપાડે શરૂ કરાયેલી સી-પ્લેન સેવા પાછળ સરકારે 13 કરોડથી વધુનો ખર્ચ કર્યા બાદ આખીયે યોજના જ અભેરાઈએ ચડાવી દીધી છે. ગુજરાત વિધાનસભામાં સરકારે કહ્યું હતું કે, સી પ્લેન સેવા પાછળ અત્યાર સુધીમાં 13 કરોડ 15 લાખ કરતા વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેથી હાલની […]

ગુજરાતમાં ટેક્સટાઇલ પોલિસી 2012 અંતર્ગત કુલ 1374 એકમોને મંજૂરી, 35,000 કરોડનું મૂડી રોકાણ

ગાંધીનગરઃ રાજ્યના ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું  કે ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2012 અંતર્ગત કુલ 1374 એકમોને મંજૂરી આપવામાં આવી છે ,આ એકમો અંતર્ગત  35000 કરોડનું મૂડી રોકાણ આવ્યુ છે. આ પોલીસીથી ટેક્સટાઇલ ક્ષેત્રે સંકળાયેલ એકમોને વિકાસ માટે વધુ તક મળી છે. ગુજરાત વિધાનસભામાં આજે અમદાવાદ  તેમજ રાજકોટ જિલ્લાના ટેક્સટાઇલ એકમોમાં વેટ/એસ.જી.એસ.ટી .સહાયની ચુકવણી અંતર્ગત […]

રાજ્યના દરેક યુવાનોને રોજગારી મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે : બલવંતસિંહ રાજપૂત

ગાંધીનગરઃ રાજ્યના શ્રમ, કૌશલ્ય અને રોજગાર મંત્રી  બલવંતસિંહ રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યની ડબલ એન્જિન સરકાર રાજ્યનું ભાવિ એવા યુવાનો સતતપણે આગળ વધી રાજ્ય અને દેશના નિર્માણમાં પોતાની ભાગીદારી નોંધાવે તે માટે તેમના શ્રેષ્ઠ શિક્ષણ અને શિક્ષણ લીધા બાદ તેમને રોજગારી મળી રહે તે માટે સતત ચિંતિત છે. સરકાર દ્વારા આ માટે તેમના […]

ગુજરાતમાં બે વર્ષમાં ગટરમાં ઉતરેલા 11 સફાઈ કામદારોના મોત થયાં, 110 લાખની સહાય ચૂકવાઈ

ગાંધીનગગરઃ  રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું છે કે, રાજ્યમાં ગટરમાં સફાઈ કરવા ઉતરેલા સફાઈ કામદારોના મૃત્યુ અંગે રાજ્ય સરકાર સતત ચિંતિત છે.આવી ઘટનાઓ ન બને એ માટે રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓ,નગર પાલિકાઓ અને ગ્રામ પંચાયતોમાં ગટરમાં ઉતરીને સફાઈ ન કરવા પ્રતિબંધ મૂકવા માર્ગદર્શક સૂચનાઓ પણ છે. ગુજરાત  વિધાનસભામાં  આજે રાજ્યમાં ગટરમાં […]

ગુજરાત સરકારે બે વર્ષમાં સ્વનિર્ભર 359 પ્રાથમિક અને 135 માધ્યમિક શાળાઓને આપી મંજુરી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં પ્રશ્નોત્તરી દરમિયાન રાજય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન 29 જિલ્લામાં કેટલી પ્રાથમિક અને માધ્યમિક ગ્રાન્ટેડ, ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી તેવા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં એકપણ ગ્રાન્ટેડ શાળાને મંજૂરી આપી નથી. જયારે 359 ખાનગી પ્રાથમિક શાળાઓને અને 135 ખાનગી માધ્યમિક […]

ગુજરાતની 12 પાલિકામાં તળાવના નવિનીકરણ કરાશે

અમદાવાદઃ ‘અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃત 2.0’ નો ગુજરાતમાં વ્યાપક પણે સફળતાપૂર્વક અમલ થઇ રહ્યો છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન GUDM દ્વારા રાજ્યની 12 નગરપાલિકાઓમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે રૂ. 91.92 કરોડ સહિત વિવિધ વિકાસ કામો માટે કુલ રૂ. 134.91 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ દેશના નગરોમાં દરેક […]

ગુજરાતમાં એક વર્ષમાં 1900 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, ડ્રગ્સનું નેટવર્ક તોડી પાડવા પોલીસનો એક્શન પ્લાન

અમદાવાદઃ ગુજરાતમાં યુવા પેઢીને નશાખોરીને રવાડે ચડતા અટકાવવા અને ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં પોલીસે વિવિધ વિસ્તારોમાંથી લગભગ 1900 કરોડથી વધુની કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે તેમજ નશાનો કાળો કારોબાર કરતા અનેક આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાન […]

કર્ણાટકમાં નેશનલ યુથ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગુજરાતની દીકરી રમાણી કુમકુમે સિલ્વર મેડલ જીત્યો

અમદાવાદઃ સાબરકાંઠા જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરપીંછનો ઉમેરો કરતી સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ હિંમતનગર દિકરી રામાણી કુમકુમ. માર્ચ મહિનામાં કર્ણાટકના ઉડુપી ખાતે સમગ્ર દેશના 800થી વધુ ખેલાડીઓએ યુથ નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. જેમાં સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ની દિકરી રામાણી કુમકુમે આ સ્પર્ધામાં અંડર -18માં 5.49 મીટર લોંગ જમ્પ  થકી સિલ્વર મેડલ જીત્યો છે. રામાણી […]

ગુજરાતમાં મિલકતોના મૂલ્યાંકનના મુદ્દે દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડયુટી ભરપાઈની અરજી ઓનલાઈન સ્વીકારાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં તા.15મી એપ્રિલથી જંત્રીના દરમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલ રજિસ્ટ્રાર કચેરીઓ પર દસ્તાવેજ માટે ભીજ જોવા મળી રહી છે. સરકારે રજાના દિવસોએ પણ રજિસ્ટ્રારની કચેરી કાર્યરત રાખવાની જાહેરાત કરી છે. બીજીબાજુ સરકારે મિલકતોની બજાર કિંમત નકકી કરવાની થતી હોય તેવા કિસ્સામાં દસ્તાવેજોમાં કેટલી સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થાય છે તે માટેની […]

ગુજરાતમાં 42 નગરપાલિકાના ચીફ ઓફિસરોની સાગમટે બદલીઓનો ગંજીપો ચીપાયો

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. મંત્રીઓ મોટાભાગના સમયમાં વિધાનસભામાં હાજરી આપતા હોવાથી તેમના સંલગ્ન વિભાગોની વહિવટી કામગીરી રાતના સમયે કરતા હોય છે. ત્યારે મંગળવારેની મોડી રાત્રે રાજ્યના 42 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલીના હુકમો કરાયા હતા. જેમાં  હિંમતનગર અને ઇડર, કલોલ,ઓડ વલસાડ, હળવદ મહેમદાવાદ, બારડોલી, ખંભાળિયા, વડનગર, વિજાપુર, ડાકોર, વિરમગામ, સહેસાણા, દાહોદ, કાલોલ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code