1. Home
  2. Tag "gujarat"

દેશની વોટર હેરિટેજ સાઈટમાં ગુજરાતના રાણીની વાવ, કાંકરિયા, સહિત પાંચ સ્થળોનો સમાવેશ

અમદાવાદઃ  દેશમાં સૌપ્રથમવાર કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા ગુજરાતના પાંચ જેટલા સ્થળોનો વોટર હેરિટેજમાં સમાવેશ કરાયો છે. જેમાં અમદાવાદનું કાંકરિયા લેક, ચંડોળા તળાવ અને સરખેજ રોજા તળાવનો સમૂહ, લોથલની ગોદી, પાટણની રાણીની વાવ, ભુજનું હમીરસર તળાવ અને જૂનાગઢ ભવનાથના સુદર્શન તળાવને ‘વોટર હેરિટેજ સાઇટ’માં સ્થાન મળ્યું છે. જેના લીધે હવે આ પાંચેય વોટર સ્થળોનો ટુરિઝમ ક્ષેત્રે […]

દેશના GDPમાં ગુજરાતના 8.36 ટકા યોગદાનને 10 ટકા સુધી લઇ જવાનો રોડમેપ તૈયાર: ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર: નેશનલ ડિફેન્સ કોલેજ NDC, નવી દિલ્હીના ૧૭ જેટલા અધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત કરી હતી. નેશનલ ડિફેન્સ કોલેજ પાછલા ૬ દાયકાથી એપેક્ષ ઇન્સ્ટીટયુટ તરીકે કાર્યરત છે અને નેશનલ સિક્યુરિટી તથા પોલિસી મેકીંગના અભ્યાસ માટે વિશ્વમાં પ્રતિષ્ઠા ધરાવે છે. ભારતીય સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ, મુલ્કી સેવા-સિવીલ સર્વીસીસના અધિકારીઓ તેમજ ર૭ મિત્ર દેશોના […]

ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાંક માવઠું પડ્યું તો ક્યાંક વીજળી, કામરેજમાં નાળિયેરનું ઝાડ સળગી ગયું

અમદાવાદ: ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફાગણ મહિને અષાઢી માહોલ સર્જાયો છે. ગઈકાલ સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો તો કેટલાક વિસ્તારમાં વીજળી પડી હતી. જ્યારે કેટલાક વિસ્તારોમાં લોકોએ અસહ્ય ગરમી સાથે ઉકળાટનો અનુભવ કર્યો હતો. દરમિયાન  હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના […]

ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીમાં બાળકોના ઉપયોગ સામે હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી માંગ્યો જવાબ

અમદાવાદઃ પંજાબની જેમ ગુજરાતમાં પણ ડ્રગ્સની હેરાફેરી વધતી જાય છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. ડ્રગ્સની હેરાફેરીમાં બાળકોનો ઉપયોગ થતો હોવાને મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરીને ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો છે. ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીમાં બાળકોનો ઉપયોગ થતો હોવા મામલે હાઈકોર્ટે સુઓમોટો રિટ કરી છે. હાઇકોર્ટમાં આવેલા સગીરોના કેસોની વિગતોને […]

ગુજરાતમાં ધોલેરા અને હિરાસર સહિત સમગ્ર દેશમાં 21 જેટલા ગ્રીનફિલ્ડ એરપોર્ટ સ્થપાશે

નવી દિલ્હીઃ ભારત સરકારે ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ પોલિસી, 2008 ઘડી છે જે બિહાર સહિત સમગ્ર દેશમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ સંબંધિત વિગતવાર માર્ગદર્શિકા, પ્રક્રિયાઓ અને પગલાં પ્રદાન કરે છે. GFA નીતિ હેઠળ, પ્રોજેક્ટના પ્રસ્તાવક- એરપોર્ટ ડેવલપર અથવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની સ્થાપના કરવા ઇચ્છુક સંબંધિત રાજ્ય સરકારે 2-તબક્કાની મંજૂરી પ્રક્રિયા માટે નિર્ધારિત ફોર્મેટમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયને દરખાસ્ત મોકલવી જરૂરી […]

ગુજરાતમાં નર્મદા યોજનાની કેનાલો દ્વારા 32.48 લાખ હેક્ટર વિસ્તારને મળતો સિંચાઇનો લાભ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં નર્મદા વિભાગની અંદાજપત્રીય માંગણી પર મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ વતી જવાબ આપતાં મંત્રી  ૠષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યમાં પ્રશાખા નહેરો થકી  17.03 લાખ હેક્ટર તથા પ્રપ્રશાખા નહેરો દ્વારા  15.45 લાખ હેક્ટર મળી કુલ  32.48 લાખ હેક્ટર વિસ્તાર સિંચાઇ હેઠળ આવરી લેવાયો છે. જ્યારે […]

ધો. 5 અને 8ના વિદ્યાર્થીઓને પરીક્ષાના પરિણામમાં E ગ્રેડ આવશે તો ફરી પરીક્ષા લેવાશે

ગાંધીનગરઃ  રાજ્યમાં ધોરણ-5 અને 8ના જે વિદ્યાર્થીઓએ ઇ ગ્રેડ મેળવ્યો હોય તેમને બે માસ સુધી ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરાવીને શાળામાં પુન:કસોટી લેવાની રહેશે. તેમાં જો ગ્રેડમાં સુધારો જણાય તો જ તેને વર્ગબઢતી અપાશે. જે વિદ્યાર્થીઓએ ઈ ગ્રેડ મેળવ્યો હશે તેવા વિદ્યાર્થીઓએ ઉનાળા વેકેશન દરમિયાન ઉપચારાત્મક કાર્ય કરાવવા કરવું પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના શિક્ષણ વિભાગે […]

રાજ્યમાં વિવિધ સ્થળોએ ઉદ્યોગ-રોકાણો માટે અત્યાર સુધીમાં રૂ. 54852 કરોડના 20 MoU થયા

અમદાવાદઃ ગુજરાતમાં વધારેમાં વધારે મૂડી રોકાણ આવે તે માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન સરકાર દ્વારા ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઈન્ડસ્ટ્રીઝ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ. 54852 કરોડના 20 જેટલા એમઓયુ થયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના કોલને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી […]

ગુજરાતમાં વાદળિયું વાતાવરણ, તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો, કમોસમી વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના પ્રારંભ પહેલા જ ગરમીમાં વધારો થયો હતો. અને ઉનાળાના પ્રારંભ બાદ તાપમાનનો પારો 38થી 40 ડિગ્રીએ પહોંચી ગયો હતો. ત્યારબાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠું પડ્યું હતું. તેના લીધે રવિ સીઝનના પાકને નુકશાન થયું હતું. ત્યારબાદ થોડા દિવસ તાપમાન 35થી 38 ડિગ્રી રહ્યા બાદ હવે ફરીવાર આકાશ વાદળ છાંયું […]

ગુજરાતમાં બેઋતુ, કેટલાક વિસ્તારોમાં હીટવેવ તે ક્યાંક માંવઠું પડવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના પ્રારંભથી બે ઋતુંનો અનુભવ થઈ રહ્યો છે. આ વખતે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહથી જ તાપમાનનો પારો 35 ડિગ્રી વટાવી ગયો હતો. ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડ્યો હતો. ત્યારબાદ બે-ત્રણ દિવસ તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી ગયો હતો. હવે તા.18મી માર્ચ સુધી કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code