1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં નર્મદા યોજનાની કેનાલો દ્વારા 32.48 લાખ હેક્ટર વિસ્તારને મળતો સિંચાઇનો લાભ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં નર્મદા વિભાગની અંદાજપત્રીય માંગણી પર મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ વતી જવાબ આપતાં મંત્રી  ૠષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યમાં પ્રશાખા નહેરો થકી  17.03 લાખ હેક્ટર તથા પ્રપ્રશાખા નહેરો દ્વારા  15.45 લાખ હેક્ટર મળી કુલ  32.48 લાખ હેક્ટર વિસ્તાર સિંચાઇ હેઠળ આવરી લેવાયો છે. જ્યારે […]

ધો. 5 અને 8ના વિદ્યાર્થીઓને પરીક્ષાના પરિણામમાં E ગ્રેડ આવશે તો ફરી પરીક્ષા લેવાશે

ગાંધીનગરઃ  રાજ્યમાં ધોરણ-5 અને 8ના જે વિદ્યાર્થીઓએ ઇ ગ્રેડ મેળવ્યો હોય તેમને બે માસ સુધી ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરાવીને શાળામાં પુન:કસોટી લેવાની રહેશે. તેમાં જો ગ્રેડમાં સુધારો જણાય તો જ તેને વર્ગબઢતી અપાશે. જે વિદ્યાર્થીઓએ ઈ ગ્રેડ મેળવ્યો હશે તેવા વિદ્યાર્થીઓએ ઉનાળા વેકેશન દરમિયાન ઉપચારાત્મક કાર્ય કરાવવા કરવું પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના શિક્ષણ વિભાગે […]

રાજ્યમાં વિવિધ સ્થળોએ ઉદ્યોગ-રોકાણો માટે અત્યાર સુધીમાં રૂ. 54852 કરોડના 20 MoU થયા

અમદાવાદઃ ગુજરાતમાં વધારેમાં વધારે મૂડી રોકાણ આવે તે માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન સરકાર દ્વારા ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઈન્ડસ્ટ્રીઝ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ. 54852 કરોડના 20 જેટલા એમઓયુ થયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના કોલને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી […]

ગુજરાતમાં વાદળિયું વાતાવરણ, તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો, કમોસમી વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના પ્રારંભ પહેલા જ ગરમીમાં વધારો થયો હતો. અને ઉનાળાના પ્રારંભ બાદ તાપમાનનો પારો 38થી 40 ડિગ્રીએ પહોંચી ગયો હતો. ત્યારબાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠું પડ્યું હતું. તેના લીધે રવિ સીઝનના પાકને નુકશાન થયું હતું. ત્યારબાદ થોડા દિવસ તાપમાન 35થી 38 ડિગ્રી રહ્યા બાદ હવે ફરીવાર આકાશ વાદળ છાંયું […]

ગુજરાતમાં બેઋતુ, કેટલાક વિસ્તારોમાં હીટવેવ તે ક્યાંક માંવઠું પડવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના પ્રારંભથી બે ઋતુંનો અનુભવ થઈ રહ્યો છે. આ વખતે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહથી જ તાપમાનનો પારો 35 ડિગ્રી વટાવી ગયો હતો. ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડ્યો હતો. ત્યારબાદ બે-ત્રણ દિવસ તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી ગયો હતો. હવે તા.18મી માર્ચ સુધી કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. […]

રાજ્યના 147 તાલુકામાં GIDC, અનેક એકમોમાં હજારો યુવાનોને મળી રહી છે રોજગારી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમોએ પોતાના યુનિટ સ્થાપયાં છે. જેથી મોટી સંખ્યામાં યુવાનોને રોજગારી મળી રહી છે, આ ઉપરાંત વધુ એકમો રાજ્યમાં આવે તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં હાલ 147 તાલુકાઓમાં આવેલા જીઆઈડીસીમાં વિવિધ એકમો ધમધમી રહ્યાં છે. જ્યારે રાજ્યના લગભગ 104 તાલુકામાં જીઆઈડીસી નથી, અને […]

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશેઃ કચ્છ, ગીરસોમનાથ અને પોરબંદરમાં હીટવેવની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં માર્ચના આરંભ સાથે જ ગરમીમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં પડેલા માવઠા બાદ ગરમીમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન આગામી બે દિવસમાં રાજ્યમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ગીરસોમનાથ અને પોરબંદરમાં હીટ વેવની આગાહી કરઈ છે. ત્રણેય નગરોમાં તાપમાનનો પારો 5 ડિગ્રી સુધી વધવાની આગાહી કરવામાં આવી […]

ઉત્તર પૂર્વીય રાજ્યો અને ગુજરાતની સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ ‘માધવપુર ઘેડ મેળો’ યોજાશે

અમદાવાદઃ ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે રામનવમી, તા.30 મી માર્ચથી તા. 3 એપ્રિલ સુધી યોજાશે. આ મેળાના ભવ્ય આયોજનને ઓપ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, ઉત્તર-પૂર્વીય રાજ્યોના વિકાસ માટેના મંત્રાલય તેમજ ગુજરાત સરકારના […]

ગુજરાતમાં આગામી બે દિવસ કાળઝાળ ગરમી પડશે, 13મીથી ફરીવાર વાતાવરણમાં પલટો આવશે

અમદાવાદઃ ગુજરાતમાં ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહથી જ ગરમીની શરૂઆત થઈ ગઈ હતી. અને માર્ચના પ્રારંભે તો રાજ્યના મહાનગરોમાં તાપમાનનો પારો વધીને 37 ડિગ્રી વટાવી ગયો હતો. ત્યારબાદ વાતાવરણમાં પલટો આપતા રાજ્યના ઘણાબધા વિસ્તારોમાં ભર ફાગણે અષાઢી માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદ પડતાં રવિપાકને પણ સારૂએવું નુકશાન થયું હતું.  છેલ્લા બે દિવસથી ફરીવાર તાપમાનમાં ક્રમશઃ વધારો થતો […]

ગુજરાત સરકાર દ્વારા ઘઉં, બાજરી, જુવાર, અને મકાઈની ટેકાના ભાવે સીધી ખરીદી કરાશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારે ડુંગળી અને બટેકાના પાકમાં ખેડુતોને સહાય આપવાની જાહેરાત કરાયા બાદ નાફેડ દ્વારા પણ ડુંગળીના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. દરમિયાન રાજ્ય સરકારે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, બાજરી, જુવાર, રાગી, મકાઈની ખરીદી નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવાની પણ જાહેરાત કરી છે. જેમાં લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ ઓનલાઇન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code