1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં આજથી કાળા કાચ અને નંબર પ્લેટ વિનાના વાહનો સામે પોલીસની ખાસ ડ્રાઈવ

તમામ શહેરોમાં તા. 17મી સપ્ટેમ્બર સુધી સઘન ચેકિંગ કરાશે, વાહનચાલકોને નિયમોનું પાલન કરવા ગૃહ વિભાગની અપીલ, નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનમાલિકો સામે કડક કાનૂની પગલાં લેવા નિર્દેશ અમદાવાદઃ ગુજરાતમાં ઘણા વાહનચાલકો આરટીઓના નિયમોનું પાલન કરતા નથી. કાર સહિત વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવી શકાતી નથી. તેમજ રોડ પર દોડતી ઘણીબધી કાર કે વાહનોમાં આગળ-પાછળ નંબર પ્લેટ પણ […]

ગુજરાતમાં ઓગસ્ટ માસ દરમિયાન રૂ. 1.8 કરોડનો 46 ટન અખાદ્ય વસ્તુઓનો જથ્થો જપ્ત કરાયો

જપ્ત કરાયેલા ખાદ્ય જથ્થામાં ઘી, પામ ઓઈલ અને કુકીંગ મીડિયમ સામેલ, ભેળસેળયુક્ત અને ડુપ્લિકેટ ખોરાક વેચનારા સામે સતત કડક કાર્યવાહી કરાશે, તંત્ર દ્વારા ખાદ્ય ચીજ-વસ્તુઓના કુલ 28નમૂનાઓ લઈને પરીક્ષણ માટે મોકલાયા ગાંધીનગરઃ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ સામે દરોડા સહિતની કામગીરી કરવામાં આવે છે. નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી […]

ગુજરાતના પંચાયત હસ્તકના રસ્તાઓને ઓલવેધર રોડ બનાવવા સરકારે 2609 કરોડ મંજુર કર્યા

પંચાયત હસ્તકના 4196 કિલોમીટરના1258 માર્ગોની રિસરફેસિંગ કામગીરી હાથ ધરાશે, ઉત્તર ગુજરાતમાં1609 કિલોમીટરના 487 માર્ગો રિસરફેસ કરાશે, દક્ષિણ ગુજરાતના1528 કિલોમીટર લંબાઇના 499 માર્ગો રિસરફેસ કરાશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોને સુદ્રઢ રોડ-કનેક્ટિવિટી દ્વારા સારી સપાટીવાળા અને બારમાસી રસ્તા – ઓલ વેધર રોડની સુવિધા મળી રહે તેવો જનહિતલક્ષી અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ આ હેતુસર રાજ્યના તમામ જિલ્લાઓના પંચાયત હેઠળના જરૂરિયાતવાળા પ્લાન રસ્તાઓના રિસરફેસિંગ […]

ગુજરાતના યુવાનોમાં વધતુ જતું ડ્રગ્સનું વ્યસન, 3 વર્ષમાં 16000 કરોડનું ડ્રગ્સ પકડાયુ

ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાંથી ડ્રગ્સ ઘૂંસાડવામાં આવે છે, NCB અને ATS દ્વારા ડ્રગ્સની હેરાફેરી કરતી કાર્ટેલ તોડવામાં નોંધપાત્ર કામગીરી, ડ્રગ્સનું છૂટક વેચાણ કરનારાં 2600 પેડલર્સ જ પકડી શકાયાં, અમદાવાદઃ ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સનું વ્યસન વધી રહ્યું છે. ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ પણ સતત એલર્ટ મોડ પર છે. ત્યારે વિતેલા ત્રણ વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠાથી ડ્રગ્સની જથ્થાબંધ […]

ગુજરાતના 80 જળાશયો 100 ટકા છલકાયાં, 108 ડેમ હાઈ એલર્ટ પર

નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા 15માંથી 5 ગેટ બંધ કરાયા, રાજ્યમાં 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 80 ટકા, ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર 19 ફૂટને પાર અમદાવાદઃ  મધ્ય પ્રદેશમાં ઈન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવરની જલસપાટી 454.98 ફુટે પહોંચતા ડેમના 15 દરવાજા ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ […]

ગુજરાતમાં બપોર સુધીમાં 99 તાલુકામાં વરસાદ પડ્યો, કાલથી ભારે વરસાદની આગાહી

સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, ગુજરાતમાં સીઝમનો 90 ટકા વરસાદ પડ્યો, દરિયા કિનારે ભારે પવન ફુકાશે, માછીમારોને દરિયો ન ખેડવા સુચના અમદાવાદઃ રાજ્યમાં આજે બપોર સુધીમાં 99 તાલુકામાં ઝાપટાંથી લઈને ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. દરમિયાન રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 31 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી ભારેથી […]

ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ

ગાંધીનગરઃ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં પાછલા બે દિવસથી વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. હવે ચોમાસું પૂરું થવાને આશરે એક મહિના જેટલો જ સમય બાકી છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ફરીથી રાજ્યમાં વરસાદ અંગેની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી […]

ગુજરાતમાં બપોર સુધીમાં 103 તાલુકામાં વરસાદ, તાપીનો ડોલવણમાં 6.34 ઈંચ

ધરોઈ ડેમના વધુ બે દરવાજા ખોલાતા સાબરમતીમાં ફરી પૂરની સ્થિતિ, રાજ્યમાં 102 જળાશયો હાઈ એલર્ટ પર, આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી અમદાવાદઃ ભાદરવાને ભરપૂર બનાવવા માટે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે પણ બપોર સુધીમાં 103 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં તાપીના ડોલવણમાં 6.34 ઈંચ, પંચમહાલના શહેરામાં 4.25 ઈંચ, વાલોડમાં 3.31 ઈંચ, ઉમરેઠમાં 2.76 […]

ગુજરાતમાં 5 વર્ષમાં રૂ. 86.418 કરોડનું મૂડી રોકાણ, 3.98 લાખ કરતાં વધુ રોજગારીનું સર્જન

10 લાખ જેટલા MSME એકમોના રજિસ્ટ્રેશન સાથે ગુજરાત દેશમાં અગ્રેસર, ક્લસ્ટર વિકાસ-માર્કેટિંગ સહાય યોજના હેઠળ 1511 એકમોને ૩૦ કરોડથી વધુનું ચૂકવણું, લઘુ ઉદ્યોગોમાં 2.91 લાખ કરતાં વધુ મહિલા સાહસિકોની ભાગીદારી નોંધાઈ ગાંધીનગરઃ લઘુ ઉદ્યોગો એ રોજગારી સર્જન, ગરીબી નિવારણ અને ઔદ્યોગિક વિકાસમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે, એટલે કે લઘુ ઉદ્યોગો દેશના આર્થિક વિકાસનો પાયો છે. જે અંતર્ગત […]

ગુજરાતમાં વરસાદી માહોલ: 23 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે 3 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળશે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે રાજ્યના 23 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જે દર્શાવે છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code