1. Home
  2. Tag "gujarat"

ગુજરાતની 15 સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં જીકાસ દ્વારા પ્રવેશનો પ્રારંભ

વિદ્યાર્થીઓ 18મી મે સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે, પ્રવેશનો પ્રથમ રાઉન્ડ તા.26 મેથી 28 મે દરમિયાન યોજાશે પ્રવેશ માટે ચાર તબક્કામાં કરાશે કાર્યવાહી અમદાવાદઃ ગુજરાતની 15 સરકારી યુનિવર્સિટી અને સંલગ્ન વિવિધ કોલેજોમાં સ્નાતક કક્ષાના કોર્સમાં પ્રવેશ માટેની સંપૂર્ણ ફોર્મ ફીલિંગ પ્રક્રિયાનો જીકાસ દ્વારા આરંભ થયો છે અને 18 મે સુધી https://gcas.gujgov.edu.in વેબસાઇટ પર રજિસ્ટ્રેશન રાઉન્ડ […]

ગુજરાતના સરહદી જિલ્લાઓમાં પોલીસ સતર્ક, આરોગ્ય વિભાગે રજાઓ રદ કરી

અમદાવાદઃ પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત દ્વારા ઓપરેશન સિંદૂર શરુ કરાયું છે. પાકિસ્તાન તેની નાપાક હરકતોથી પાછળ નથી હટતું. શુક્રવારે પાકિસ્તાને ફરી એકવાર ભારતના ઘણા ભાગોમાં ડ્રોનથી હુમલો કર્યો, પરંતુ ભારતીય સેનાએ બધા ડ્રોનને તોડી પાડ્યા. દરમિયાન, સાવચેતીના પગલા રૂપે ગુજરાતના ઘણા વિસ્તારોમાં તેમજ દેશના અન્ય રાજ્યોમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. ગુજરાતમાં ક્યાં ક્યાં બ્લેકઆઉટ […]

ગુજરાતનાં અનેક જિલ્લામાં વરસાદની આગાહી, ખેડૂતો ચિંતિત બન્યાં

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે પણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક સ્થળોએ છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદની વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનમાં વધારો થયો છે, જેમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ થાય છે. જો કે હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત […]

ગુજરાતમાં 15મી મે સુધી ડ્રોન-આતશબાજી પર પ્રતિબંધ, સરકારી કર્મચારીઓની રજાઓ રદ

15મી મે સુધી કોઈપણ કાર્યક્રમમાં ડ્રોન ઉડાવી શકાશે નહી ગુજરાત સરકારના તમામ અધિકારીઓ, કર્મચારીઓની રજાઓ રદ લગ્ન પ્રસંગોમાં પણ ફટાકડા ફોડી શકાશે નહીં, અમદાવાદઃ પાકિસ્તાન સામે યુદ્ધની સ્થિતિ  સર્જાતા સરહદી રાજ્ય ગુજરાતમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રીએ સરહદી જિલ્લાના કલેકટરો અને જિલ્લા પોલીસ વડા સાથે ટેલિફોનિક વાત કરીને જરૂરી સુચના આપી હતી. […]

ગુજરાતના 11 જિલ્લાઓમાં કાલે શનિવારથી 3 દિવસ સિંહની વસતી ગણતરી કરાશે

સિંહની હિલચાલની દિશા, લિંગ, ઉંમર, ઓળખ ચિન્હો, વગેરે વિગતોની પણ નોંધ કરાશે વન વિભાગના કર્મચારીઓ, તાલીમી સ્વયંસેવકો સિંહની વસતી ગણતરીમાં જોડાશે હાઈ રીઝોલ્યુશન કેમેરા, રેડિયો કોલર, e-GujForest એપ્લિકેશન અને GIS સોફ્ટવેર જેવી મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે ગાંધીનગરઃ ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો 16મો વસ્તી અંદાજ-2025 આવતીકાલ તા.10 થી […]

ગુજરાતમાં હજુ બે દિવસ વરસાદની આગાહી પણ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો થશે વધારો

રાજ્યમાં રવિવાર સુધી કમોસમી વરસાદ પડી શકે છે શનિવારથી તાપમાનમાં ક્રમશઃ વધારો થવાની શક્યતા આકાશમાં વાદળો વિખરાતા ગરમીમાં વધારો થશે અમદાવાદઃ રાજ્યના હવામાન વિભાગે આગામી 11મી મે, રવિવાર સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે, ત્યારે આકાશમાં વાદળો વિખરાતા હવે તાપમાનમાં ક્રમશઃ વધારો થવાની શક્યતા છે. રાજ્યમાં વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ઘટાડો થતાં લોકોએ રાહત […]

ગુજરાતમાં હજુ રવિવાર સુધી કમોસમી વરસાદની આગાહી, વરસાદના ભારે ઝાપટા પડશે

રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ તાપમાનમાં ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી ત્રણ દિવસ માવઠા સાથે ભારે પવન ફુંકાવવાની શક્યતા અમદાવાદઃ ગુજરાતમાં સોમવારે સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો હતો. ભાવનગરના મહુવા, ખંભાત સહિત કેટલાક વિસ્તારોમાં તો ચારથી સાત ઈંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા હતા. કમોસમી […]

ગુજરાતમાંથી 300 બાંગ્લાદેશી ઘૂંસણખોરોને ખાસ વિમાનમાં રવાના કરાયા

ખાસ વિમાનને અગરતલા ઉતારી ઘૂંસણખોરોને વાહનોમાં તેમના દેશ મોકલાયા અમેરિકન સ્ટાઈલમાં કરાયું મેગા ઓપરેશન અન્ય પકડાયેલા બાંગ્લાદેશીઓને પણ તેમના દસ્તાવેજોની ચકાસણી બાદ હાંકી કઢાશે અમદાવાદઃ કાશ્મીરના પહલગામમાં આતંકીઓ દ્વારા પ્રવાસીઓ પર હુમલા ગુજરાતમાં પોલીસે ગેરકાયદે ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓને પકડવા મેગા ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં ઘણાબધા બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે અમદાવાદ, સુરત સહિત […]

ગુજરાતના 13000 ગામડામાં આવેલા 25000 ધાર્મિક સ્થળોમાં સ્વચ્છતા અભિયાન

સહકારી સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું રાજ્યવ્યાપી મહાઅભિયાન, મહાભિયાનમાં 50.000 કિલોગ્રામ કચરો એકત્રિત કરાયો સ્વચ્છતા અભિયાનમાં ગ્રામજનો પણ જોડાયા ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં ‘આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-2025 ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સહકારી સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના સહયોગથી રાજ્યના વિવિધ જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળોએ તા. 1 મે – ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે […]

ગુજરાતમાં વૈશાખે સર્જાયો અષાઢી માહોલ, આજે બપોર સુધીમાં 141 તાલુકામાં પડ્યો વરસાદ

ખંભાતમાં 6 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ ભાવનગર, બાવળા, બોરસદ અને વડોદરામાં 3 ઈંચથી વધુ વરસાદ આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા, રાજ્યભરમાં વરસાદી માહોલ અમદાવાદઃ ગુજરાતભરમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો છે. એકસાથે ત્રણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઇનના કારણે રાજ્યમાં છેલ્લા 48 કલાકથી વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે. આજે બુધવારે સવારથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code