1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં સોમવારે ઈન્ડિગોની 44થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ, પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા

અમદાવાદમાં 44 રાજકોટમાં-4, સુરતમાં -3, અને વડોદરામાં-1 ફલાઈટ કેન્સલ થઈ, પ્રવાસીઓ માટે ખાસ ટ્રેનો દોડાવાતા રાહત, એરપોર્ટ પર ટ્રેનનું બુકિંગ કરવા માટે RCTCનું કાઉન્ટર શરૂ કરાયું અમદાવાદઃ દેશભરમાં ઈન્ડિગો એરલાઈન્સના ધાંધિયા ચાલી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદ સહિત શહેરોમાં આજે 6ઠ્ઠા દિવસે પણ સવારે 9 વાગ્યા સુધીમાં 26 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. જ્યારે  અમદાવાદ એરપોર્ટની […]

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 1700 કરોડથી વધુની ખાદી ઉત્પાદનોનું વેચાણ

ગુજરાતની ગૌરવ ગાથા અને સ્વાવલંબનનું પ્રતિક બન્યું ખાદી વર્ષ 2024-25માં અંદાજે રૂ. 683 કરોડથી વધુ ખાદી ઉત્પાદનોનું વેચાણ થયુ ખાદીના વધતા વેચાણને લીધે ગ્રામીણ કારીગરોને રોજગારી મળી ગાંધીનગરઃ ગાંધીજીના સ્વદેશી અને આત્મનિર્ભરતાના વિચારનું જીવંત સ્વરૂપ એટલે ‘ખાદી’. રાજ્યમાં ખાદીને પ્રોત્સાહન આપવા ગુજરાત રાજયની સ્થાપનાથી ‘ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ’ની રચના એક વૈધાનિક બોર્ડ તરીકે કરવામાં […]

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા (SIR)ની કામગીરી 98.19 ટકા પૂર્ણ

47 વિધાનસભા બેઠકો પર ગણતરીની100% કામગીરી સંપન્ન, 80 બેઠકો પર99%થી વધુ કામગીરી પૂર્ણ, 39 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral office)ની સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના […]

ગુજરાતને ‘ડ્રગ્સ મુક્ત’ કરવા વિશેષ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચનાની પ્રક્રિયા પૂરજોશમાં!

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં ડ્રગ્સ અને અન્ય માદક દ્રવ્યોની હેરાફેરીને જડમૂળથી ડામી દેવા માટે એક વિશેષ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ની રચનાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મળેલી કુલ અરજીઓ પૈકી 63 પોલીસ જવાનને આ નવા ટાસ્ક ફોર્સમાં ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા છે. આ જવાનોની આખરી પસંદગી બાદ ટાસ્ક ફોર્સને સત્તાવાર રીતે કાર્યરત […]

ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% ફાળો, આ વર્ષે 11. 71.353 મેટ્રિક ટનનું લક્ષ્યાંક

ભારત આજે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા માછલીઉત્પાદક દેશ તરીકે સ્થાપિત,  ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં માછલી ઉત્પાદન લગભગ30 લાખ મેટ્રિક ટન નોંધાયું, રાજકોટમાં જાન્યુઆરીમાં યોજાનારા બાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ (VGRC)માં મત્સ્ય ઉદ્યોગમાં તકો રજુ કરવાનો મંચ મળશે રાજકોટઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી […]

ગુજરાતમાં ઈન્ડિગોની એક ડઝન ફ્લાઈટ રદ થતા એરપોર્ટ પર પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો

રાજકોટથી ઈન્ડિગોની 8 ફ્લાઈટ્સ રદ કરતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા, વડોદરાથી મુંબઈ, દિલ્હી. પૂણે અને ગોવાની ફ્લાઈટ પણ રદ કરાઈ, અમદાવાદમાં ઈન્ડિગોની ફ્લાઈટ મોડી થતાં પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી ઈન્ડિગોની વિમાની સેવા અનિયમિત બની રહી છે. સ્ટાફની અછતને કારણે ઈન્ડિગો ફ્લાઈટની સેવાને અસર પડી રહી છે. રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત એરપોર્ટ […]

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 1.20 લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો

ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના વ્યાપમાં સતત વધારો, છેલ્લા બે દાયકામાં રાજ્યના 16.28 લાખથી વધુ ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી, સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોનેરૂ. 9224.27 કરોડથી વધુની પ્રોત્સાહક સહાય અપાઈ ગાંધીનગરઃ આજના કૃષિ વૈશ્વિકરણ અને વૈવિધ્યતાના સમયમાં કૃષિને વધુ નફાકારક બનાવવા માટે સિંચાઈમાં પાણીનો અસરકારક ઉપયોગ અને વ્યવસ્થાપન થવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે […]

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં કરોડો રૂપિયાનું 91453 કિલો ડ્રગ્સ પકડાયુ

ગુજરાતમાં યુવાનોમાં ડ્રગ્સનું વ્યસન વધતુ જાય છે, ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 15થી 20 હજાર કિલો ડ્રગ્સ પકડાય છે, 1600 કિમીનો દરિયા કિનારો હોવાથી ગુજરાત ડ્રગ્સનું અન્ટ્રી પોઈન્ટ બન્યુ અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે. અને વિદેશોથી ડ્રગ્સની ઘૂંસણખોરી પણ વધી રહી છે. માત્ર એરપોર્ટ પરથી નહીં પણ દરિયા કિનારેથી પણ ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યુ […]

આ રાજ્યમાં નોંધાયા સૌથી માનવ તસ્કરીના કેસ, રાજ્યસભામાં વિદેશ મંત્રીએ આપી જાણકારી

નવી દિલ્હીઃ દેશના અલગ-અલગ રાજ્યમાં માનવ તસ્કરીના મામલા ઉપર વિદેશ મંત્રીએ સંસદમાં માહિતી આપી હતી. વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે રાજ્યમાં જણાવ્યું કે, માનવ તસ્કરીના સૌથી વધારે કેસ પંજાબમાં સામે આવ્યાં છે. પ્રશ્નોતરી કાળમાં એક પૂરક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, માનવ તસ્કરીના સૌથી વધારે કેસ પંજાબમાંથી બહાર આવ્યાં છે. પંજાબ સરકારે માનવ તસ્કરીને લઈને ખાસ તપાસ […]

BLOના મોત મામલે ચૂંટણીપંચ જવાબદાર નહીંઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ ગુજરાત સહિત 12 રાજ્યોમાં હાલ એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. દરમિયાન બીએલઓના મોતની ઘટનાઓને લઈને સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. જો કે, સુપ્રીમ કોર્ટે બુથ સ્તર ઉપર કેટલાક અધિકારીઓના તણાવ અને કામને લઈને મોત અને કથિત આત્મહત્યા મામલે ચૂંટણીપંચને જવાબદાર ઠરાવવાનો ઈન્કાર કર્યો હતો. એટલું જ નહીં રાજ્ય સરકારોને સ્ટાફ સુનિશ્ચિત કરવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code