1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી મેળાઓથી ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન

રાજ્યના 16 શહેરોમાં સ્વદેશી મેળાઓમાં₹ 10 કરોડથી વધુનું વેચાણ, બે મહિનામાં સ્વદેશી મેળાઓની50 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી, વોકલ ફોર લોકલ’ જેવા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયુ ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે હર ઘર સ્વદેશી અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા માટે દેશના તમામ નાગરિકોને આહ્વાન કર્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ અભિયાન સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યું […]

ગુજરાતમાં રાત્રીના તાપમાનમાં ઘટાડો, બે-ત્રણ દિવસમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા

સવારે ઠંડી અને બપોરે થોડી ગરમી, બે ઋતુનો અનુભવ, બંગાળના ઉપસાગરમાં સુપર સાયક્લોનની શક્યતા અસર ગુજરાતમાં થશેઃ અંબાલાલ ગુજરાતમાં નવેમ્બર મહિનાના અંતમાં વાદળછાયું વાતાવરણ કે માવઠું થઈ શકે છે અમદાવાદઃ ગુજરાતમાં મોડી રાતથી વહેલી સવાર સુધી ઠંડી અને બપોરે ગરમી એમ બે ઋતુ અનુભવાય રહી છે, કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયુ હતુ, જ્યારે […]

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુજરાતના કચ્છમાં BSFના સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે તેઓ કચ્છ જિલ્લાના ભુજમાં સરહદ સુરક્ષા દળ-BSFના 61મા સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી થશે. 176 બટાલિયન BSF કેમ્પ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં BSF જવાનો પરેડ કરશે. આ દરમિયાન ‘ઓપરેશન સિંદૂર’માં સહભાગી થયેલા તોપખાના અને હથિયારોની ઝાંખી રજૂ કરાશે.આ કાર્યક્રમ બાદ  શાહ […]

ગુગલ આવતી કાલે ગુજરાતના હિંમતનગરમાં ‘ડિજીકવચ’ કાર્યક્રમનું આયોજન કરશે

નોઈડા: ગુગલ ‘ડિજીકવચ’ કાર્યક્રમ હેઠળ 21 નવેમ્બર (શુક્રવાર) ના રોજ ગુજરાતના હિંમતનગરમાં એક સેમિનારનું આયોજન કરશે. આ કાર્યક્રમ “વરિષ્ઠ નાગરિકો માટે ડિજિટલ સલામતી: સત્યના ભાગીદારો” અભિયાનના ભાગ રૂપે હાથ ધરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે આયોજિત, આ કાર્યક્રમ તેમને ડિજિટલ સલામતી તાલીમ આપશે. સાયબર ક્રાઇમ દર વર્ષે વધી રહ્યો છે, અને છેતરપિંડી […]

ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યોઃ મોટાભાગના શહેરોમાં 15 ડિગ્રીથી ઓછુ લઘુત્તમ તાપમાન નોંધાયું

ગુજરાત રાજ્ય હાલમાં તીવ્ર ઠંડીના ચમકારાનો અનુભવ કરી રહ્યું છે. ઉત્તર ભારતમાં પડી રહેલી ભારે ઠંડીની અસર રાજ્ય પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે, જેના કારણે મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન ગગડીને 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે પહોંચી ગયું છે. વહેલી સવાર અને મોડી સાંજથી જ લોકો તીવ્ર ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન […]

ગુજરાતમાં ઓઈલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે મોકડ્રીલ શુક્રવારે યોજાશે

SEOC-ગાંધીનગર ખાતે ટેબલ ટોપ એક્સરસાઇઝ યોજાઈ, મોકડ્રીલને સફળ બનાવવા સંલગ્ન વિભાગો-સંસ્થાઓને માર્ગદર્શન અપાયુ, દરેક આપત્તિઓ માટે સજ્જ રહેવું ખૂબ જ અનિવાર્ય: રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડા, ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકારની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ તથા ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં તેલ અને રાસાયણિક આપત્તિ […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં નવ હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આદિવાસી સમુદાયનું કલ્યાણ એ હંમેશા તેમની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. પ્રધાનમંત્રીએ આદિવાસી સમુદાય સાથે થતા અન્યાયને સમાપ્ત કરવા અને વિકાસનો લાભ તેમના સુધી પહોંચાડવા માટે સરકારના અતૂટ સંકલ્પની પણ પુષ્ટિ કરી. તેમણે કહ્યું, આદિવાસી ગૌરવ હજારો વર્ષોથી ભારતની ચેતનાનું અભિન્ન અંગ રહ્યું છે. તેમણે એ વાત પર પણ ભાર […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના દેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય ઉજવણીમાં ભાગ લેશે

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે યોજાઈ રહેલા જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં ભાગ લેશે. આ પ્રસંગે મોદી નવ હજાર 700 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી પ્રસિદ્ધ દેવમોગરા ધામ ખાતે માતાજીના દર્શન કરશે તેમ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ […]

ગુજરાતઃ વિધાનસભા ખાતે પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની ૧૩૬મી જન્મજયંતિ નિમિત્તે તેમના તૈલચિત્રને આજે વિધાનસભાના સચિવ સી.બી.પંડ્યાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે વિધાનસભાના અધિકારીઓ, કર્મચારીઓ અને શાળાના વિદ્યાર્થીઓએ પણ પંડિત જવાહરલાલ નહેરુને પુષ્પાંજલિ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ તા. 14મી નવેમ્બર, 1889ના રોજ અલ્લાહાબાદ […]

ગુજરાતમાં બે ઋતુ, સવારે ઠંડી અને બપોરે ગરમી, શરદી-ઉધરસ અને તાવના કેસમાં વધારો

આવતા સપ્તાહથી ઠંડીમાં વધારો થવાની શક્યતા, બેઋતુને લીધે વાયરલના કેસમાં થયો વધારો, સવાર અને બપોરના તાપમાન વચ્ચે 17થી 18 ડિગ્રીનો તફાવત અમદાવાદઃ રાજ્યમાં હાલ લોકોને બેઋતુનો અનુભવ થઈ રહ્યો છે. મોડી રાતથી સવાર સુધી ઠંડી અને બપોરે ગરમી એમ લોકો બે ઋતુનો અનુભવ કરી રહ્યા છે. બે ઋતુને કારણે વાયરલ બિમારીમાં વધારો થઈ રહ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code