1. Home
  2. Tag "gujarat"

ગુજરાતના 11.50 લાખ વેપારીઓના રજિસ્ટ્રેશનની તપાસ માટે GST દ્વારા આજથી સ્થળ ચેકિંગ ઝૂબેશ

અમદાવાદઃ દેશમાં જીએસટીની આવકમાં મોટો વધારો થઈ રહ્યો છે. જેમાં ગુજરાત પણ મોખરાનું સ્થાન  પ્રાપ્ત કરી રહ્યું છે. ગુજરાતમાં જીએસટીની ચોરીનું પણ પ્રમાણ વધુ હોવાનું ટેક્સ કલેક્શનના અધિકારીઓ માની રહ્યા છે. દરમિયાન જીએસટીની અત્યાર સુધીની રજિસ્ટ્રેશન સિસ્ટમ ફેલ થતાં સેન્ટ્રલ બોર્ડ ઇનડિરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ સિસ્ટમ રિચેકિંગ કરવાના આદેશ આપ્યા છે, જેના કારણે એસજીએસટી […]

ગુજરાતની 7 યુનિવર્સિટીઓના કૂલપતિની નિયુક્તિ માટે સર્ચ કમિટીમાં સભ્ય નિમવા UGCને પત્ર

અમદાવાદઃરાજ્યમાં સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટી સહિત સાત જેટલી સરકારી યુનિવર્સિટીઓની મુદત પૂર્ણ થતી હોવાથી નવા કૂલપતિઓની નિમણૂકો માટે સર્ચ કમિટીઓ બનવવામાં આવી છે. જેમાં રાજ્યપાલ અને રાજ્ય સરકારના પ્રતિનિધિના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે નિયમ મુજબ યુજીસીના સભ્યનો સર્ચ કમિટીમાં સમાવેશ કરવો જરૂરી હોવાથી સર્ચ કમિટી દ્વારા કોઈ નામ સુચવવામાં આવ્યું નથી, […]

ગુજરાતમાં માવઠાંના અસરગ્રસ્ત ખેડૂતો માટે ખાસ સહાય પેકેજ જાહેર કરાયું

અમદાવાદઃ રાજયમાં માર્ચ-2023 માસમાં વિવિધ જિલ્લાઓમાં પડેલ કમોસમી વરસાદ અન્વયે રાજય સરકારે ખાસ સહાય પેકેજ જાહેર કર્યું છે. આ સહાય પેકેજનો ખેડૂતોને લાભ મળે તે માટે રાજયમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 565 ટીમો દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરે જઈ સ્થળ મુલાકાત કરીને સર્વે હાથ ધરાયો હતો. અસરગ્રત ખેડુતોને સહાયભૂત થવા રાજય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર […]

ગુજરતમાં અત્યાર સુધીમાં ૪.૪૯ લાખ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી

અમદાવાદ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખરીફ સીઝન પહેલાં વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવા અનુરોધ કર્યો છે. પહેલી મેથી 10-10 ગામોના ક્લસ્ટર્સમાં ખેડૂતોને તેમના ગામમાં જઈને ઘર આંગણે તાલીમ આપવામાં આવી રહી છે. મે 2023ના પહેલા અઠવાડિયામાં આ રીતે 1,33,972 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવામાં આવી છે. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની સ્થિતિની સમીક્ષા માટે […]

ગુજરાતમાં કાળઝાળ ગરમીને કારણે હીટસ્ટ્રોક અને તાવ, ઝાડા-ઊલટીના કેસોમાં વધારો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કાળઝાળ ગરમીને લીધે જનજીવન પ્રભાવિત બન્યું છે. જેમાં પાંચ દિવસથી તાપમાન 43થી 45 ડિગ્રી પહોંચી ગયું છે. અસહ્ય ગરમીને લીધે હીટસ્ટ્રોકના તેમજ પેટમાં દુખાવો, વધુ પડતો તાવ, માથાનો દુખાવો, બેભાન થવાના અને ઝાડા ઊલટીના કેસોમાં વધારો થયો છે. છેલ્લા 14 દિવસમાં રાજ્યમાં હિટ સ્ટ્રોકના 36 કેસ નોંધાયા છે. જેમાં છેલ્લા […]

વન સ્ટેશન વન પ્રોડક્ટ: ગુજરાત સહિત દેશના 728 રેલવે સ્ટેશન ઉપર વિવિધ લોક્લ પ્રોડક્ટનું વેચાણ

નવી દિલ્હીઃ રેલ્વે મંત્રાલયે ભારત સરકારના ‘વોકલ ફોર લોકલ’ વિઝનને પ્રોત્સાહન આપવા, સ્થાનિક/સ્વદેશી ઉત્પાદનો માટે બજાર પ્રદાન કરવા અને સમાજના વંચિત વર્ગો માટે વધારાની આવકની તકો ઊભી કરવા માટે ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ પહેલ શરૂ કરી છે. આ યોજના હેઠળ, સ્વદેશી/સ્થાનિક ઉત્પાદનોને પ્રદર્શિત કરવા, વેચવા અને ઉચ્ચ દૃશ્યતા પ્રદાન કરવા માટે રેલ્વે સ્ટેશનો પર OSOP […]

ઉનાળો બન્યો આકરોઃ અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો વધારો આકરો બન્યો છે, તેમજ હિટવેવની આગાહી વચ્ચે આકાશમાંથી અગન વર્ષા વરસી રહી છે. જેથી બપોરના સમયે લોકો ઘર અને ઓફિસમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. એટલું જ જૂનાગઢ અને અમરેલીમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો હતો. હવામાન […]

ગુજરાતની જનતાને પીએમ મોદીની 4400 કરોડના વિકાસ કાર્યોની ભેટ

ગાંધીનગરઃ ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં ઓલ ઈન્ડિયા એજ્યુકેશન એસોસિએશનના અધિવેશનમાં ઉપસ્થિત રહ્યાં હતા. જે બાદ તેઓ મહાત્મા મંદિર ગયા હતા. જ્યાં તેમણે 4400 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. તેમજ અમૃત આવાસોત્સવનું લોકાર્પણ કરાયું હતું. વડાપ્રધાનને લાભાર્થીઓને ઘરના ઘરની ચાવી આપી હતી અને તેમની સાથે વડાપ્રધાને ગુજરાતી ભાષામાં સંવાદ પણ કર્યો […]

ઉનાળના વૅકેશનને લીધે ગુજરાતના તમામ પર્યટક સ્થળોએ ગરમીમાં પણ પ્રવાસીઓની ભીડ જામી

અમદાવાદઃ શાળા-કોલેજોમાં હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે મોટાભાગના પરિવારો બાળકો સાથે બહારગામ ફરવા માટે જઈ રહ્યા છે. જેથી રાજ્યના તમામા પર્યટક સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જાવા મળી રહી છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરકાંઠાના પોળના જંગલો, તેમજ સૌરાષ્ટ્રમાં ગીર સફારી પાર્ક, ઉપરાંત સોમનાથ, દ્વારકા, શિવરાજપુર બીચ, તેમજ કચ્છના પર્યટક સ્થળોએ પ્રવાસીઓની ભીડ જોવા […]

ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે મે મહિનાના અંતમાં ચિંતન શિબિર યોજાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણનીતિનો અમલ શરૂ થઈ જશે. રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે ત્રિસ્તરીય રણનીતિ સાથે શૈક્ષણિક ક્ષેત્રે પદ્ધતિસર અને સ્ટ્રકચરલ (માળખાકીય) સુધારા કરવાની દિશામાં રાજય સરકારે ચક્રો ગતિમાન કર્યા છે. ચાલુ માસના અંતે યોજાનારી ચિંતન શિબિરમાં શિક્ષણક્ષેત્ર પર ચિંતન કરવામાં આવશે. અને બાળકોને સારૂ શિક્ષણ મળી રહે તે માટેનો રોડમેપ તૈયાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code