1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ મા.અને ઉ મા. શાળાઓમાં શિક્ષણ સહાયકોની 7531 જગ્યા ખાલી

ગાંધીનગરઃ ગુજરાતમાં શાળા કોલેજોમાં હાલ વેકેશન ચાલી રહ્યું છે, વેકેશન ખૂલતા જ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. નવા સત્રથી નવી શિક્ષણ નીતિનો અમલ પણ શરૂ થઈ જશે. રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન કરી રહી છે, અને વર્તમાન જરૂરિયાત મુજબ અભ્યાસક્રમમાં પણ ફેરફારો કરવામાં આવતા હોય છે. પણ ખાટલે મોટી ખોટ એ છે. કે, સરકારી […]

ગુજરાતમાં GSTના અધિકારીઓ બોગસ પેઢી શોધવા અને કરચોરી ડામવા ધંધાના સ્થળે સર્ચ કરશે

અમદાવાદઃ ગુજરાતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની આવક વધતી જાય છે. કોરોનાકાળ બાદ જીએસટીની આવકમાં સતત વધારો થયો છે. પરંતુ સરકારના અપેક્ષાકૃત આંકડાથી આવકના આંકડા ખૂબ ઓછા હોય તમામ પ્રકારની કરચોરી ડામી દેવા આદેશો અપાયા છે. જેમાં કરચોરી બચાવવા બોગસ પેઢીઓ તેમજ ધંધાના સ્થળે સર્ચ કરવામાં આવશે. એટલે વેપારીઓ આવક છૂપાવી શકશે નહીં. ગ્રાહકોને બિલ […]

ગુજરાતમાં પાંચ દિવસ તાપમાન 43થી 45 ડીગ્રીએ પહોંચશે, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના અઢી મહિના દરમિયાન વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદના ઝાપટાં અને ગરમી મિશ્રિત વાતાવરણનો પણ લોકોએ અનુભવ કર્યો હતો. હવે ચોમાસાને દોઢ મહિના જેટલો સમય બાકી છે, ત્યારે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. વાતાવરણમાં સક્રિય થયેલી હાઇ પ્રેશર સિસ્ટમની અસરથી ગુજરાતભરમાં કાળઝાળ ગરમી લોકોને સહન કરવી પડશે.આગામી પાંચ દિવસ ગરમીનો પારો 43થી 45 […]

ગુજરાતમાં પ્રથમવાર મહેસાણામાં નવતર પ્રયોગ, 51 બાળકો અને 24 પરિવારોને 4 NGOએ દત્તક લીધા

અમદાવાદઃ મહેસાણાના જિલ્લા કલેકટર એમ.નાગરાજન તથા અન્ય અધિકારીઓ અને સમાજ સેવીઓની ઉપસ્થિતિમાં ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન અંતર્ગત મહેસાણાના 51 બાળકો અને 24 પરિવારોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે એક સામાજિક ભાગીદારીનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર અને કલેકટર એમ.નાગરાજન અને સભ્ય સચિવ જિલ્લા બાળ સુરક્ષા એકમ સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી આરતીબેન […]

ગુજરાતમાં ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીની 106 કોલેજોની 9000 બેઠકો માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનનો પ્રારંભ

અમદાવાદઃ ઘોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ રાજ્યમાં ઈજનેરીમાં ઓનલાઈન પ્રવેશ બાદ હવે આજે 9મી મેથી ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે.  ડિગ્રીની 7310 અને ડિપ્લોમાની 1640 બેઠકો માટે આગામી 5મી જૂન સુધી રજિસ્ટ્રેશન થઇ શકશે. ગત વર્ષે ડિપ્લોમા અને ડિગ્રી ફાર્મસીમાં 1500થી વધારે બેઠકો ખાલી પડી હતી. પ્રવેશ સમિતિના […]

ગુજરાતના હજ યાત્રાળુંઓને અન્યાય, હજના પેકેજમાં વધુ વસુલાત કરાતી હોવાની રાવ

ગાંધીનગરઃ ગુજરાતમાં દર વર્ષે અનેક હાજીઓ હજની યાત્રાએ જતા હોય છે. કેન્દ્ર સરકારે હજ માટે જાહેર કરેલા પેકેજમાં આ વર્ષે ગુજરાતના હાજીઓ પાસેથી અન્ય રાજ્યના હાજીઓની સરખામણીએ રૂ. 67,981 વધુ લેવાતા હોવાના આક્ષેપ કરાયા છે. આટલો વધારો કેવી રીતે અને ક્યા કારણોસર કરાયો છે, એવા પ્રશ્નો ઉઠ્યા છે. આ અંગે તાજેતરમાં હજ કમિટિની ગાંધીનગર ખાતે […]

ગુજરાતમાં વાહનોની આરસી બુક માટે હવે રાહ જોવી નહીં પડે, માત્ર 3 દિવસમાં મળી જશે

અમદાવાદઃ રાજ્યમાં તમામ આરટીઓ કચેરીમાં વાહનોની આરસી બુક, ડ્રાઈવિંગ લાયસન્સ વગેરેમાં અરજદારોને લાંબી પ્રતિક્ષા કરવી પડે છે. જેમાં કોન્ટ્રાકટરની લાપરવાહીને કારણે લાંબુ વેઈટિંગલિસ્ટ જોવા મળી રહ્યું હતું, પરંતુ હવે અરજદારોને આરસી બુક માટે રાહ જોવી નહીં પડે કારણ કે કોન્ટ્રાક્ટ નવી કંપનીને આપવામાં આવ્યો છે. જેથી હવે શહેરી વિસ્તારોમાં વાહન માલિકના ઘરે પાંચ દિવસમાં અને […]

ગુજરાતમાં વર્ષ 2022-23 શાળાના આરોગ્ય તપાસમાં ઘણા બાળકોમાં હ્રદય રોગના બીમારી જોવા મળી

અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકોની દર વર્ષે આરોગ્ય તપાસણી કરવામાં આવતી હોય છે. રાજ્યમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં આ યોજનાનો પ્રારંભ કરાયો હતો અને તેને આજે પણ સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે, કારણ કે, ગામડાંની શાળાઓમાં ભણતા બાળકોને હ્રદય, કિડની, કેન્સર જેવી બીમારીઓની તેમના માત-પિતાને પણ જાણ હોતી નથી. આરોગ્ય તપાસણીથી રોગની જાણ […]

ગુજરાતના તાપમાનમાં ફરી વધારો, અમદાવાદમાં 40.5 ડિગ્રી, કાલે યલો એલર્ટ અપાયું

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના પ્રારંભથી જુદા જુદા વિસ્તારોમાં સમયાંતરે કમોસમી વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. સાથે ગરમીમાં પણ વધઘટ થઈ રહી છે. હવે વૈશાખ બરોબરનો તપી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યના મોટા ભાગના શહેરોના તાપમાન 40 ડિગ્રી આસપાસ નોધાયું હતું.  આજે  અમદાવાદનું તાપમાન વધી 41.4 ડિગ્રી પર પહોંચી જતા […]

ગુજરાતઃ તલાટી કમ મંત્રીની શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન, પરીક્ષાર્થીઓને પેપર અઘરુ લાગ્યું

અમદાવાદઃ રાજ્યમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. અમદાવાદ સહિત રાજ્યના લગભગ 30 જિલ્લામાં 2694 પરીક્ષા કેન્દ્રોમાં લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા માટે સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. તલાટી કમ મંત્રી પરીક્ષાનું તાજેતરમાં યોજાયેલી જુનિયર ક્લાર્કની સરખામણીએ પેપર અઘરુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code