1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના તાપમાનમાં ફરી વધારો, અમદાવાદમાં 40.5 ડિગ્રી, કાલે યલો એલર્ટ અપાયું
ગુજરાતના તાપમાનમાં ફરી વધારો, અમદાવાદમાં 40.5 ડિગ્રી, કાલે યલો એલર્ટ અપાયું

ગુજરાતના તાપમાનમાં ફરી વધારો, અમદાવાદમાં 40.5 ડિગ્રી, કાલે યલો એલર્ટ અપાયું

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના પ્રારંભથી જુદા જુદા વિસ્તારોમાં સમયાંતરે કમોસમી વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. સાથે ગરમીમાં પણ વધઘટ થઈ રહી છે. હવે વૈશાખ બરોબરનો તપી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યના મોટા ભાગના શહેરોના તાપમાન 40 ડિગ્રી આસપાસ નોધાયું હતું.  આજે  અમદાવાદનું તાપમાન વધી 41.4 ડિગ્રી પર પહોંચી જતા બપોરે કાળઝાળ ગરમી વર્તાઇ હતી. કાલે મંગળવારે તાપમાન 42 ડિગ્રી અને બુધવારે 43 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે. અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા યલો એલર્ટ જોહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આજે સોમવારે સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી, અમરેલીમાં 40.8 ડિગ્રી, અમદાવાદમાં. 40.5 ડિગ્રી, રાજકોટમાં 40.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બાકીના સ્થળે 35થી 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. છેલ્લા બે દિવસથી તો તાપમાન સરેરાશ 40 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર સહિત શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો હતો. રાજ્યમાં ફરીથી કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  હવામાન વિભાગે દાહોદ, તાપી, ડાંગ તેમજ રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જ્યારે અન્ય વિસ્તારના તાપમાનમાં વધારો થશે. રાજ્યના સરેરાશ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી ઉપર રહેશે. કાલે અમદાવાદમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે, અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. હવામાનની આગાહી કરનારા અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી કરી છે. આ સાથે તેમણે ચોમાસા અંગે સારા સંકેતો આપ્યા છે. તેમણે પ્રકૃતિમાં થઈ રહેલા ફેરફારોને જોતા ચોમાસાના સારા ચિહ્નો દેખાઈ રહ્યા હોવાનું પણ જણાવ્યું  હતું.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code