1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં બપોર સુધીમાં 167 તાલુકામાં વરસાદ, બોરસદમાં 13 ઈંચ, તિલકવાડા અને ભરૂચમાં 7 ઈંચ,

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ મુકામ કર્યો છે. આજે બોરસદમાં સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં સાંબેલાધારે 13 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે નર્મદાના તિલકવાડા અને ભરૂચમાં પણ 7 ઈંચ વરસાદ પડ્યો હતો. તેમજ છોટા ઉદેપુરના નસવાડી, ભરૂચના ઝઘડિયા અને હાંસોટ, નર્મદાના નાંદોડ સહિત તાલુકાઓમાં 5 ઈંચ વરસાદ […]

ગુજરાતમાં સામાજિક વનીકરણની વધુ એક સિદ્ધિ, વૃક્ષોની કુલ સંખ્યા 39 કરોડને પાર

અમદાવાદઃ ગુજરાતને વધુને વધુ હરિયાળું બનાવવા નાગરિકો પણ સહભાગી થઇ શકે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ સામાજિક વનીકરણની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અનેક પ્રયાસો થકી રાજ્ય વધુ હરિયાળું બની રહ્યું છે.   રાજ્યમાં વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણને ધ્યાને રાખીને વન […]

ગુજરાતમાં 31 જળાશયો હાઈએલર્ટ પર, સરદાર સરોવર નર્મદા ડેમ 55 ટકા ભરાયો

ગાંધીનગર:  રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 31 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 55 ટકા નોંધાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં 1,83,724 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે આ સિવાય રાજ્યના કુલ 206 જળાશયોમાં 2,23,685 એમ.સી.એફ.ટી. એટલે કે […]

ગુજરાતમાં આજે 137 તાલુકામાં પડ્યો વરસાદ, કચ્છના નખત્રાણા અને માંડવીમાં 4 ઈંચ

અમદાવાદઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આજે ચોથા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. આજે બપોર સુધીમાં 137 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં દ્વારકામાં 5 ઈંચથી વધુ, તેમજ કચ્છના નખત્રાણા અને માંડવીમાં 4 ઈંચ, તેમજ સુરતના પલસાણામાં પણ 4 ઈંચ તથા કચ્છના લખપત, અને નવસારીના ખેરગામમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. બાકીના તાલુકામાં ઝાપટાંથી […]

ગુજરાત સહિત મધ્ય ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ભોપાલઃ ભારતીય હવામાન વિભાગે સમગ્ર ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર, વિદર્ભ, છત્તીસગઢ, કોસ્ટલ કર્ણાટક, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મરાઠવાડા, કોસ્ટલ આંધ્રપ્રદેશ, યાનમ અને તેલંગાણામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન એજન્સીએ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, પંજાબ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભારે […]

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે વધુ ત્રણ બાળકોનો ભોગ લીધો, કૂલ મૃત્યુઆંક 34એ પહોંચ્યો

અમદાવાદઃ રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં વધુ ત્રણ બાળકનાં મોત થઈ ગયાં છે. એમાં બનાસકાંઠાના સુઈગામ, રાજકોટના ગોંડલના રાણસીકી તથા સુરતમાં 1-1 બાળકનાં મોત થઈ ગયાં છે. આ સાથે જ મૃત્યુઆંક 34એ પહોંચ્યો છે અને કુલ કેસ 84 થયા છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસે […]

ગુજરાતમાં વરસાદને લીધે રોડ પર ખાડાંઓ પુરવા સરકાર રૂપિયા 100 કરોડનો ખર્ચ કરશે

ગાંધીનગરઃ ગુજરાતમાં વરસાદને લીધે રોડ-રસ્તાઓ તૂટી જતા હોય છે તેમજ રોડ પર ઊંડા ખાડાંઓ પડતા હોય છે. ચોમાસુ પૂર્ણ થાય તે પહેલા જ એટલે કે મેઘરાજા વિદાય લે ત્યારબાદ રોડ-રસ્તાઓના મરામતના કામો હાથ ધરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રીએ 157 નગરપાલિકાઓને રોડ પરના ખાડાંઓ પુરવા અને રસ્તાઓના રિસરફેસિંગના કામો માટે એડવાન્સ રૂપિયા 100 કરોડની ફાળવણી કરી છે. […]

ગુજરાતમાં 139 તાલુકામાં પડ્યો વરસાદ, ઉપલેટા અને કલ્યાણપુરમાં સાંબેલાધારે 11 ઈંચ,

અમદાવાદઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, આજે સોમવારે બપોર સુધીમાં 126 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 11 ઈંચ, રાજકોટના ઉપલેટા પણ 11 ઈંચ તેમજ માણાવદરમાં 6 ઈંચથી વધુ, તથા વિસાવદર, માળિયા હાટિના, દ્વારકામાં 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.  જ્યારે ગીરગઢડા, સુરતના પલસાણા, બારડોલી, કામરેજ, ઉંમરપાડા, પોરબંદરના […]

ગુજરાત: ફળપાકોનું વાવેતર વધારવા “ગ્રો મોર ફ્રુટ ક્રોપ અભિયાન” શરુ કરાયું

અમદાવાદ : રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતમાં ફળપાકોનું વાવેતર વધારવા રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા ચાલુ વર્ષથી “ગ્રો મોર ફ્રુટ ક્રોપ અભિયાન” શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ રાજ્યના વધુમાં વધુ ખેડૂતો વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય મેળવીને ફળપાકોનું મહત્તમ વાવેતર કરે તે માટે […]

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનાં કેસનો આંકડો વધી 58ને પાર પહોંચ્યો

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ એનકેફેલાઇટીસ કે ચાંદીપુરા વાયરસના કેસ વિવિધ જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે.ચાંદીપુરા કે વાયરલ એનકેફેલાઇટીસ રોગથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો આવી રહ્યો છે. ત્યારે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ, ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 58 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code