1. Home
  2. Tag "Gujarati news"

અમેરિકાના ક્રિકેટ બોર્ડનું સભ્યપદ ICCએ સસ્પેન્ડ કર્યું

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ ICCએ અમેરિકાના ક્રિકેટ બોર્ડનું સભ્યપદ સસ્પેન્ડ કરી દીધું છે. અમેરિકી ક્રિકેટે ICC સભ્ય તરીકેની તેની જવાબદારીઓના વારંવાર અને સતત ઉલ્લંઘન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આમાં કાર્યાત્મક શાસન માળખું લાગુ કરવામાં નિષ્ફળતા અને અમેરિકા ઓલિમ્પિક અને પેરાલિમ્પિક સમિતિ સાથે રાષ્ટ્રીય સંચાલક મંડળનો દરજ્જો પ્રાપ્ત કરવા તરફ પ્રગતિનો અભાવ શામેલ છે.એક નિવેદનમાં, […]

વૈભવ સૂર્યવંશીએ ધમાલ મચાવી, ઓસ્ટ્રેલિયામાં સિક્સરનો નવો રેકોર્ડ બનાવ્યો

વૈભવ સૂર્યવંશીએ ઓસ્ટ્રેલિયા અંડર-19 ટીમ સામેની બીજી યુથ વનડેમાં 70 રનની રેકોર્ડબ્રેક ઇનિંગ રમી હતી. 14 વર્ષીય બેટ્સમેન, જેણે અગાઉ ઈંગ્લેન્ડમાં ધૂમ મચાવી છે, હવે ઓસ્ટ્રેલિયન બોલરોને ફટકો મારી રહ્યો છે. વૈભવે 68 બોલમાં 70 રનની પોતાની ઇનિંગમાં એક નવો રેકોર્ડ બનાવ્યો, આ ઇનિંગમાં તેણે 6 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા. બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયા અંડર-19 વિરુદ્ધ […]

અન્ય દેશો પણ GPS પર નહીં, પોતાના નેશનલ નૅવિગેશન સેટેલાઇટ સિસ્ટમ પર નિર્ભર બનવા લાગ્યા

આજકાલ આપણા દૈનિક જીવનમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) કેટલું જરૂરી છે, તે જણાવવાની જરૂર નથી. આપણે મેપ જોઈએ છીએ, ઊબર-ઓલા બુક કરીએ છીએ, હવામાન જાણીએ છીએ આ બધુ જ GPSની મદદથી શક્ય બને છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાના દરેક ખૂણામાં માત્ર એક જ નહીં, પરંતુ અનેક અલગ સેટેલાઇટ સિસ્ટમ કામ કરે છે? […]

ઉપવાસમાં દૂધીની આ વાનગી આરોગ્ય અને સ્વાદમાં કરશે વધારો

શારદીય નવરાત્રિના તહેવારમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળે છે. આ વ્રત દરમિયાન લોકોને સાકારાત્મક અને હળવુ ખાવાનું પ્રાથમિકતા મળે છે. સામાન્ય રીતે લોકો વ્રતમાં બટાકાની વિવિધ વાનગીઓ ખાવા પસંદ કરે છે, પરંતુ જો તમે આથી થાક્યા છો તો દૂધી પણ તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. દૂધીમાં વિટામિન C, ફાઇબર, મેગ્નેશિયમ, મૅંગેનીઝ અને ઝિંક […]

ભારતમાં 4.5 મિલિયન ગ્રોસ ટન જહાજ નિર્માણની ક્ષમતા વધશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારે જહાજ નિર્માણ અને દરિયાઈ ક્ષેત્રને મજબૂત કરવા માટે ₹69,725 કરોડનું એક મોટું પેકેજ મંજૂર કર્યું છે. આ યોજનાથી દેશમાં 4.5 મિલિયન ગ્રોસ ટન જહાજ નિર્માણની ક્ષમતા વધશે, લગભગ 30 લાખ નવી નોકરીઓનું સર્જન થશે, અને આ ક્ષેત્રમાં લગભગ ₹4.5 લાખ કરોડનું રોકાણ આવશે.આ યોજનામાં શિપબિલ્ડિંગ માટેની નાણાકીય સહાય […]

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ શેરહોલ્ડરોને પત્ર લખ્યો

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ શેરહોલ્ડરોને પત્ર લખીને જણાવ્યું હતું કે, 24 જાન્યુઆરી 2023ના દિવસની એ એક એવી સવાર તરીકે યાદ કરવામાં આવશે જ્યારે ભારતના બજારો દલાલ સ્ટ્રીટથી લઇ જોજનો દૂર સુધી ગુંજતી અખબારોની હેડલાઇન્સથી જાગ્યા હતા. હિન્ડેનબર્ગનો અહેવાલ ફક્ત આપ સહુના અદાણી સમૂહની ટીકા કરતો નહોતો. પરંતુ તે ભારતીય સાહસોની વૈશ્વિક સ્તરે સ્વપ્ન જોવાની હિંમત સામે […]

ગુજરાતમાં નવા 17 તાલુકાઓ બનશે, રાજ્યમાં તાલુકાઓની સંખ્યા હવે 265 થશે

નવા વાવ–થરાદ જિલ્લાની રચના બાદ મુખ્યમંત્રીનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય, 2013 પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર થશે, તાલુકા મથકોનો શહેરી ઢબે વિકાસ થઈ શકશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે રાજ્યના અવિરત વિકાસને ગતિ આપતો મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય કર્યો છે.  રાજ્ય મંત્રીમંડળે નાગરિકો, પ્રજાવર્ગો અને પદાધિકારીઓની રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા […]

કેન્દ્ર સરકાર તરફથી રેલવે કર્મચારીઓને દિવાળીની ભેટ મળી શકે છે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર તરફથી રેલવે કર્મચારીઓને દિવાળીની ભેટ મળી શકે છે. સરકાર આવનારી મંત્રીમંડળની બેઠકમાં રેલવે કર્મચારીઓ માટે પ્રોડક્ટિવિટી આધારિત બોનસના પ્રસ્તાવને લીલી ઝંડી આપી શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને આ જાહેરાત તાત્કાલિક થઈ શકે છે. આ બોનસ મુખ્યત્વે નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને આપવામાં આવે છે, જેથી તેમના યોગદાન અને […]

નવરાત્રીમાં તા.26મીથી 1લી ઓક્ટોબર સુધી રાતના 2 વાગ્યા સુધી મેટ્રો દોડશે

મુસાફરી માટે ફક્ત રૂ. 50ની સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય રહેશે, સેક્ટર-1થી મોટેરા સ્ટેડિયમ માટે ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય 1નો રહેશે, એ.પી.એમ.સી. ટર્મિનલ સ્ટેશનથી ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય મોડી રાતે 2 વાગ્યાનો રહેશે,    અમદાવાદઃ શહેરમાં દરેક સોસાયટીઓ, પાર્ટી પ્લોટ્સ અને કલબોમાં મોડી રાત સુધી નવરાત્રી ઉત્સવમાં યુવક-યવતીઓ ગરબે ઘૂમી રહ્યા છે. નવરાત્રિમાં ખેલૈયાઓની અવરજવરના લીધે […]

ગુજરાતમાં 53000 વકીલોએ વેરિફિકેશન ફોર્મ ભરવા બાર કાઉન્સિલનું ફરમાન

જુનિયર વકીલોએ સિનિયર એડવોકેટના લેટરપેડ પર સર્ટિફિકેટ લખાવી રજૂ કરવું, આધાર પુરવા ન હોય એવા વકીલોએ 50ના સ્ટેમ્પ પર એફિડેવિટ રજુ કરવી પડશે, પ્રેક્ટીસ વેરિફિકેશન ફોર્મ ફી સાથે ભર્યું હોય તેને ફરીથી ફી નહિ ભરવી પડે, અમદાવાદઃ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ગુજરાત બાર કાઉન્સિલ સહિત દેશની તમામ બાર કાઉન્સિલોને ફેબ્રુઆરી-2022 સુધીના વકીલોને સંબંધિત દસ્તાવેજો સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code