1. Home
  2. Tag "Gujarati Report"

ટોરેન્ટ ફાર્માએ નાણાકીય વર્ષ ૨૬ ના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા

અમદાવાદ : ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (“કંપની”) એ આજે નાણાકીય વર્ષ ૨૦૨૬ ના બીજા ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યા. આવક અને નફો: આવક વાર્ષિક ધોરણે ૧૪ % વધીને ₹૩,૩૦૨ કરોડ રહી. EBITDA* આવક વાર્ષિક ધોરણે ૧૫% વધીને ₹૧,૦૮૩ કરોડ રહી ગ્રોસ માર્જિન ૭૬%, Op. EBITDA માર્જિન*: ૩૨.૮% ટેક્સ બાદ ચોખ્ખો નફો ૩૦% ના વધારા સાથે ₹૫૯૧ […]

દેશમાં 100 5G લેબ્સની સ્થાપના : 6G રિસર્ચમાં વૈશ્વિક નેતૃત્વ મેળવવાનો ભારતનો સંકલ્પ

નવી દિલ્હી: દેશભરમાં અદ્યતન તકનીકી સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે દૂરસંચાર વિભાગ (DoT)એ 100 5G લેબ્સની સ્થાપના કરી છે. આ લેબ્સનો હેતુ 6G ટેક્નોલોજી સંશોધનને મજબૂતી આપવાનો અને આગામી પેઢીની સંચાર સેવાઓ માટે ભારતને વૈશ્વિક નેતૃત્વની દિશામાં આગળ ધપાવવાનો છે. DoTના સહયોગી પ્લેટફોર્મ ભારત 6G એલાયન્સએ વિશ્વના 6G સંગઠનો સાથે 10 આંતરરાષ્ટ્રીય સમજૂતી કરાર […]

ગુજરાતમાં માવઠાને લીધે કૃષિપાકને થયેલા નુકસાન માટે 10 હજાર કરોડના વળતરની જાહેરાત

CM ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી આપી માહિતી, માવઠાને લીધે મગફળી, કપાસ સહિતના પાકને સારૂએવુ નુકસાન થયુ હતુ, ખેડૂતોને ત્વરિત સહાય મળે તે માટે વ્યવસ્થા ગોઠવાશે ગાંધીનગરઃ ગુજરાતમાં દિવાળી બાદ પડેલા કમોસમી વરસાદને લીધે કૃષિપાકને સારૂએવુ નુકસાન થયુ હતું. આથી ખેડૂતોમાં વળતરની માગ ઊઠતા રાજ્ય સરકારે એક સપ્તાહમાં સર્વે કરાવવાનો નિર્ણય લીધો હતો. સરકારને […]

પાકિસ્તાન મરીને આંતરરાષ્ટ્રીય જળસીમા નજીકથી ઓખાની બોટ સહિત 8 માછીમારોનું અપહરણ કર્યુ

પોરબંદર નજીક દરિયામાં માછીમારી કરી રહેલા 8 માછીમારોનુ અપહરણ, 8 માછીમારો ગીર સોમનાથ જિલ્લાના છે, ભારતીય કોસ્ટ ગાર્ડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની, પોરબંદરઃ દરિયામાં ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલા 8 ભારતીય માછીમારોને પાકિસ્તાન મરીન એજન્સી અપહરણ કરી ગઈ છે. ઓખા પોર્ટની એક ફિશિંગ બોટનું તેના 8 ક્રૂ મેમ્બર્સ સાથે અપહરણ કરી લેવામાં […]

વેરાવળના બીચ પર પ્રિ-વેડિંગ ફોટોશુટ દરમિયાન 5 લોકો દરિયામાં તણાયા, યુવતી લાપત્તા

વેરાવળના આદરી બીચ પર દૂર્ઘટના બની, સમુદ્રમાં ઊંચી લહેરો યુવતી સહિત પાંચેય યુવાનોને ખેંચી ગઈ, ચાર યુવાનોને બચાવી લેવાયા વેરાવળઃ અરબી સમુદ્રમાં ડિપ્રેશન શમી ગયા બાદ દરિયામાં કરંટ વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર આજે બપોરે પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે આવેલા યુવતી સહિત પાંચ યુવાનો દરિયાના મોજામાં તણાઈ ગયા હતા. […]

વાવાઝોડાથી થયેલા વિનાશનો સામનો કરતા જમૈકાએ પહોંચાડી માનવતાવાદી સહાય

નવી દિલ્હીઃ વાવાઝોડા મેલિસાથી થયેલા વિનાશમાંથી રાહત માટે ભારતે જમૈકામાં માનવતાવાદી સહાય પહોંચાડી છે. સોશિયલ મીડિયા સંદેશમાં, જમૈકામાં ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા લગભગ 20 ટન માનવતાવાદી સહાય અને આપત્તિ રાહતનો જથ્થો જમૈકાને મોકલવામાં આવ્યો હતો. તેમાં ઉમેર્યું હતું કે રાહત સામગ્રીમાં ખાસ ભીષ્મ મેડિકલ ટ્રોમા યુનિટ, જનરેટર, સાદડીઓ, રસોઇ […]

હોકીએ ભારતને ઓલિમ્પિકમાં ગૌરવ અપાવ્યું : ડૉ. મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને હોકી ઈન્ડિયાએ શુક્રવારે નવી દિલ્હીના ઐતિહાસિક મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ભવ્ય શતાબ્દી કાર્યક્રમ સાથે ભારતીય હોકીના 100 વર્ષની ઉજવણી કરી હતી. આ ઐતિહાસિક પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, સંસદીય અને લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરેન રિજિજુ, તમિલનાડુના નાયબ […]

ગુજરાતમાં રાસાયણિક ખેતીના કારણે કેન્સરનો ખતરો વધ્યો : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

ગાંધીનગરઃ રાજ્યપાલએ 7 નવેમ્બરને રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉલ્લેખ કરીને ગુજરાતમાં કેન્સરના વધતા આંકડાઓ રજૂ કર્યા.ગુજરાત પ્રદેશ કેન્સર સોસાયટીના અધ્યક્ષ તરીકે તેમણે માહિતી આપી કે ગુજરાતમાં દરરોજ 790 નવા કેન્સરના દર્દીઓ સામે આવી રહ્યા છે.2020માં 70,000 કેન્સરના દર્દીઓ હતા, જે પાંચ વર્ષમાં વધીને પ્રતિ વર્ષ દોઢ લાખ નવા દર્દીઓ થઈ ગયા છે.પીએમ જન આયુષ્માન […]

બ્રાઝિલિયન મોડેલ પછી, પુણેના વકીલના ફોટાએ વિવાદ ઉભો કર્યો

નવી દિલ્હી: લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા મત ચોરીના આરોપો બાદ, એક નવો વિવાદ ઉભો થયો છે. બિહાર ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન પુણેની એક મહિલાની આંગળી પર શાહી લગાવેલો ફોટો વાયરલ થયો છે. આ ફોટાથી કોંગ્રેસના એ આરોપોને વધુ મજબૂતી મળી છે જેમાં તેમણે દાવો કર્યો છે કે ભાજપ દેશમાં ચૂંટણી જીતવા માટે મતોની ચોરી […]

ઇન્ડોનેશિયામાં હાઇસ્કૂલના કેમ્પસમાં વિસ્ફોટ, બાળકો સહિત 54 લોકો ઘાયલ

નવી દિલ્હી: ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં એક હાઇસ્કૂલના કેમ્પસમાં નમાજ દરમિયાન વિસ્ફોટ થયા હતો. આ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 54 લોકો ઘાયલ થયા હતા, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા. વિસ્ફોટોનું કારણ જાણવા નથી મળ્યું. જકાર્તા પોલીસે જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં સંકેત મળ્યો છે કે વિસ્ફોટ મસ્જિદના લાઉડસ્પીકર પાસે થયા હતા. જકાર્તા પોલીસે જણાવ્યું કે પોલીસ એન્ટી બોમ્બ સ્ક્વોડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code