1. Home
  2. Tag "Harsh Sanghvi"

અમદાવાદ શહેરમાં સૌ પ્રથમ ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમ તૈયાર કરાયો

અમદાવાદ: શહેર પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. વિપરીત પરિસ્થિતિમાં ફસાયેલાં બાળકોને બચાવી તેમના માટે સાથે સાનુકૂળ માહોલનું સર્જન કરી ફરી સામાન્ય જીવન ગુજારવામાં મદદરૂપ થવા શહેર પોલીસ દ્વારા પાલડી પોલીસ સ્ટેશન ખાતે માં ફાઉન્ડેશનના સહયોગથી એક ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમ તૈયાર કરાયો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે આ ચાઈલ્ડ ફ્રેન્ડલી […]

ભગવાન દ્વારકાધીશને હર્ષ સંઘવીએ બાવન ગજની ધજા અર્પણ કરી

અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાનું સંકટ ટળતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભગવાન દ્વારકાધીશની વિશેષ વંદના કરતા આજે ભગવાનને બાવન ગજની ધજા અર્પણ કરી હતી. આ સાથે દ્વારકા તેમજ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરી હતી. મંત્રી હર્ષ સંઘવીએ દ્વારકામાં જગત મંદિર ખાતે ધજાજીનું શોડષોપચારથી પુજન કર્યું હતું.  અહીંના આચાર્યોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે  પૂજન કરાવ્યું હતું. તેમજ […]

ગુજરાત પોલીસે ફરી એકવાર આતંકવાદી ઈરાદાઓનો પર્દાફાશ કર્યોઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ ગુજરાત એટીએસ અને પોલીસની ટીમોએ આઈએસઆઈએસ મોડ્યુઅલનો પર્દાફાશ કરીને એક મહિલા સહિત ચાર કથિત આતંકવાદીઓને ઝડપી લીધા છે. દરમિયાન રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ એટીએસ અને ગુજરાત પોલીસને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ પોલીસની કામગીરીની વખાણ કરીને આતંકવાદીઓને બક્ષવામાં નહીં આવે તેવો હુંકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસે ભૂતકાળમાં આતંકવાદીઓની મેલી મુરાદનો […]

ગુજરાતમાં ISIS મોડ્યુલ કેસમાં ચોંકાવનારા ખુલાસા, પાકિસ્તાન કનેક્શન ખુલ્યું

અમદાવાદઃ શહેરમાં અષાઢીબીજના પાવન પર્વ ઉપર ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા યોજાવવાની છે. આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. દરમિયાન ગુજરાત ત્રાસવાદી વિરોધી દળ એટલે કે એટીએસની ટીમે આઈએસઆઈએસ મોડ્યુઅલનો પર્દાફાશ કરીને પોરબંદર અને સુરતથી એક મહિલા સહિત ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. તેમની […]

રાજકોટ: પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા ૧૩ લોકોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાયા

રાજકોટ – પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ રાજકોટમા નિવાસ કરતા ૧૩ વ્યક્તિઓને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કલેકટર કચેરી ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ “કેમ છો બધા” કહીને સૌને સહર્ષ આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર સ્થળાંતરિત થયેલ નાગરિકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે હરહંમેશ […]

ઉદ્યોગોની આર્થિક સલામતી અને સુરક્ષા માટે SITની રચના કરાઈ

અમદાવાદઃ ગુજરાતના ઉદ્યોગોને વિકાસમાં કોઈ વિક્ષેપ ન આવે તે તરફ સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. દરમિયાન મોરબીમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોરબીના ઉદ્યોગોની આર્થિક સલામતી અને સુરક્ષા માટે SIT ની રચના કરી અને તેનો આજથી જ અમલ પણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ તકે ઉપસ્થિત મોરબીના ઉદ્યોગ જગતના અગ્રણીઓએ આ નિર્ણયને વધાવ્યો હતો. મોરબી ખાતે […]

લવ જેહાદની ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરવા હર્ષ સંઘવીની પોલીસને તાકીદ

અમદાવાદઃ ગુજરાતની ધરતી ઉપર પ્રેમ કરવાનો કોઈ ગુનો નથી, પરંતુ કોઈ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવનારને છોડવામાં આવશે નહીં. તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમજ લવ જેહાદની ઘટનાને લઈને પોલીસને તાકીદ કરી હતી કે, આવી અરજી આવે તો તેની ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. હર્ષ સંઘવીએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના […]

તલાટી કમ મંત્રીની પરીક્ષાનું પરિણામ જૂન મહિનામાં આવે તેવી શકયતા

અમદાવાદઃ રાજ્યમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા સંપન્ન થઈ હતી. જેથી વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ પરીક્ષાનું પરિણામ આગામી જૂન મહિનામાં જાહેર થાય તેવી શકયતા છે. ઉચ્ચ અધિકારી હસમુખ પટેલે તલાટી કમ મંત્રીની શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થતા પોલીસ વિભાગ, એસટી તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર, સ્થાનિક જનતા અને અમદાવાદના રિક્ષા ચાલકોનો […]

અમદાવાદમાં એસ.જી હાઈવેથી એરપોર્ટ સુધીનો રસ્તો ડસ્ટ ફી બનાવાશે

અમદાવાદઃ CREDAIની સ્થાપનાના 43 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે આયોજિત ‘પાથ ટુ પ્રાઈડ’માં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે સરકારની સક્રિયતાથી ગુજરાતમાં વ્યાપક પરિવર્તનો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થવા બદલ સરકારની સાથે બિલ્ડર્સનું યોગદાન પણ વધાવવા જેવું છે. આજે સરકારના પ્રોત્સાહક અભિગમ હેઠળ વિકાસ કાર્યમાં મહેસૂલી […]

દક્ષિણ ગુજરાતના માર્ગો ઉપર જોવા મળશે નવી એસટી બસ, નવસારીમાં 125 નવી બસનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા 125 નવીન બસોનું વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ નવસારીના લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે તેમની સાથે નવસારી સાંસદ સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહયા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજયના તમામ શહેરો અને અંતરિયાળ ગામોને પરિવહન સેવાથી સાંકળી લઇ તેમજ કોઇપણ ગામ પરિવહન સેવાથી વંચિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code