1. Home
  2. Tag "heatwave"

પૂર્વોત્તર ભારતમાં વાવાઝોડા અને તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગની આગાહી અનુસાર, એક ચક્રવાતી પરિભ્રમણ ઇશાન બાંગ્લાદેશ ઉપર આવેલું છે અને એક ટ્રફ રેખામાં બિહારથી નાગાલેન્ડ સુધી નીચા ટ્રોપોસ્પેરિક સ્તરોમાં ચાલે છે. બીજું ચક્રવાત પરિભ્રમણ ઉત્તર-પૂર્વ આસામમાં નીચા ટ્રોપોસ્પેરિક સ્તરમાં આવેલું છે. બંગાળની ખાડીથી ઉત્તર-પૂર્વ ભારત સુધીના ઝડપી દક્ષિણ-પશ્ચિમ પવનો પ્રવર્તે છે. તેમના પ્રભાવ હેઠળ અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, […]

કાળઝાળ ગરમીમાં ખેતી કામ કરતા ખેડૂતો માટે હીટવેવને લઈને એડવાઈઝરી જાહેર કરાઈ

અમદાવાદઃ ઉનાળાના બળબળતા તાપ વચ્ચે ખેતી કાર્યોમાં રાજ્યના ખેડૂતો હીટવેવ (લૂ)થી બચી શકે તે માટે ખેતી નિયામકની કચેરી દ્વારા હીટવેવ સામે લેવાના સાવચેતીના પગલાઓ અંગે સામાન્ય એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ, ઉનાળુ મગ, ઉનાળુ ડાંગર, ઉનાળુ શાકભાજી, ઉનાળુ બાજરી પકવતા ખેડૂતોને ખેતી કાર્યોમાં યોગ્ય […]

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કાના મતદાનના દિવસે હીટવેવની કોઈ શક્યતા નથી

નવી દિલ્હીઃ DG IMD એ  ચૂંટણી પંચને જાણ કરી હતી કે આ મહિનાની 26મી તારીખે યોજાનારી સામાન્ય ચૂંટણીના બીજા તબક્કા માટે ગરમીના મોજાને લઈને કોઈ મોટી ચિંતા નથી. બીજા તબક્કામાં મતદાન થવા જઈ રહેલા 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે હવામાનની આગાહી સામાન્ય છે. દેશના અમુક ભાગોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન અને ગરમીના મોજાના અહેવાલોને ધ્યાનમાં રાખીને, આયોગે […]

કાળઝાળ ગરમીને પગલે હવામાન વિભાગે હિટવેવથી બચવા માટે ગાઈડલાઈન જાહેર કરી

અમદાવાદઃ ઉનાળાના આરંભ સાથે જ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં 20મી એપ્રિલ સુધી હિટવેવની આગાહી કરી હતી. બીજી તરફ રાજ્યમાં અમદાવાદ સહિત મોટાભાગના શહેરો-નગરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચ્યો છે. જેના પગલે હવામાન વિભાગે હિટવેવથી બચવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે. આ માર્ગદર્શિકામાં આકરી ગરમીથી બચવા શું કરવુ અને અને […]

દેશના કેટલાક રાજ્યોમાં 20મી એપ્રિલ સુધી હીટવેવનું હવામાન વિભાગનું એલર્ટ

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ 20 એપ્રિલ સુધી ઘણા રાજ્યો માટે હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે. IMDએ કહ્યું છે કે, આ અઠવાડિયું તાપમાન ખૂબ જ વધશે, જેના કારણે તીવ્ર ગરમી પડશે. લોકોને જરૂરી હોય ત્યારે જ બહાર જવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી પણ જારી કરવામાં […]

ગુજરાત સહિતના રાજ્યોમાં જૂન સુધી કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હીઃ દેશમાં લોકસભા ચૂંટણીનો ગરમાવો વધ્યો છે. બીજી તરફ દેશમાં ઉનાળાના આરંભ સાથે જ ઉત્તરભારત સહિતના રાજ્યોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. એટલું જ નહીં ચાલુ વર્ષે ઉનાળો વધારે આકરો બને તેવી શકયતા છે. બીજી તરફ બેંગ્લોર સહિતના શહેરોમાં ઉનાળાના ગરમીમાં પાણીની સમસ્યા વધારે વિકટ બની છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી જૂન […]

હિટવેવની આગાહીને પગલે કેન્દ્રીય આરોગ્ય વિભાગે તૈયાર કર્યો એક્શન પ્લાન

નવી દિલ્હીઃ “હીટવેવના વધુ સારા સંચાલન માટે લોકો માટે જાગૃતિ લાવવા તરફ સતત પ્રયત્નો જરૂરી છે કારણ કે અસરકારક લક્ષ અસરકારક સંચાલન તરફ દોરી જાય છે”. એમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ ગરમીને લગતી બીમારીના વ્યવસ્થાપન માટે જાહેર આરોગ્ય સજ્જતાની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરતાં જણાવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવ, 38 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આગમન સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન બપોરના સમયે લોકો ઓફિસ અને ઘરમાંથી કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉનાળાના આરંભની સાથે જ હિટવેવ નોંધાયાનું જાણવા મળે છે. રાજકોટમાં 39.3, ભુજમાં 39.1, સુરેન્દ્રનગરમાં 38.8, પોરબંદરમાં 37.3, કેશોદમાં 38 અને અમદાવાદમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. આગામી દિવસોમાં તાપમાનમાં […]

વધતા જતા ગરમીના પ્રકોપને લઈને આ રાજ્યોમાં શાળાઓની રજાઓ લંબાવાઈ

ગરમીના કારણે અનેક રાજ્યોમાં વેકેશન લંબાવાયું એક તરફ વરસાદ તો કેટલાક રાજ્યોમાં ભારે ગરમી દિલ્હીઃ- એક તરફ જ્યાં ગુજરાત અને રાજસ્થાનમાં બિપરજોયને લઈને વરસાદી માહોલ જામ્યો છે તો દેશના કેટલાક રાજ્યોમાં જૂનના 15થી વધુ દિવસ વિતી ગયો હોવા છત્તા ગરમી જવાનું નામ નથી લઈ રહી આસહીત હિટવેવના કારણે શાળાઓની રજાઓ મહિનાના અંત સુધી લંબાવવામાં આવી […]

ગુજરાતમાં આ સપ્તાહમાં ગરમી કહેર વર્તાવશે, તાપમાનનો પારો 42 ડિગ્રીને વટાવી જશે

અમદાવાદ: ગુજરાતમાં ઉનાળાના બે મહિના વિતી ગયા, ફાગણ અને ચૈત્ર મહિનામાં એકંદરે માવઠાભર્યું વાતાવરણને કારણે અસહ્ય ગરમી વેઠવી પડી નથી પણ હવે ક્રમશઃ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આગામી સપ્તાહમાં એટલે કે કાલે સોમવારથી શનિવાર સુધી તાપમાનમાં વધારો થશે. અને તાપમાનનો પારો 42 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે. અમદાવાદમાં મ્યુનિ,કોર્પોરેશન દ્વારા કાલથી બે દિવસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code