1. Home
  2. Tag "heavy rains"

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી; મુંબઈ અને નજીકના જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે

મુંબઈમાં ફરી એકવાર ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. સવારથી જ ઉપનગરો અને શહેરના મુખ્ય ભાગોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. તે જ સમયે, બાંદ્રા-સી લિંક રોડ પર સવારનો નજારો સાંજની જેમ અંધારું અને ધુમ્મસવાળું દેખાઈ રહ્યું છે. કાળા […]

જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને પગલે શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા ફરીથી આગામી આદેશ સુધી મુલતવી રાખવામાં આવી

જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં અવિરત વરસાદને કારણે શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા ફરીથી આગામી આદેશ સુધી મુલતવી રાખવામાં આવી છે. શ્રી માતા વૈષ્ણોદેવી દેવસ્થાન બોર્ડે ગઈકાલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. આ યાત્રા આજથી શરૂ થવાની હતી. ગયા મહિનાની 26મી તારીખે મુશળધાર વરસાદને કારણે યાત્રા માર્ગ પર ભૂસ્ખલન થતાં પહેલા યાત્રાને અસ્થાયી […]

ભારે વરસાદને લીધે માઉન્ટ આબુનો રોડ તૂટી જતા ભારે વાહનોની અવર-જવર બંધ

વરસાદને લીધે મહેસાણા, ખેડા અને બનાસકાંઠામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી, માઉન્ટ આબુ તરફ જતો એકમાત્ર રોડ આગામી આદેશ સુધી બંધ રહેશે, રોડ પર માત્ર માત્ર આવશ્યક સેવાઓને જ પરવાનગી આપવામાં આવશે, અમદાવાદઃ ગુજરાતમાં વરસાદને લીધે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેની હાલત બદતર બની છે. ત્યારે રાજસ્થાનના માઉન્ટ આબુમાં પહાડ પરનો રોડ તૂટી જતાં ભારે […]

ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન પ્રભાવિત, પંજાબમાં 20 લાખ લોકો પ્રભાવિત

નવી દિલ્હીઃ ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. પંજાબમાં પૂરની સ્થિતિ સૌથી ગંભીર છે, જ્યાં 2000થી વધુ ગામો અસરગ્રસ્ત થયા છે અને 20 લાખથી વધુ લોકો પર તેની અસર પડી છે. હાલમાં સતલુજ નદી પરના ડેમનું સમારકામ ચાલી રહ્યું છે, જેથી પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી શકાય. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં […]

જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્રીય ટીમ રાજ્યની મુલાકાતે

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે આંતર-મંત્રાલયની કેન્દ્રીય ટીમે ગઈકાલે રિયાસી જિલ્લાની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ટીમે સમુદાય-આધારિત આપત્તિ તૈયારીઓને મજબૂત બનાવવા અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓના પુનઃસ્થાપનને પ્રાથમિકતા આપવાનું સૂચન કર્યું હતું.રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) ના સંયુક્ત સચિવ કર્નલ કીર્તિ પ્રતાપ સિંહની આગેવાની હેઠળની […]

જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ બાદ રાજૌરી અને સાંબા જિલ્લામાં ભૂસ્ખલન, 19 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા

જમ્મુ અને કાશ્મીરમાં સતત ભારે વરસાદથી લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. કેટલીક જગ્યાએ ભૂસ્ખલન અને અન્ય જગ્યાએ નદીઓના વિકરાળ સ્વરૂપને કારણે લોકો ભયના છાયામાં મુકાઈ ગયા છે. એટલું જ નહીં, રાજૌરી અને સાંબા જિલ્લામાં પણ જમીન ધસી પડવાના બનાવો નોંધાયા છે. ભૂસ્ખલનની ઘટનાઓ બાદ, વહીવટીતંત્રે 19 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા. જેમાં રાજૌરીના 11 અને […]

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભારે વરસાદથી તબાહી, મૃત્યુઆંક 166 પર પહોંચ્યો

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ચોમાસાના વરસાદથી તબાહી ચાલુ છે. પંજાબ પ્રાંતમાં ચોમાસાને કારણે મૃત્યુઆંક 166 પર પહોંચી ગયો. સિયાલકોટ અને ઝેલમમાં વધુ બે લોકોના મોત બાદ આ આંકડો વધ્યો છે. આ સમય દરમિયાન, પ્રાંતના ઘણા શહેરોમાં ફરી એકવાર મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. પાકિસ્તાન હવામાન વિભાગ (પીએમડી) અનુસાર, સિયાલકોટમાં સૌથી વધુ  78 મીમી વરસાદ નોંધાયો છે. તે […]

નાગાલેન્ડઃ ભારે વરસાદને કારણે અનેક ભાગોમાં ભૂસ્ખલન

નવી દિલ્હીઃ ભારે વરસાદને કારણે નાગાલેન્ડના અનેક ભાગોમાં ભૂસ્ખલનના અહેવાલો છે. મુખ્ય પરિવહન માર્ગો, ખાસ કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 29 અને 2 ને ભારે નુકસાન થયું છે. ફેસામા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2 પર સૌથી વધુ નુકસાન થયું છે, જ્યાં જૂનથી ભૂસ્ખલનથી કોહિમા અને મણિપુર વચ્ચેનો પ્રાથમિક માર્ગ સંપર્ક તૂટી ગયો છે.રવિવારે ફેસામા-કિસામા-કિગવેમા માર્ગ પર થયેલા મોટા ભૂસ્ખલનને […]

ભારે વરસાદને લીધે અમદાવાદ-પાલનપુર હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો

પાલનપુરમાં 7 ઈંચ વરસાદથી રોડ-રસ્તાઓ અને દૂકાનોમાં પાણી ફરી વળ્યા, પાલનપુરથી આબુરોડને જોડતા હાઇવે પર પાણી ભરાયા, પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા અને ડીસા તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરાઈ પાલનપુરઃ બનાસકાંઠામાં ભારે વરસાદ પડ્યો છે.જેમાં પાલનપુરમાં 7 ઈંચ વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાયા છે. ઘરો-દુકાનોમાં પાણી ફરી વળ્યા છે. ખાસ કરીને, પાલનપુર-અમદાવાદ હાઈવે […]

ભારે વરસાદને લીધે વીજ વિક્ષેપ સર્જાતા સૌરાષ્ટ્ર-કચ્છના 167 ગામોમાં અંધારપટ

1181 વીજ ફીડરોમાં વિક્ષેપ સર્જાયો, ભાવનગરના 74, મોરબીના 26 અને અમરેલીના 20 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, વીજ પુરવઠો પૂર્વવત કરવા પીજીવીસીએલની ટીમ ફિલ્ડમાં ઉતરી અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વીજ વિપેક્ષ સર્જાયો છે. અને 167 ગામોમાં અંધારપટ સર્જાતા પીજીવીસીએલના કાર્મચારીઓએ વીજ પુરવઠો પૂર્વવત કરવા કામગીરી આરંભી દીધી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code