1. Home
  2. Tag "heavy rains"

ભારે વરસાદથી પ્રભાવિત છ જિલ્લામાં રાહત-કામગીરીની CM ભુપેન્દ્ર પટેલે કરી સમીક્ષા

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તીવ્ર વરસાદ અસરગ્રસ્ત 6 જિલ્લાઓની સ્થિતી તેમજ જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયેલી બચાવ-રાહત, માર્ગ મરામત સહિતની કામગીરીની તલસ્પર્શી સમીક્ષા સી.એમ-ડેશબોર્ડના માધ્યમથી કરી હતી. આ સમીક્ષા દરમિયાન તેમણે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદરના જિલ્લા કલેકટરોને સ્પષ્ટપણે જણાવ્યું કે, વરસાદનું જોર હળવું થતાં જ આપણી અગ્રતા […]

દ.ગુજરાતમાં ભારે વરસાદને પગલે વાહન વ્યવહાર ખોરવાયોઃ અમદાવાદ-મુંબઈ NH બંધ કરાયો

ચીખલી આલીપોર થી વલસાડ સુધીનો હાઈ-વે અવરજવર માટે બંધ કરાયો વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું ભારે વરસાદને પગલે અનેક માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયાં અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેથી નદીઓ ગાંડીતૂર બની છે અને રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં છે. તેમજ અનેક ગામોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. તેમજ પૂરની […]

ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ વચ્ચે 156 પાલિકાને રૂ. 17.10 કરોડની સહાય જાહેર કરાઈ

વરસાદી પાણીની સાફ-સફાઈ માટે સહાય પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા પુરી પાડવા તાકીદ અ-વર્ગની 22 નગરપાલિકાને પાલિકા દીઠ રૂ.20 લાખની સહાય અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારમાં પુરની પરિસ્થિતિ ઉભી થઈ છે અને અનેક ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે. દરમિયાન રાજ્યમાં ચારેકોર ભારે વરસાદને પગલે […]

નવસારીમાં ભારે વરસાદથી દશેરા ટેકરી વિસ્તારમાં પાણી ભરાતા વૃદ્ધાનું ડૂબી જતાં મોત

નવસારીઃ  જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન અસર પડી હતી.  જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે બે કાંઠે વહેતી થયેલી પૂર્ણાં નદીના જળસ્તરમાં વધારો થતા પુરની સ્થિતિ બની હતી. જેમાં નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. ખાસ કરીને શહેરના વોર્ડ નં. 13 માં દશેરા ટેકરી પાસેથી પસાર થતી ખાડીમાં પણ પાણી વધતા બાલાપીર દરગાહની […]

અમદાવાદમાં ભારે વરસાદમાં દવાખાનામાં ફસાયેલા પરિવારને પોલીસે વેનમાં ઘેર પહોંચાડ્યો

અમદાવાદઃ શહેરમાં રવિવારે સાંજથી પડેલા ભારે વરસાદથી શહેરીજનોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ હતું. વરસાદના પાણી રસ્તા, મકાનો અને દુકાનોમાં ભરાઈ ગયાં હતાં. રોડ પર પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો. આ સમયમાં ભારે વરસાદને કારણે વેજલપુરના એક પિતા તેમની બે બાળકીઓ સાથે દવાખાનામાં ફસાઈ ગયાં હતાં. કોઈપણ વ્યક્તિએ તેમને ઘરે પહોંચાડવા માટે મદદ […]

નર્મદા જિલ્લામાં ભારે વરસાદ, રાજપીપળામાં અનેક વાહનો તણાયા, અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા

રાજપીપીળાઃ નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ બરોબરનો જામ્યો છે. જિલ્લાના 5 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડતા કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. અનેક વિસ્તારો પાણીથી તરબોળ થઈ ગયા છે. રાજપીપળામાં અનેક વાહનો તણાયા હતા. તેમજ રાજપીપળા અને ડેડીયાપાડાને જોડતો રસ્તો પણ ધોવાયો હતો. તેમજ રસ્તા પર કેડસમાં પાણી ભરાયા હતા. નર્મદા જિલ્લાના વડા મથક […]

અમદાવાદમાં સરેરાશ 5 ઈંચ, પાલડીમાં 12 ઈંચ, રોડ પર પાણી ભરાયા, આજે શાળા-કોલેજો બંધ રહેશે

અમદાવાદઃ શહેરમાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે. રવિવારે સાંજથી શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થરૂ થયો હતો. 4 કલાકમાં સરેરાશ 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌથી વધુ 12.08 ઇંચ જેટલો વરસાદ પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં પડ્યો છે. આવતીકાલે સોમવારે પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. વરસાદના પગલે સોમવારે શાળા-કોલેજોમાં બંધ રાખવા કલેક્ટરે […]

ભારે વરસાદના કારણે કેદારનાથ યાત્રા પર રોક લગાવવામાં આવી

દહેરાદૂન:શુક્રવારે સાંજે વરસાદને કારણે અમરનાથ યાત્રામાં થયેલ ભારે તારાજી બાદ હવે ભારે વરસાદને જોતા કેદારનાથ યાત્રા પર રોક લગાવવામાં આવી છે.ભારે વરસાદની સ્થિતિને જોતા કેદારનાથ યાત્રા પર અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રૂદ્રપ્રયાગ જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે, યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ અપ્રિય […]

ડેડિયાપાડા તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદ, 10 ગામો સંપર્ક વિહોણા, મોહન નદી ગાંડીતૂર બની

રાજપીપળાઃ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગારદા તથા મોટા જાંબુડા કિનારેથી પસાર થથી મોહન નદીમાં ઘોડાપૂર આવતા 10 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. જેના કારણે તંત્ર દ્વારા સ્થાનિક લોકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.. દેડિયાપાડાના ગ્રામ્ય વિસ્તારો ગારદા, ખામ, ભુતબેડા, મોટા જાંબુડા, મંડાળા સહિતના અનેક ગામડાઓમાં ભારે વરસાદથી બેટસમાન […]

દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં ધોધમાર વરસાદઃ સુત્રોપાડામાં 10 ઈંચ વરસાદ

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં હતા. દરમિયાન દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથમાં કોડીનાર સુત્રાપાડામાં આભ ફાટવા જેવી સ્થિતિ ઉભી થઈ હતી.. રાત્રિ દરમિયાન ખાબકેલા 10 ઇંચ સુધીના વરસાદ બાદ ચોમેર પાણી ભરાયુ છે. એક જ દિવસમાં ગામડાઓ પાણીથી તરબોળ થયા છે. અનેક ગામોમાં પાણી ભરાયા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code