1. Home
  2. Tag "INCOME"

રાજકોટના માર્કેટ યાર્ડમાં ઘઉં, ચણાં, મેથી ધાણા સહિત પાકની ધૂમ આવક, વાહનોની લાગતી લાઈનો

રાજકોટઃ સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ગણાતા રાજકોટના માર્કેટ યાર્ડમાં રવિપાકની ધૂમ આવક થઈ રહી છે. યાર્ડમાં ઘઉં, ચણા સહિતની અનેકવિધ કૃષિ જણસીઓના ખડકલા થયા છે. શનિવારે પણ ચણા અને ઘઉંમાં રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી. જ્યારે કપાસ-મગફળી તેમજ મેથી-ધાણાના ઢગલા થયા હતા. કૃષિ પાક ભરેલા સેંકડો વાહનોની સાત કિલોમીટર લાંબી લાઇનો જોવા મળી હતી. જેને […]

દેશમાં ઓક્ટોબર મહિનામાં GSTની આવક 1.72 લાખ કરોડ થઈ, ઓક્ટોબર 2022ની સરખામણીએ વધારે

નવી દિલ્હીઃ તહેવારોની મોસમને કારણે ઓક્ટોબર મહિનામાં અદભૂત GST કલેક્શન જોવા મળ્યું છે. ઓક્ટોબર 2023માં કુલ GST કલેક્શન 1.72 લાખ કરોડ રૂપિયા હતું. ઑક્ટોબર 2023 માં GST કલેક્શન 1 જુલાઈ, 2017 ના રોજ GST લાગુ થયા પછીનું બીજું ઉચ્ચતમ સ્તર છે. ગત ઑક્ટોબર 2022ની સરખામણીમાં GST કલેક્શનમાં 13 ટકાનો ઉછાળો આવ્યો છે. નાણા મંત્રાલયે ઓક્ટોબર […]

રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળી કપાસ, ઘઉં અને સોયાબીનની ધૂમ આવક, સારા ભાવથી ખેડૂતોને રાહત

રાજકોટ:  સૌરાષ્ટ્રમાં સારા વરસાદ અને અનુકૂળ હવામાનને લીધે આ વખતે ખરીફ પાકનું વિપલ ઉત્પાદન થયું છે. અને ખેડુતો ખરીફ પાક વેચવા માટે માર્કેટયાર્ડ્સમાં આવી રહ્યા છે. જેમાં રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી, કપાસ અને સોયાબીનથી ધૂમ આવક થઈ રહી છે. માર્કેટ યાર્ડમાં શુક્રવારે  6,700 ક્વિન્ટલથી વધુ સોયાબીનની આવક થઈ હતી. આ સાથે જ કપાસ અને ઘઉંની […]

દેશમાં ઓગસ્ટ મહિનામાં જીએસટીની આવક 1.60 લાખ કરોડની નોંધાઈ

ઓગસ્ટ 2022ની સરખામણીએ 11 ટકાનો વધારો જીએસટી ચોરી અટકાવવા માટે કવાયત શરૂ કરાઈ નવી દિલ્હીઃ દેશની GST આવકમાં વાર્ષિક ધોરણે મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે. ઓગસ્ટમાં ભારતનું GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડ રહ્યું હતું. જે વર્ષ 2022 ઓગસ્ટની સરખામણીએ 11 ટકા વધુ હતું. રેવન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રાએ શુક્રવારે વાર્ષિક ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન વિશે […]

ગુજરાતના 207 જળાશયોમાં 48.74 ટકા પાણીનો સંગ્રહ

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે અને આગામી તા. 16મી જુલાઈથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ જળાશયોમાં પણ અત્યાર સુધીમાં સારા એવા પ્રમાણમાં નવા પાણીની આવક થઈ છે. રાજ્યના 207 જળાશયોમાં 48.74 ટકા જળસંગ્રહ થયુ છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 58.71 ટકા જળસંગ્રહ થયુ છે. તેમજ મધ્ય ગુજરાતના 17 […]

દેશમાં એક મહિનામાં GST પેટે રૂ. 1.87 લાખ કરોડનું કલેક્શન

નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી બાદ ભારતીય અર્થતંત્ર વેગવંતુ બન્યું હતું, જેના પગલે છેલ્લા એકાદ વર્ષથી જીએસટીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન એપ્રિલ 2023માં GST રેવન્યુ કલેક્શન રૂ. 1.87 લાખ કરોડ હતું, જે અત્યાર સુધીનો સૌથી વધુ ટેક્સ કલેક્શનનો આંકડો છે. નાણા મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. તા. 20મી એપ્રિલના રોજ […]

દેશમાં મોદી સરકારના શાસનમાં પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવક ડબલ થઈ

નવી દિલ્હીઃ ભારતમાં પ્રતિ વ્યક્તિની વાર્ષિક આવક ડબલ થઈ ગઈ છે. એનએસઓ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર સત્તામાં આવ્યા બાદ પ્રતિ વ્યક્તિની આવક ડબલ થઈને 1.72 લાખ ઉપર પહોંચી છે. જો કે, અસમાન આવક ડિસ્ટ્રીબ્યુશન એક મોટો પડકાર છે. વર્ષ 2014-15માં ભારતમાં પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવક 86647 રૂપિયા હતી. આ ઉપરાંત નવ વર્ષમાં […]

ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલમાં વેરા મારફતે સરકારને બે વર્ષમાં 18 હજાર કરોડથી વધુની આવક

અમદાવાદઃ પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલા વધારાને પગલે સામાન્ય પરિવારની આર્થિક મુશ્કેલીઓ વધી છે. દરમિયાન બે વર્ષમાં સરકારને પેટ્રોલ-ડિઝલ ઉપર વેરા મારફતે રૂ. 18 હજાર કરોડ જેટલી આવક થઈ હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત સીએનજી અને પીએનજી મારફતે 500 કરોડથી વધુની આવક થઈ છે. વિધાનસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, બે વર્ષમાં પેટ્રોલમાં […]

ભારતમાં લોકોની માથાદીઠ આવક વધીને વાર્ષિક 1.97 લાખ થઈ

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ ભાષણની શરૂઆત કરી અને નાણાકીય વર્ષ 2023-24 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, વિશ્વએ સ્વીકાર્યું છે કે ભારતીય અર્થતંત્ર એક ચમકતો સિતારો છે. એવું માનવામાં આવે છે કે આપણી અર્થવ્યવસ્થા 7 ટકાના દરે વૃદ્ધિ કરશે, જે વિશ્વના અર્થતંત્રમાં સૌથી વધુ છે. નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા […]

ભારતીય રેલવેની આવકમાં નોંધપાત્ર વધારો, નવ મહિનામાં 48913 કરોડની આવક

નવી દિલ્હીઃ ભારતીય રેલ્વેની મુસાફરીની આવકમાં 71 ટકા જેટલો વધારો નોંધાયો છે. એપ્રિલથી ડિસેમ્બર 2022 દરમિયાન રેલવેની આવક વધીને 48 હજાર 913 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉના વર્ષના આ જ સમયગાળા દરમિયાન 28 હજાર 569 કરોડ રૂપિયા હતી. 1લી એપ્રિલથી 31મી ડિસેમ્બર 2022ના સમયગાળા દરમિયાન આરક્ષિત મુસાફરીની આવક અગાઉના વર્ષના સમાન સમયગાળા દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code