1. Home
  2. Tag "increase"

ઉત્તરાયણને મોંઘવારીનું ગ્રહણઃ પંતગ-દોરીના ભાવમાં 30થી 50 ટકાનો વધારો

અમદાવાદઃ ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. દર વર્ષે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં મકરસક્રાંતિ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. તા. 14 અને 15મી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ અને વાસીઉત્તરાયણના દિવસે આકાશ રંગબેરંગી પતંગની છવાઈ જાય છે. જો કે, આ વર્ષે ઉત્તરાયણ પર્વમાં પતંગરસિયાઓના ખિસ્સા હલકા કરશે. પતંગ અને દોરીના ભાવમાં 30થી […]

પાટણ પંથકમાં આકાશમાં વાદળો ઘેરાયા, ઠંડીમાં ક્રમશઃ વધારો થશે

પાટણ: શિયાળાનો કારતક પૂર્ણ થઈને માગશર મહિનો બેસી ગયો છે. વારેઘડીએ હવામાનમાં ફેરફાર થતો હોવાથી હજુ જોઈએ તેટલી ઠંડી પડતી નથી. જોકે છેલ્લા બે દિવસથી ઠંડીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. જોકે ઉત્તર ગુજરાતમાં વાતાવરણે આજે કંઈક અસલી મિજાજ જ દેખાડ્યો હતો. પાટણ જિલ્લામાં આજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સમગ્ર જિલ્લામાં આકાશમાં કાળા ડિબાંગ […]

ગોહિલવાડ પંથકમાં રવિપાકના વાવેતરમાં 24.38 ટકાનો વધારો, ડુંગળીનું 26,600 હેકટરમાં વાવેતર

ભાવનગરઃ  ગોહિલવાડ પંથકમાં  આ વર્ષે તમામ મોટા જળાશયોમાં નોંધપાત્ર પાણીનો સંગ્રહ થયેલો હોય અને મોટા ભાગના ડેમ ચોમાસાના અંત સુધી 100 ટકા ભરાયેલા હોય આ વર્ષે રવિ પાકના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ થઇ છે.  ગત વર્ષે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં ભાવનગર જિલ્લામાં રવિ પાકનું કુલ વાવેતર 73,400 હેકટર થયું હતુ. તે આ વર્ષે 17,900 હેકટર વધીને […]

આરોગ્યના અધિક મુખ્ય સચિવ કહે છે કે, લગ્ન-ભોજન સમારંભોના લીધે કોરોનાના કેસ વધ્યાં

અમદાવાદ:  રાજ્યમાં ઠંડીની ધીમા પગલે શરૂઆત સાથે જ કોરોનાના કેસમાં પણ ધીમા પગલે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં  છેલ્લાં કેટલાંક દિવસથી દરરોજના કોરોનાના નવા કેસ 60થી 70 જેટલા નોંધાઈ રહ્યા છે. ત્યારે લગ્નની સિઝન હોવાના કારણે કોરોનાના કેસો વધ્યા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવનું માનવું છે. અહીં નોંધનીય છે કે  શનિવારે ગુજરાતમાં કોરોના […]

અમદાવાદમાં સ્કૂલ વાનના ભાડાંમાં રૂ.200 અને રિક્ષા ભાડાંમાં રૂ.100નો વધારો કરાયો

અમદાવાદઃ દરેકને મોંઘવારી નડે છે. હવે સ્કુલવાન ચાલકોએ પણ વર્ધીના ભાડા વધારી દીધા છે. સીએનજી ગેસ, પેટ્રોલ, વીમો, સ્પેરપાર્ટ્સ તેમ જ મોંઘવારીને પગલે સ્કૂલ વર્ધી એસોસિએશનને સ્કૂલ વર્ધીનાં વાહનોમાં 20 ટકા સુધીનો વધારો કર્યો છે. એસોસિએશને ત્રણ વર્ષ પછી સ્કૂલ વાનનું પાંચ કિમી સુધીનું માસિક ભાડું રૂ. 1800 અને સ્કૂલ રિક્ષાનું ભાડું રૂ.1050 કરાતા વાલીઓ […]

સ્કુલ વર્ધીના વાહનોમાં પણ 20 ટકા વધારો કરવાની શાળા સંચાલકોની પેરવી

અમદાવાદઃ રાજ્યમાં ધો. 1થી 5ના વર્ગોની શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. સ્કૂલો ઓફલાઇન શરૂ થયા બાદ વાલીઓ માટે બાળકને સ્કૂલે મુકવા-લેવાની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની છે. વાલીઓ પર આર્થિક બોજ વધી શકે છે. સ્કૂલ સંચાલકો ટ્રાન્સપોર્ટેશન ફીમાં 20 ટકા સુધીનો વધારો કરી શકે છે. જ્યારે સ્કૂલ વર્ધી એસોસિએશન પણ ભાડાંમાં કેટલો વધારો કરવો […]

ગુજરાતમાં બેવડી ઋતુથી વાયરલ બીમારીના દર્દીઓમાં વધારો, કોરોનાના કેસ વધતા તંત્ર એલર્ટ

અમદાવાદઃ રાજ્યમાં શિયાળાના આગમન સાથે ધીમા પગલે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. જોકે રાત્રે ઠંડી અને બપોરના ટાણે થોડી ગરમી એમ બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. તેના લીધે રોગચાળો પણ વકર્યો છે. ગુજરાતમાં ઘરે ઘરે બીમારીના ખાટલા પથરાયેલા જોવા મળી રહ્યાં છે, તો દવાખાના દર્દીઓથી ઉભરાયા છે. બીજી તરફ કોરોના ધીરે ધીરે માથુ ઉચકી રહ્યો […]

વર્ક ફ્રોમ હોમને લીધે બ્રોડબેન્ડની જરૂરિયાત ઊભી થતાં લેન્ડલાઈન ફોનના 91 હજાર જોડાણો વધ્યા

અમદાવાદઃ દરેકનો એક જમાનો હોય છે. લેન્ડલાઈન ફોનનો પણ એક જમાનો હતો. ઘરમાં લેન્ડલાઈન ફોન હોય તો સ્ટેટ્સ ગણાતું હતું, બીએસએનએલમાં લેન્ડ લાઈન ફોનનું કનેક્શન મેળવવા માટે વેઈટિંગ લિસ્ટ ચાલતું હતું. એમપી ક્વોટામાંથી ફોનના ક્નેક્શન મેળવવા માટે પણ ભાવ બોલાતા હતા. લેન્ડલાઈન બાદ મોબાઈલ ફોનનો જમાનો આવ્યો. અને લેન્ડલાઈન ફોનના કનેક્શનો રદ થવા લાગ્યા, બીએસએનએલએ […]

અમદાવાદમાં નૂતન વર્ષના આરંભે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો, 4 દિવસમાં 450 કેસ નોંધાયાં

અમદાવાદઃ દિવાળીના તહેવારોમાં ફટાકડાંના ધૂંમાડાના કારણે શ્વાસની બીમારી હોય તેવા ઘણા લોકોને મુશ્કેલી પડી હતી. નવા વર્ષના આગમન ટાણે જ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વાદળછાંયા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. હવામાન બદલાતા હવે સિઝનલ વાઈરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો થવા માંડ્યો છે. અમદાવાદમાં દિવાળીના તહેવાર દરમિયાન વાઈરલ ઈન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં વધારો થયો […]

રાજ્યમાં છેલ્લા બે દિવસમાં ઈમરજન્સીના કેસમાં વધારો નોંધાયો, 108ને 1755 કોલ મળ્યાં

અમદાવાદઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવારો દરમિયાન ઈમરજન્સી કેસમાં વધારો નોંધાયો હતો. દિવાળીના તહેવારમાં ખાસ કરીને દાઝવા અને અકસ્માતના કેસોમાં વધારો થતો હોય છે. તે ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફની ઘટનાઓ પણ વધુ નોંધાતી હોય છે. આ વખતે 108 ઈમર્જન્સી સર્વિસને એલર્ટ મોડ પર રાખવામાં આવી હતી.  આ વખતની દિવાળીમાં 108 દ્વારા 7888 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code