1. Home
  2. Tag "india"

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીરનો ઉલ્લેખ કરનાર પાકિસ્તાને ભારતનો સણસણતો જવાબ

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાને કાશ્મીરનો ઉલ્લેખ કર્યા બાદ ભારતે ભારે નારાજગી વ્યક્ત કરી છે. ભારતે આવા પાયાવિહોણા અને ખોટા નિવેદનો માટે પાડોશી દેશની આકરી ટીકા કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના મંત્રી પ્રતીક માથુરે જણાવ્યું હતું કે, આજે એક પ્રતિનિધિમંડળે પાયાવિહોણી અને ખોટી વાર્તાઓ ફેલાવવા માટે આ પ્લેટફોર્મનો દુરુપયોગ કર્યો છે. જો કે, […]

ભારત-બાંગ્લાદેશ ટેરરિઝમ અને કટ્ટરવાદ મામલે સાથે મળીને કામ કરશે

નવી દિલ્હીઃ ભારતની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક મળી હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ અમારી ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિ, એક્ટ ઈસ્ટ પોલિસી, વિઝન સાગર અને ઈન્ડો-પેસિફિક વિઝનના સંગમ પર સ્થિત છે. છેલ્લા એક જ વર્ષમાં અમે સાથે મળીને લોક કલ્યાણના અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને પૂરા […]

ભારતનું INS સુનયના મોરિશિયસના પોર્ટ લુઇસ પહોંચ્યું

નવી દિલ્હીઃ દક્ષિણ પશ્ચિમ IOR પર લાંબા અંતરની ગોઠવણ અંતર્ગત  INS સુનયના, 20 જૂન 24ના રોજ પોર્ટ લુઇસ, મોરિશિયસમાં પ્રવેશ્યું. પોર્ટમાં પ્રવેશતા પહેલા, જહાજ મોરિશિયસ કોસ્ટ ગાર્ડ (MCG) શિપ બારાકુડા અને એમપીએફ ડોર્નિયર સાથે મોરિશિયન ઇઇઝેડની દરિયાઇ દેખરેખમાં રોકાયેલું હતું. આ પ્રદેશમાં સંયુક્ત ઇઇઝેડ પેટ્રોલિંગ આ ક્ષેત્રમાં સહકારી દરિયાઈ સુરક્ષા પ્રત્યે ભારતીય નૌકાદળની સહિયારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે […]

દેશમાં ઉનાળો રહ્યો આકરો, હિટસ્ટ્રોકને કારણે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 143 વ્યક્તિના મોત

નવી દિલ્હીઃ દેશના મોટાભાગના વિસ્તારોમાં લોકો હાલ તીવ્ર ગરમી અને હીટવેવનો સામનો કરી રહ્યા છે. આ વર્ષે ગરમીનું મોજું એટલું ખતરનાક રહ્યું છે કે અત્યાર સુધીમાં દેશમાં ગરમીના કારણે રેકોર્ડ 143 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમજ 41,789 લોકો હીટસ્ટ્રોકનો ભોગ બન્યા હતા. આ આંકડા 1 માર્ચથી 20 જૂન સુધીના છે. હીટવેવને કારણે જીવ ગુમાવનારા લોકોની […]

પાકિસ્તાને UN માં ફરી આલોપ્યો કાશ્મીર રાગ, ભારતે આંતકવાદ અને લઘુમતી મામલે પાકિસ્તાનને આડેહાથ લીધુ

નવી દિલ્હીઃ દેવાની જાળમાં ફસાયેલ અને ચીનના ઈશારે કામ કરીને પાકિસ્તાન સતત કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવી રહ્યું છે. જો કે, તેને ભારતીય અધિકારીઓના સ્પષ્ટ જવાબોને કારણે વિવિધ મંચ ઉપર નીચે જોવાનો વારો આવે છે. હવે ફરી જ્યારે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે ત્યારે ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતની પ્રથમ […]

10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ભારતે સપ્ટેમ્બર 2014માં સંયુક્ત રાષ્ટ્રમાં ‘યોગ દિવસ’ મનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો

નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વ આજે યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. યોગ દિવસની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી. આ 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (SKICC)માં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને યોગ પ્રેમીઓ સાથે યોગ કરશે. આ ઉપરાંત ભારતના વિવિધ શહેરો અને નગરો […]

ભારતની નાણાકીય વ્યવસ્થા ખૂબ જ મજબૂત સ્થિતિમાં : RBI ગવર્નર શક્તિકાંત દાસ

મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે મુંબઈમાં ઈન્દિરા ગાંધી ઈન્સ્ટિટ્યૂટ ઑફ ડેવલપમેન્ટ રિસર્ચ (IGIDR) કેમ્પસમાં નાણાકીય સ્થિતિસ્થાપકતા પરની વૈશ્વિક પરિષદમાં જણાવ્યું હતું કે, આપણી સ્થાનિક નાણાકીય વ્યવસ્થા હવે ઘણી મજબૂત સ્થિતિમાં છે. તેમણે કહ્યું હતું કે, અમારા સમયસર પગલાંથી અસુરક્ષિત લોનની વૃદ્ધિ ધીમી પડી. જો ધ્યાન ન રાખવામાં આવે તો અસુરક્ષિત દેવાની નબળાઈઓ […]

ભારતમાં વાયુ પ્રદુષણને કારણે 5 વર્ષથી ઓછી ઉંમરના 1.70 લાખ બાળકોના મોતનો અંદાજ

નવી દિલ્હીઃ ભારત માટે વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા છે. દેશના શહેરો, ખાસ કરીને દિલ્હી-એનસીઆર, પ્રદૂષણની દ્રષ્ટિએ સતત ટોચ પર રહે છે. દરમિયાન, સ્ટેટ ઓફ ગ્લોબલ એર રિપોર્ટ આવ્યો જે ખૂબ જ આશ્ચર્યજનક અને પરેશાન કરનારો છે. સ્ટેટ ઓફ ગ્લોબલ એર રિપોર્ટ અનુસાર, 2021માં ભારતમાં વાયુ પ્રદૂષણને કારણે પાંચ વર્ષથી ઓછી ઉંમરના લગભગ 170,000 બાળકોના […]

ભારતમાં યોગને વિવિધ ધર્મો અને દર્શનોમાં ઉચ્ચ કોટિનો દરજ્જો આપ્યો

અમદાવાદઃ ભારતીય સંસ્કૃતિમાં કેહવાયું છે કે, मनः प्रशमनोपायो योग इत्यभिधीयते ॥ એટલે કે મનને પ્રસન્ન રાખવા માટે યોગ જરૂરી છે. ભારતીય ધર્મ અને દર્શનમાં યોગનું ઘણું મહત્વ છે. આધ્યાત્મિક ઊર્જાની સાથે શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે યોગને વિવિધ ધર્મો અને દર્શનોમાં ખુલ્લા મને સ્વીકારવામાં આવ્યો છે. યોગ એક શારીરિક, માનસિક અને અધ્યાત્મિક અભ્યાસ છે જે મનુષ્યને શાંતિ પ્રદાન કરવાની સાથે પ્રકૃતિ સાથે […]

ખાલિસ્તાનીઓ મામલે કેનેડાને તેની ભાષામાં ભારતનો જવાબ

નવી દિલ્હીઃ ખાલિસ્તાન મામલે ભારત સરકારની અનેક વિનંતીઓ અને સૂચનો બાદ પણ કેનેડાનો ખાલિસ્તાન તરફી પ્રેમ ઓછો થતો જોવા મળતો નથી. કેનેડાની સરકાર ખાલિસ્તાની ઉગ્રવાદીઓને આકર્ષવાની કોઈ તક છોડતી નથી. તાજેતરનો મામલો હરદીપ સિંહ નિજ્જરનો છે. વાસ્તવમાં કેનેડાની સંસદમાં આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની યાદમાં મૌન પાળવામાં આવ્યું હતું, જેના જવાબમાં ભારતે પણ કેનેડાને આ જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code