1. Home
  2. Tag "india"

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત ફરીથી બન્યું નંબર-1, રોહિત એન્ડ બ્રિગેડે ત્રણેય ફોર્મેટમાં પ્રાપ્ત કરી બાદશાહત

નવી દિલ્હી: ટીએમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં 4-1થી હરાવીને ફરી એકવાર નંબર-1નું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેની સાથે ભારત ફરી એકવાર ત્રણેય ફોર્મેટની આઈસીસી રેન્કિંગમાં બાદશાહત પ્રાપ્ત કરવામાં કામિયાબ રહ્યું છે. ભારતને ઓસ્ટ્રેલિયાથી નંબર-1 ટેસ્ટ ટીમનો તાજ છીનવ્યો છે. ધર્મશાલા ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ઈનિંગ અને 64 રનથી હરાવ્યા બાદ ભારતની આઈસીસી રેટિંગ 122 થઈ […]

ધર્મશાળા ટેસ્ટમાં ભારતનો 64 રન અને એક ઈનિંગ્સથી વિજ્ય, ઈંગ્લેન્ડ સામે 4-1થી સીરિઝ જીતી

નવી દિલ્હીઃ ધર્મશાળામાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે જ મેચનું પરિણામ આવી ગયું છે. ભારતનો 64 અને અને ઈનિંગ્સથી વિજ્ય થયો છે. ટીમ ઈન્ડિયા આ ટેસ્ટ જીતીને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોપ ઉપર જ રહેશે. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 218 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતીય […]

ભારતે હંમેશા વિશ્વના દેશોને શાંતિ, ભાઈચારો અને એકતાનો સંદેશો આપ્યો છે : આચાર્ય દેવવ્રતજી

ગાંધીનગરઃ ભારતે હંમેશા વિશ્વના દેશોને ‘શાંતિ, ભાઈચારો અને એકતા‘નો સંદેશો આપ્યો છે. ભારત ‘અતિથિ દેવોભવ‘ માં માનનારો દેશ છે. ભારતમાં મહેમાનને દેવતા-પૂજનીય ગણવામાં આવે છે. તેમ, આજે રાજભવન, ગાંધીનગર ખાતે મધ્ય એશિયાના પાંચ દેશોના યુવા પ્રતિનિધિઓને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વર્ષ 2022થી શરૂ થયેલા ‘આંતરરાષ્ટ્રીય યુવા વિનિમય‘ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર […]

દેશમાં 740 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલને કાર્યરત કરાશે

નવી દિલ્હીઃ આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે, 2025-26 સુધીમાં દેશભરમાં 740 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલને કાર્યરત કરવામાં આવશે. યુનિયન આદિજાતિ બાબતોના પ્રધાન અર્જુન મુંડાએ કહ્યું છે કે 2025-26 સુધીમાં સમગ્ર દેશમાં 740 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલને કાર્યરત કરવામાં આવશે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે, તેમાંથી 401 એકલવ્ય મોડલ […]

ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેનનો પ્રારંભ, કોલકતામાં PM મોદીએ કર્યો શુભારંભ

કોલકતાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં રૂ. 15,400 કરોડના મૂલ્યના અનેક કનેક્ટિવિટી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ છ નવી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ અંતર્ગત કોલકાતાના હાવડા મેદાન અને એસ્પ્લેનેડ વચ્ચેની અંડરવોટર મેટ્રો ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી. આ ઉપરાંત ભારતમાં નદીની નીચેની પ્રથમ ટનલ પણ પરિવહન માટે […]

ભારતની સ્પેસ ટેકનોલોજી દરેક વ્યક્તિના જીવનને સ્પર્શી રહી છે: ડો. જીતેન્દ્ર સિંહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન ડો.જિતેન્દ્રસિંહે આજે જણાવ્યું હતું કે, વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં ભારત તેના હિસ્સામાં પાંચ ગણો વધારો કરવાનું લક્ષ્ય રાખે છે.  તેમણે ઉમેર્યું હતું કે, “ભારતનું અંતરિક્ષ અર્થતંત્ર આજે 8 અબજ ડોલરનું સાધારણ છે, પરંતુ અમારું પોતાનું અનુમાન એ છે કે 2040 સુધીમાં તે અનેકગણું વધી જશે. પરંતુ વધુ રસપ્રદ બાબત એ છે કે કેટલાક […]

ભારત આત્મનિર્ભરતા વિના રાષ્ટ્રીય હિતોને અનુરૂપ વૈશ્વિક મુદ્દાઓ પર સ્વતંત્ર નિર્ણયો લઈ શકતું નથી: રાજનાથસિંહ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ભારત આત્મનિર્ભરતા વિના રાષ્ટ્રીય હિતોને અનુરૂપ વૈશ્વિક મુદ્દાઓ પર સ્વતંત્ર નિર્ણયો લઈ શકતું નથી. આજે નવી દિલ્હીમાં DefConnect 2024 નું ઉદ્ઘાટન કરતાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ભારતે વિકસિત રાષ્ટ્ર બનવા માટે તકનીકી ટોચે પહોંચવું પડશે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકાર સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રને આત્મનિર્ભર […]

સીમા ક્ષેત્રમાં મળ્યું ચીની ડિવાઈસ-એન્ટિના લાગેલું બલૂન, થઈ રહી છે તપાસ

દહેરાદૂન: ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લાના દૂરવર્તી મુનાકોટ બ્લોકના જાખપંત ગામમાં એક બલૂન મળી આવ્યું છે અને તેમાં ચીની ભાષામાં કંઈક લખેલું હોય તેવું ડિવાઈસ મળ્યું છે. આ ડિવાઈસમાં લાંબા તાર, એન્ટિના અને ચાર્જર પણ લાગેલા છે. આ બલૂનના મળવાના સમાચાર ગ્રામ પ્રધાન પોલીસ અધિકારીઓને આપ્યા. ઘટનાસ્થળે પહોંચેલા જાજરદેવલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રકાશચંદ્ર પાંડેએ બલૂનને કબજામાં લઈને […]

Good News: મૂડીઝે ભારતના જીડીપી ગ્રોથના અનુમાનને વધાર્યું, વિકાસદરનું આકલન 6.1%થી વધારીને 6.8% કર્યું

નવી દિલ્હી: રેટિંગ એજન્સી મૂડીઝે સોમવારે 2024 માટે ભારતના જીડીપી ગ્રોથના અનુમાનને 6.1 ટકાથી વધારીને 6.8 ટકા કર્યું. ડિસેમ્બર સુધી ત્રણ માસમાં ભારતની આર્થિક વૃદ્ધિ મોટાભાગના અનુમાનોથી ઘણી વધારે રહી. રોયટર્સે બે સરકારી અધિકારીઓને ટાંકીને જણાવ્યુ છે કે જીડીપી ગ્રોથમાં વધારાના કારણે મુખ્ય સબસિડીમાં ભારે ઘટાડો થયો હતો. ડિસેમ્બરના ત્રિમાસિક સમયગાળામાં ભારતની જીડીપીએ ઉડાણ ભરી […]

પડકાર: ચીન બનાવી રહ્યું છે ગોળીઓ ચલાવનારું રોબોટ ડૉગ, લગાવે છે બેહદ સટીક નિશાન

બીજિંગ: ચીન એવો રોબોટ ડોગ બનાવી રહ્યું છે કે જે મોટા પ્રમાણમાં ગોળીઓ ચલાવી શકે છે. આ રોબોટ ડોગ ચાર પગવાળું એક મશીન છે, તેનો ઉપયોગ નવા ઈલેક્ટ્રોનિક પાળતું જાનવરોના રૂપમાં થઈ રહ્યો છે. આ ટ્રેક અને પીલ્ડ એથલીટ માટે ડિસ્ક્સ લઈ જવા જેવા કામો કરવામાં પણ સક્ષમ છે. ચીની સેનાએ મીડિયાના માધ્યમથી ફૂટેજ શેયર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code