1. Home
  2. Tag "india"

ભારત-પાકિસ્તાન વચ્ચે દુબઈમાં આજે ફરી મુકાબલો,કોણ કોના પર પડશે ભારી

ભારત-પાકિસ્તાન વચ્ચે યોજાશે મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મુકાબલો કોણ કોના પર પડશે ભારી મુંબઈ:એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર મુકાબલો થવા જઈ રહ્યો છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે એટલે કે આજે રમાનાર મેચ પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.આ હાઈ વોલ્ટેજ મેચમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની રોહિત શર્માના હાથમાં રહેશે.બાબર આઝમ પાકિસ્તાની […]

બાંગ્લાદેશઃ પીએમ શેખ હસીના 5 સપ્ટેમ્બરથી ચાર દિવસીય ભારતની મુલાકાતે આવશે

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના આ મહિનાની 5મીથી ચાર દિવસીય ભારતની મુલાકાતે આવશે. દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિદમ બાગચીએ જણાવ્યું હતું કે, મુલાકાત દરમિયાન બાંગ્લાદેશના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરડ સાથે મુલાકાત કરશે. તેમણે કહ્યું કે, શેખ હસીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય પરામર્શ કરશે. વિદેશ મંત્રી એસ જયશંકર બાંગ્લાદેશના પ્રધાનમંત્રી […]

ગુજરાતઃ ભરૂચ જિલ્લાના જંબુસરમાં ભારતના સૌપ્રથમ બલ્ક ડ્રગ્સ પાર્ક સ્થપાશે

અમદાવાદઃ કેન્દ્ર સરકારે ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા મંજૂરી આપી છે. ગુજરાત સહિત આંધ્રપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવાની કેન્દ્ર સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. ગુજરાતમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા જગ્યા આઈડેંટીફાઈ કરી બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા અર્થે […]

ભારતમાં આઠ વર્ષમાં મનરેગા યોજના હેઠળ 5 લાખ કરોડનો ખર્ચ કરાયોઃ નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ દેશમાં યુવાનોને રોજગારી મળી રહે તેવા પ્રયાસો મોદી સરકાર કરી રહી છે. દરમિયાન છેલ્લા 8 વર્ષમાં કેન્દ્ર સરકારએ મનરેગા યોજના હેઠળ 5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. કોરોના મહામારી દરમિયાન 20 ટકા જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. 8 વર્ષમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ રાજ્યને 20 હજાર કરોડ […]

INS વિક્રાંત: ભારતના દરિયાઈ ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ

નવી દિલ્હીઃ INS વિક્રાંતને ભારતીય નૌકાદળના ઇન-હાઉસ વૉરશિપ ડિઝાઇન બ્યુરો (WDB) દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળના જાહેર ક્ષેત્રના શિપયાર્ડ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે, વિક્રાંતને અત્યાધુનિક ઓટોમેશન સુવિધાઓ સાથે બનાવવામાં આવ્યું છે અને ભારતના દરિયાઈ ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ છે. સ્વદેશી એરક્રાફ્ટ કેરિયરનું નામ […]

INS વિક્રાંત 21મી સદીમાં ભારતની મહેનત, પ્રતિભા, પ્રભાવ અને પ્રતિબદ્ધતાનો પુરાવોઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​INS વિક્રાંત તરીકે પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજનું સંચાલન કર્યું હતું.. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને વસાહતી ભૂતકાળને દૂર કરીને અને સમૃદ્ધ ભારતીય દરિયાઈ વારસાને અનુરૂપ નવા નેવલ ચિહ્ન (નિશાન)નું પણ અનાવરણ કર્યું હતું. સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે આજે અહીં કેરળના દરિયાકિનારે, દરેક ભારતીય, એક નવા ભવિષ્યના સૂર્યોદયનો સાક્ષી છે. […]

દેશમાં ઓગસ્ટ મહિનામાં 1,43,612 કરોડની જીએસટીની આવક

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં ઓગસ્ટ 2022માં એક મહિનામાં રૂ. 1,43,612 કરોડની જીએસટીની આવક થઈ છે. આમ ઓગસ્ટ 2021ની સરખામણીમાં ગત મહિનામાં જીએસટીની આવકમાં 28 ટકાથી વધુનો વધારો થયો છે. સરકારે CGSTને ₹29,524 કરોડ અને IGSTમાંથી ₹25,119 કરોડ SGSTને સેટલ કર્યા છે. નિયમિત સેટલમેન્ટ પછી ઓગસ્ટ 2022 મહિનામાં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે ₹54,234 […]

દેશમાં વર્ષ 2023 સુધીમાં વિવિધ રાજ્યોમાં યોજનારી ચૂંટણીમાં નરેન્દ્ર મોદી જ હશે ભાજપનો સ્ટાર ચહેરો

નવી દિલ્હીઃ ભાજપએ દેશના વિવિધ રાજ્યોમાં આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને નવી રણનીતિ તૈયાર કરી છે. 2023 સુધી યોજાનારી તમામ વિધાનસભા ચૂંટણીઓ સામૂહિક નેતૃત્વ હેઠળ લડવામાં આવશે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ સ્ટાર ચહેરો રહેશે. રણનીતિ મુજબ કોઈપણ રાજ્યમાં મુખ્યમંત્રીનું નામ પ્રોજેક્ટ કરવામાં આવશે નહીં. જો કે, વર્તમાન મુખ્યમંત્રીઓને ચૂંટણી જીત્યા પછી પણ મુખ્યમંત્રી […]

કોરોનાના નવા સાત હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના દરરોજ કેસ સામે આવી રહ્યાં છે. બીજી તરફ રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન દેશમાં 24 કલાક દરમિયાન કોરોનાના સાત હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. હાલ દેશમાં કોરોનાના 64 હજાર જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. રાજ્યમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાનને વધારે તેજ કરવામાં આવ્યું છે. અત્યાર […]

સરહદ પરની સ્થિતિ ભારત-ચીન સંબંધોની સ્થિતિ નક્કી કરશેઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સરહદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું કે, સરહદ પરની સ્થિતિ ભારત-ચીનના સંબંધોની સ્થિતિ નક્કી કરશે. પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી સૈન્ય ગતિરોધ વચ્ચે વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સરહદ પરની સ્થિતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code