1. Home
  2. Tag "industrialists"

સુરતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક જીવન વિષય પર ઉદ્યોગકારો સાથે કર્યો સંવાદ

સુરતઃ શહેરના સરસાણા ખાતે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ‘પ્રાકૃતિક જીવન..શ્રેષ્ઠ જીવન’ થીમ પર આયોજિત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો સાથે સંવાદ કરતાં જણાવ્યું કે, દેશના નાગરિકોનું સુપોષણ અને સુસ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા પ્રવર્તમાન કૃષિ પદ્ધતિઓ સુધારવાના દાયિત્વ સાથે ઉદ્યોગકારો આગળ આવે તે સમયની માંગ છે. તેમણે આ અભિયાનમાં ઉદ્યોગકારોને જોડાઈ […]

દેશ-વિદેશના મહાનુભાવો, ઉદ્યોગપતિઓએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’ની લીધી મુલાકાત

ગાંધીનગરઃ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના સૂચન બાદ ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’માં દિવસ દરમિયાન દેશ-વિદેશના મહાનુભાવો-ઉદ્યોગપતિઓ ખાસ મુલાકાતે આવ્યા હતા. જેમાં મોરોક્કોના ઉદ્યોગ-વેપાર મંત્રી  રિયાદ મેઝુર,કોરિયાના એમ્બેસેડર ચાન જાએ બોક તેમજ ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર ફિલિપ ગ્રીન, હાઈ કમિશન ઓફ સિંગાપોર, એમ્બેસી ઓફ સ્લોવેનિયા, ભુતાન અને પોલેન્ડ ડેલિગેશન  સહિતના મહાનુભાવોએ ડોમ […]

બોટાદના 78 ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ. 306 કરોડના MOU કર્યાં

અમદાવાદઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટને સફળતાપૂર્વક બે દાયકા પૂર્ણ થતાં તેના ભાગરૂપે તેમજ આગામી ‘વાઈબ્રન્ટ ગુજરાત-2024’ની પ્રિ-ઈવેન્ટના ભાગરૂપે બોટાદના નાનાજી દેશમુખ ઓડોટોરીયમ હોલ, નગરપાલિકા ખાતે  ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત,વાઈબ્રન્ટ બોટાદ’ સમિટ યોજાઈ હતી.  આ પ્રસંગે મંત્રી ભાનુબેન બાબરીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં કહ્યું કે, […]

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024: મુંબઈમાં ભુપેન્દ્ર પટેલે ઉદ્યોગપતિઓ સાથે કરી બેઠક

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 સંદર્ભે મુંબઈ ખાતે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠક કરી હતી. આ વન-ટુ-વન મુલાકાત બેઠકની શરૂઆતમાં સૌપ્રથમ L&Tના ચેરમેન શ્રી એસ. એન. સુબ્રહ્મણ્યન સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન L&Tના ચેરમેને ગૃપ વિશે માહિતી આપતા કહ્યું હતું કે, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, બાંધકામ અને ઉત્પાદનમાં અજોડ […]

કોરોના બાદ રાજકોટમાં પહેલીવાર મશીન ટુલ્સ શોનું આયોજન,16 દેશના ઉદ્યોગકારો લેશે ભાગ

રાજકોટ:રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના મશીન ટુલ્સ શોનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના આજી વસાહત 80 ફૂટ રોડ પર એન.એસ.આઈ.સી.ગ્રાઉન્ડ ખાતે 21થી 24 સપ્ટેમ્બર સુધી આ શો યોજાશે.જેમાં 16 દેશના ઉદ્યોગકારો ભાગ લેશે.શહેરમાં બનતા મશીન ટુલ્સની ડિમાન્ડ વધતા હવે કાસ્ટિંગ, ફોર્જિંગ, ફાઉન્ડ્રીના ઉદ્યોગો 24 કલાક ધમધમવા લાગ્યા છે. મશીન ટુલ્સનું ઉત્પાદન દોઢ ગણું વધ્યું છે.હાલમાં દૈનિક વિવિધ […]

મોરબીના સિરામિક ઉદ્યોગના ઉત્પાદનમાં 50 ટકા કાપઃ ઉદ્યોગકારો હવે તેજીની રાહ જોઈ રહ્યા છે

મોરબી :  કોરોનાને કારણે અનેક ઉદ્યોગ-ધંધાને અગણિત નુકશાન થયું છે. જેમાં મોરબીનો સીરામિક ઉદ્યોગ પણ બાકાત નથી આ વર્ષે કોરોનાની બીજી લહેરમાં ઉત્પાદન પર માઠી અસર થઇ છે. મે મહિનાના બીજા અઠવાડિયાથી ઉત્પાદન ઘટવાનું શરું થયું અને ધીરે ઘીરે સરેરાશ 50 ટકા જેટલો ઘટાડો આવી ગયો છે. ઘરેલુ બજારમાં ઠેર ઠેર લોકડાઉનની સ્થિતિથી માગમાં કાપ […]

કોરોનાના લીધે જે ઉદ્યોગકારોના મૃત્યુ થયાં છે, તેમની મિલકતના ટ્રાન્સફર –વેચાણમાં ફી,દંડ માફ કરવા રજૂઆત

અમદાવાદઃ કોરોના સંક્રમણને કારણે રાજ્યની ઔદ્યોગિક વસાહતોમાં આવેલા એકમો ચલાવતા ઉદ્યોગપતિ કે સંચાલકોના પરિવારની હાલત કફોડી બની છે. કોરોનામાં મૃત્યુ પામેલા ઉદ્યોગકારના પ્લોટ ટ્રાન્સફર કરવા અથવા વેચાણમાં મુશ્કેલી આવી રહી છે, આ સંજોગોમાં ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિયેશનની માગણી છે કે સરકાર કોઇપણ પ્રકારની ફી કે દંડ લીધા વિના ટ્રાન્સફર કે વેચાણનું કામ સરળતાથી કરી […]

રાજકોટમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની વહારે ઉદ્યોગકારો આવ્યાઃ 200 બેડની હોસ્પિટલ શરૂ કરી

રાજકોટઃ કોરોનાના કપરા કાળમાં ઘણા ઉદ્યોગકારો માનવતા અને સામાજિક દાયિત્વ માનીને કોરોનાગ્રસ્ત દર્દીઓની વહારે આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો મેદાને આવ્યા છે. શહેરનાં આકાશવાણી ચોકમાં આવેલી એસ.એન.કે. સ્કૂલ ખાતે 200 બેડની ઓક્સિજન સાથેની કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જોકે વહીવટી તંત્ર દ્વારા માત્ર 3 ટન ઓક્સિજન પૂરું […]

કોરોનાને લીધે શ્રમિકોએ વતનની વાટ પકડતા તેમને રોકવા માટે ઉદ્યોગકારોએ પ્રયાસો શરૂ કર્યા

અમદાવાદઃ ગુજરાતભરમાં  ફરીથી  કોરોનાના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. તેથી મોટી સંખ્યામાં શ્રમજીવીઓ  ગુજરાતથી પોતાના માદરે વતન તરફ જઈ રહ્યા છે. મોટા પ્રમાણમાં શ્રમજીવીઓની શરૂ થયેલી હિજરતને કારણે ગુજરાતના ઉધોગપતિઓ ચિંતાતુર બન્યા છે. ગત વર્ષની માફક ચાલુ વર્ષે પણ કોરોના કાબુમાં નહીં આવતા લૉકડાઉન આપવામાં આવે તો ફસાઈ જવાના ડરે ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં શ્રમજીવીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code