1. Home
  2. Tag "isro"

ઈસરોઃ ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-1 2 સપ્ટેમ્બરે લોન્ચ થશે

નવી દિલ્હીઃ ચંદ્રયાન-3ની સફળ લેન્ડીંગ બાદ ઈસરોએ જાહેરાત કરી છે કે, 2 સપ્ટેમ્બરે દેશનો પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-1ને લોન્ચ કરશે. ઈસરોનું આદિત્ય એલ-1 મિશન સૂર્યમાંથી નીકળતી કિરણો ઉપર અભ્યાસ કરશે. ઈસરોની સ્પેસ એપ્લીકેશન ડાયરેક્ટર એમ.દેસાઈએ કહ્યું કે, આદિત્ય એલ-1 મિશન સંપૂર્ણ રીતે તૈયાર છે અને લોન્ચની રાહ જોવામાં આવી રહી છે. આદિત્ય એલ-1 મિશનને […]

ઈસરોએ ચંદ્રની સપાટી પર ચાલતા Rover Pragyan નો વીડિયો કર્યો જાહેર

બેંગલુરુ:  ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ સમગ્ર વિશ્વ ભારતના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર તરફથી આવી રહેલી જાણકારીની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. ભારતની સ્પેસ એજન્સી ઇસરો પણ સમયાંતરે આ મિશન સાથે જોડાયેલા અપડેટ શેર કરતી રહે છે. આ દરમિયાન એજન્સીએ એક્સ પર વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે. આવામાં ચંદ્રયાન-3નું રોવર ચંદ્રની સપાટી પર ઉતરતું […]

ઇસરોએ વધુ એક તસવીર જાહેર કરી,ચંદ્રયાન-2 ઓર્બિટરે મોકલી લેન્ડર વિક્રમની તસવીર

બેગ્લુરુ: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ તેના ચંદ્રયાન-3 મિશનની વધુ એક તસવીર જાહેર કરી છે. આ તસવીર ચંદ્રયાન-2ના ઓર્બિટરે લીધી છે. ચંદ્રયાન-2 ઓર્બિટરે ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમની તસવીર મોકલી છે. 23 ઓગસ્ટે સાંજે 6.04 વાગ્યે ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થયું હતું.આ પછી, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાને ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવાનું પોતાનું મિશન શરૂ […]

વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ પીએમ મોદી ઈસરોની લેશે મુલાકાત,વૈજ્ઞાનિકો સાથે કરશે વાતચીત

બેંગલુરુ: ચંદ્રયાન-૩ મિશન હેઠળ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર (વિક્રમ)નું સફળતાપૂર્વક ઉતરાણ કરવા અને ત્યાં રોવરને તૈનાત કરીને ઇતિહાસ સર્જવા બદલ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ના વૈજ્ઞાનિકો અને અધિકારીઓને અભિનંદન આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 26 ઓગસ્ટે બેંગલુરુ પહોંચશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી આર અશોકે ગુરુવારે જણાવ્યું હતું કે, કર્ણાટક ભાજપ એક […]

આગામી દિવસોમાં ISRO સૂર્ય અને શુક્ર વિશે અભ્યાસ કરશેઃ PM મોદી

નવી દિલ્હીઃ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ભારતના ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક ઉતરાયણ થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોહાનિસબર્ગથી વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. જ્યારે ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લેન્ડ થતા પીએમ મોદીએ પણ તિરંગો દર્શાવીને ખુશી વ્યક્ત કરી હતી. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન-3ની સફળતાને લઈને ભારતીય વૈજ્ઞાનિકો અને દેશની જનતાને અભિનંદન પાઠવ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું […]

જય હો…. ચંદ્ર ઉપર તિરંગો લહેરાયોઃ ચંદ્રયાન-3નું ચંદ્રમા ઉપર સફળતાપૂર્વક ઉતરાયણ

ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ (LM) બુધવારે સાંજે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતર્યું હતું. આમ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ આ ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ રહ્યું હતું. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) નો સમાવેશ કરતું લેન્ડર મોડ્યુલ સાંજે 6.04 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય […]

ચંદ્રોત્સવઃ દેશ મનાવી રહ્યો છે વિજ્ઞાનનો ઉત્સવ

ચંદ્રયાન-3 સાંજના 6.04 કલાકે ચંદ્રની સપાટી ઉપર લેન્ડીંગ કરવાનું છે. ચંદ્રના દક્ષિણ પોલમાં ચંદ્રયાન-3ના લેન્ડીંગનેને ગણતરીના કલાકો બાકી રહ્યાં છે, ભારતની 140 કરોજ જનતાને ચંદ્રયાન-3 સફળતા પૂર્વક લેન્ડીંગ કરશે તેવી આશા છે, એટલું જ નહીં ઈસરોના વૈજ્ઞાનિકોની કામગીરી ઉપર ગર્વ કરી રહ્યાં છે. બીજી તરફ ચંદ્રયાન-3ના લેન્ડીંગ દરમિયાન કોઈ ટેકનિકલ ખામીના સર્જાય તે માટે કરોડો […]

ઈસરોએ ચંદ્રયાન-3 ના નવા ફોટો કર્યા શેર, કહ્યું મિશન શેડ્યૂલ પર છે ‘ઓલ ઈઝ વેલ’

દિલ્હીઃ- દેશભર આવતીકાલની રાહ જોઈ રહ્યું છે દરેક લોકો ચંદ્રયાન 3 ના લેન્ડિંગને લઈને ઉત્સાહિત જોવા મળી રહ્યા છએ તો બીજી તરફ ઈસરો દ્રારા પળેપળની માહિતી એક્સ (ટ્વિટર) પર શેર કરવામાં આવી રહી છે ત્યારે હવે ઈસરો દ્રારા ચંદ્રયાનના લેટેસ્ટ ફોટોઝ શેર કરવામાં આવ્યા છે. આ સાથે ઈસરોએ જણાવ્યું છે કે કેવી રીતે ચંદ્ર પર […]

ચંદ્ર પર ઉતરતા પહેલા ચંદ્રયાન-3નું લેન્ડિંગ રાખવામાં આવી શકે છે મોકૂફ, ઈસરોએ નક્કી કર્યો રીઝર્વ ડે

શ્રીહરિકોટા: જો ચંદ્રયાન-3ના લેન્ડરને 23 ઓગસ્ટ 2023ના રોજ સાંજે 5.30 થી 6.30 વાગ્યાની વચ્ચે લેન્ડિંગ માટે યોગ્ય સ્થાન ન મળે તો લેન્ડિંગ મોકૂફ રાખવામાં આવી શકે છે. આ એક પ્રકારનો બેકઅપ પ્લાન છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો, દરેક વૈજ્ઞાનિક તેના મિશન માટે પ્લાન B બનાવે છે. ઈસરોએ પણ આવું જ કર્યું છે. ISROનું એક […]

ચંદ્રયાન-3ના લેન્ડીંગ વખતે કોઇ આકસ્મિક ઘટનાની અપેક્ષા નથીઃ ઈસરો

નવી દિલ્હીઃ ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન)ના ચેરમેન અને અવકાશ વિભાગના સચિવ ડો. એસ. સોમનાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ), કાર્મિક, જન ફરિયાદ, પેન્શન, પરમાણુ ઊર્જા અને અંતરિક્ષ રાજ્યમંત્રી વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહની આજે નવી દિલ્હીમાં મુલાકાત લીધી હતી અને તેમને 23 ઓગસ્ટ 2023નાં રોજ સાંજે નિર્ધારિત ચંદ્ર ઉતરાણ માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code