સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં દાદાને 500 કિલો જાંબુનો અન્નકૂટ ધરાવાયો
બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આજે અષાઢી બીજના દિને દાદાને 500 કિલોનો જાંબુનો અન્નકૂટ ધરાવાયો છે. તથા દાદાની મૂર્તિને રથયાત્રાની પ્રતિકૃતિ બનાવી શણગાર કરાયો છે. અને આજે સવારથી જ અન્નકૂટના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે અષાઢી બીજ નિમિત્તે હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. […]