1. Home
  2. Tag "junagadh"

સૌરાષ્ટ્રમાં ધરા ધ્રુજી, 3.4ની તીવ્રતાનો ભકંપનો આંચકો

અમદાવાદઃ સૌરાષ્ટ્રની ધરા આજે બુધવારે ફરી એકવાર ધણધણી હતી. બપોરના સમયે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. બપોરના લગભગ 3.18 કલાકે 3.4ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જો કે, સદનસીબે આ આંચકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં બપોરના સમયે ભૂકંપનો આંચકો આવ્યો હતો. બપોરના સમયે […]

શું સૌરાષ્ટ્રની આ બેઠકો પર નડશે ભાજપને ક્ષત્રિય ફેક્ટર, કઇ બેઠકો પર ભાજપનું પલડું ભારે ?

પોરબંદર લોકસભા બેઠક પોરબંદર લોકસભા બેઠક ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મેદાને છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા તેમની સામે ઉભા રહ્યા છે. આ બેઠક પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે, ત્યારે ભાજપ માટે અર્જુન મોઢવાડિયાનું પાસું મજબૂત સાબિત થઈ શકે છે. ભલે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ માંડવીયા સામે આયાતી ઉમેદવારનો આક્ષેપ કર્યો હોય, પરંતુ […]

વાતાવરણમાં આવેલા ફેરફારને પગલે ગીરની પ્રખ્યાત કેસર કેરી પર ખરણનું સંકટ

અમદાવાદઃ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ કેરી રસિકો કેરીની રાહ જોતા હોય છે. ટૂંક સમયમાં ગીરની પ્રખ્યાત કેસર કેરીનું બજારમાં આગમન થવા જઈ રહ્યું છે. પરંતું બદલાતા વાતાવરણના કારણે કેરીમાં ખરણ આવ્યું છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખરણ એટલે કે આંબા પરથી મધ્યમ કદની કેરી ખરવા લાગી છે. સાથોસાથ વેજીટેટિવ ગ્રોથ આવવા થી નવી […]

જુનાગઢમાં CM ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં નારાજ ગણાતા જવાહર ચાવડા, રીબડિયાની ગેરહાજરી

જૂનાગઢઃ  લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બુધવારે  જૂનાગઢ આવી પહોંચ્યા હતા. ભાજપ કાર્યાલય ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે જૂનાગઢ લોકસભા બેઠકના પ્રભારી ઉદય કાનગડ, જૂનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ પાર્ટીના કાર્યકરો સાથે બંધ બારણે બેઠક કરી છે. જોકે આ બેઠકમાં પૂર્વમંત્રી  જવાહર ચાવડા અને  પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા તેમજ  કોડીનાર તાલાલા અને ઉનાના ધારાસભ્યોની […]

હિટ એન્ડ રનઃ જૂનાગઢમાં કારે બાઈકને અટફેટે લેતા 3 યુવાનોના મોત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન જૂનાગઢમાં પૂરઝડપે પસાર થતી કારે મોટરસાઈકલને અડફેટે લેતા તેની ઉપર સવાર એક સગીર અને બે યુવાનોના કરૂણ મોત થયાં હતા. અકસ્માત બાદ કાર ચલાક ફરાર થઈ ગયાનું જાણવા મળે છે. આ અકસ્માત બાટવાના પાજોદ ગામ નજીક સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર બાટવાના […]

જૂનાગઢમાં 1000 પોલીસકર્મીઓની તહેનાતી સાથે બુલડોઝરથી દરગાહ કરાય ધ્વસ્ત, ગત વર્ષ થઈ હતી બબાલ

જૂનાગઢ: જૂનાગઢમાં એક 20 વર્ષ જૂની દરગાહને જમીનદોસ્ત કરવામાં આવી છે. શનિવારે મોડી રાત્રે લગભગ એક હજાર પોલીસક્રમીઓની તહેનાતી સાથે બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવી. ગત વર્ષ પણ પ્રશાસને આ દરગાહનને તોડવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યારે હિંસક ભીડે પથ્થરમારો કરીને હુમલામાં ઘણા વાહનોની આગચંપી કરી હતી. આ દરમિયાન હિંસામાં ઘણાં લોકો ઘાયલ પણ થયા હતા. […]

જુનાગઢના મહાશિવરાત્રીના મેળામાં બે લાખ ભાવિકો ઉમટી પડ્યા, આજે મૃગીકુંડમાં શાહી સ્નાન

જૂનાગઢ: ભવનાથની તળેટીમાં શિવરાત્રીના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. બે લાખથી વધુ લોકો મેળાને માણી રહ્યા છે. ઠેર ઠેર સાધુ-સંતોની રાવટીઓ, ધૂણીઓ ધખાવેલી જોવા મળી રહી છે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં ભાવિકો પુણ્યનું ભાથું ભરવા ભવનાથ ક્ષેત્રમાં ઊમટી પડ્યા છે આજે શિવરાત્રીના દિને સાધુ-સંતો મૃગીકુંડમાં શાહી સ્નાન પણ કરશે. જીવમાં શિવ મળી જવાની […]

જુનાગઢમાં શિવરાત્રિના મેળાનો હર હર મહાદેવના નાદ સાથે પ્રારંભ, સાધુઓએ ધૂણીઓ ધખાવી

જુનાગઢઃ  શહેરના ભવનાથ મહાદેવના સાંનિધ્યમાં ગિરનાર તળેટીમાં મહાશિવરાત્રિ મેળાનો મંગળવારથી દબદબાભેર પ્રારંભ થયો છે. ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કર્યા બાદ મેળાને વિધિવત્ રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 8મી માર્ચ સુધી ચાલનારા આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ભવનાથ ક્ષેત્રમાં નાગા સંન્યાસીઓ, સાધુઓએ ધૂણીઓ ધખાવી છે. અને ભાવિકો દર્શન કરી રહ્યા છે. મેળા […]

જુનાગઢમાં શિવરાત્રીના મેળાનો આજથી પ્રારંભ, ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ

જુનાગઢઃ  ગરવા ગિરનારની ગોદમાં આજથી વિધિવત શિવરાત્રી મેળાનો રંગેચંગે પ્રારંભ થશે. ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમથી ઓળખતા આ મેળામાં દેશ-વિદેશમાંથી લાખો ભાવિકો ઉમટી પડશે, આજે તા. 5મી માર્ચથી 8 માર્ચ સુધી યોજાનારા મેળામાં પોલીસ ઉપરાંત વન વિભાગના કર્મચારીઓને પણ બંદોબસ્તમાં જોતરવામાં આવ્યા છે.  “બમ બમ ભોલે નાથ”, “હર હર મહાદેવ” અને “જય જય ગિરનારી” […]

જૂનાગઢઃ મહાશિવરાત્રીના મેળામાં ભાવિકોને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા અપીલ કરાઈ

અમદાવાદઃ જૂનાગઢમાં આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનો તા. 5 માર્ચે વિધિવત રીતે પ્રારંભ થશે. ત્યારે મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. કલેકટર અનિલકુમાર રાણાવસિયા પર્યાવરણ અને પ્રકૃતિ માટે હાનિકારક પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અટકે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code