1. Home
  2. Tag "junagadh"

જુનાગઢના પર્યટક સ્થળોએ પ્રવાસીઓની જામી ભીડ, ઉપરકોટના કિલ્લામાં લાંબી લાઈનો લાગી

જુનાગઢઃ ગરવા ગિરનાર, ઉપરકોટ, સાસણગીર સહિતના સ્થળોએ બેસતા વર્ષે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. જુનાગઢના ઉપરકોટ, ગિરનાર, સક્કરબાગ સહિતના પર્યટક સ્થળો પર પ્રવાસીઓ ધસારાને લીધે વેપારીઓમાં પણ ખૂશી જોવા મળી હતી. શહેરના તમામ હોટલો અને ધર્મશાળાઓ હાઉસફુલ જોવા મળ્યા હતા. જૂનાગઢમાં દિવાળીના વેકેશનથી પર્યટકોનો ધસારો જોવા મળ્યો હતો. જેમાં બેસતા વર્ષે એટલે કે મંગળવારના […]

જૂનાગઢમાં સાધુ-સંતોનું સંમેલનઃ સનાતન સંરક્ષણ સમિતિની રચના

અમદાવાદઃ સનાતન ધર્મના સન્માન જળવાય રહે તેવા પ્રયાસો માટે રાજ્યના સાધુ-સંતો એકમંચ ઉપર એકત્ર થયાં છે. જૂનાગઢમાં ભવનાથ સ્થિત ગોરક્ષનાથ આશ્રમમાં સનાતન સાધુ-સંતોનું સંમેલન યોજાયું હતું. જેમાં સંત સંમેલનમાં સનાતન સંરક્ષણ સમિતિની જાહેરાતની સાથે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. તેમજ હવે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન ચલાવી નહીં લેવાય તેવો મત તમામ સાધુ-સંતોએ વ્યક્ત કર્યો હતો. […]

જુનાગઢમાં ગિરનાર રોપ-વે છેલ્લાં 12 દિવસથી અતિભારે પવન લીધે બંધ, પ્રવાસીઓમાં નિરાશા

અમદાવાદઃ સોરઠ પંથકમાં છેલ્લા ઘણા દિવસથી સમયાંતરે પડતા વરસાદના ઝાપટાં અને ભારે પવન ફુંકાય રહ્યો છે. તેના લીધે જુનાગઢમાં ગિરનાર રોપ-વેની સેવા પ્રવાસીઓની સલામતી માટે બંધ કરવામાં આવી છે. છેલ્લા 12 દિવસથી ભારે પવનને લીધે રોપવે સેવા બંધ હોવાથી  રોપવેની મજા માણવા આવતા પ્રવાસીઓમાં નિરાશા જોવા મળી રહી છે. પવનની ગતિમાં ઘટાડો નહીં થાય ત્યાં […]

જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં શાક માર્કેટ નજીક મકાન ધરાશાયી થતાં ચારના મોત,

જૂનાગઢઃ શહેરના કડિયાવાડ વિસ્તારમાં આવેલું એક માળનું મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે દટાયેલા 4 વ્યક્તિનાં મોત થયાં હતા.મકાન ધડાકા સાથે ધરાશાયી થતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. દરમિયાન ફાયરબ્રિગેડના જવાનો તેમજ મ્યુનિ.ના અને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી. જેમાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા. કાટમાળમાં […]

જુનાગઢમાં વરસાદ બાદ તબાહીના દ્રશ્યો, લોકો કહે છે, ભગવાનનો આભાર, અમે બચી ગયા

જૂનાગઢઃ શહેરમાં શનિવારે 16 ઈંચ જેટલો ધાધમાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના રહેણાક વિસ્તારમાં લોકોએ અત્યાર સુધી ક્યારે ન જોઈ હોય તેવી આફત જોઈ હતી. રવિવારે પૂરનાં પાણી ઓસર્યાં બાદ તબાહીનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. નીચાણવાળા વિસ્તારમાં મકાનોની દીવાલો ધરાશાયી બનેલી જોવા મળી હતી. તેમજ પૂરમાં ઘર વખરી તણાઈ ગયાની અનેક ફરિયાદો પણ […]

જુનાગઢમાં આભ ફાટ્યુ, રોડ પર નદીઓની જેમ પાણી વહ્યા, લોકોને ઘરની બહાર ન નિકળવા અપીલ

જૂનાગઢઃ શહેરમાં આભ ફાટ્યુ હોય તેમ સાંબેલાધારે પડેલા વરસાદે શહેરના તમામ રોડ-રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વહેલી સવારથી ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે. ગિરનાર અને દાતર પર્વત ઉપર સાંબેલાધારે વરસાદ પડતાં કાળવા નદી બે કાંઠે થઇ છે. જ્યારે ભવનાથ કાળવા ચોક અને મોતીબાગ વિસ્તારમાં ભયંકર સ્થિતિનું નિર્માણ […]

ગીર સોમનાથ-જૂનાગઢમાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયાં, 560 લોકોનું રેસ્ક્યુ કરાયું

અમદાવાદઃ ગીર સોમનાથ જિલ્લામાં વરસી રહેલા વરસાદે વિરામ લીધો છે. તલાળામાં હિરણ નદીના પુરના પાણી ઘસી આવતા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.  શહેરમાં અનેક સ્થળોએ વીજપોલ પડી ગયા છે અને અનેક મકાનો પડી ગયા છે.  તલાળાના  નરસિંહ ટેકરી અને ધારેશ્વર વિસ્તારમાં  સૌથી વધારે નુકસાન થયું છે.  સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ 60 જેટલા બકરા, 20 જેટલી […]

જૂનાગઢઃ વિરાન ખાણ પોલીસ-સિંચાઈ વિભાગના પ્રયાસથી જળાશયમાં ફેરવાઈ, વન્યપ્રાણીઓને મળશે રાહત

અમદાવાદઃ જૂનાગઢના રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ ટ્રેનિંગ સેન્ટરની પાછળ આવેલ એક સમયે વિરાન ભાસતી અને પડતર એવી કબુતરી ખાણ પોલીસ અને સિંચાઈ વિભાગ- જૂનાગઢના જળસંગ્રહ માટેની આગવી પહેલના પરિણામે, આજે મેઘરાજાની પ્રથમ જ પધરામણીમાં આ કબુતરી ખાણ જળરાશિથી છલોછલ છે. સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર મૌલિક મહેતા જણાવે છે કે, રેન્જ આઈ.જી. મયંકસિંહ ચાવડા દ્વારા […]

જુનાગઢમાં દરગાહના ગેરકાયદે નિર્માણને હટાવવાની નોટિસ પર હિંસા ભડકી, ટોળાએ પોલીસ ચોકી ઉપર કરેલા હુમલામાં 4 કર્મચારી ધાયલ

જુનાગઢઃ-  ગુજરાતના જુનાગઢમાં હિંસા ભડકી ઉઠી હતી ,મોડી રાત્રે બેકાબૂ બનેલી ભીડએ પોલીસ ચોકી પર કરેલા હુમલામાં ડીેસપી સહીત 4 પોલીસ કર્મીઓ ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે વચોવચ રસ્તા પર બનેલી ગદરગાહને હટાવવા મામલે નોટીસ પાઠવવામાં આવી હતી આ નોટિસને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો ત્યાર બાદ અનેક લોકો એકઢા […]

જૂનાગઢના ગીરનાર પર્વત પરની રોપ-વે સેવા બંધ કરાઈ

અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવનની હવામાન વિભાગે આગાહી કરી હતી. દરમિયાન ગઈકાલે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફુંકાયો હતો. દરમિયાન જૂનાગઢમાં પણ ભારે પવન ફુંકાયો હતો. જેના પગલે સતત બીજા દિવસે પણ ગિરનાર પર્વત પર રોપ-પે સેવા બંધ રાખવામાં આવી હતી. પવનની ગતિ ધીમી પડ્યાં રોપ-વે સેવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code