1. Home
  2. Tag "junagadh"

જુનાગઢમાં શિવરાત્રીના મેળાની તૈયારીઓ, સાધુ-સંતો, ઉતારા મંડળ અને વહિવટી તંત્રની બેઠક મળી

જુનાગઢઃ મહા શિવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે જુનાગઢમાં ભવનાથની તળેટીમાં યોજાતા શિવરાત્રીના મેળાની તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં જ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગિરનાર તીર્થક્ષેત્રના સાધુ સંતો, પદાધિકારીઓ અને ઉતારા મંડળના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસીયાએ […]

જુનાગઢના રાજેસર ગામે સોની વેપારીને બંધક બનાવી રિવોલ્વર બતાવી રૂપિયા 81 લાખની લૂંટ,

જૂનાગઢઃ જિલ્લાના મેંદરડા તાલુકાના રાજેસર ગામે સોની વેપારી બંધુને તેના જ ઘરમાં બંધક બનાવી ત્રણ લૂંટારા શખસોએ 81 લાખ રૂપિયાના સોનાનાં બિસ્કિટ અને 21 કિલો ચાંદીની લૂંટ ચલાવતાં ચકચાર મચી ગઈ હતી. ત્રણ લૂંટારા શખસોમાં એક લૂંટારો સોની વેપારીનો મિત્ર હતો. અને આ કહેવાતો મિત્ર તેના સાગરીતો સાથે વેપારીના ઘરે આવ્યો હતો અને ચા-પાણી પીધા […]

75મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની જૂનાગઢમાં ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી

અમદાવાદઃ સિંહ, સંતો અને શૂરાઓની ભૂમિ એવા ગરવા ગિરનારની ગોદમાં જૂનાગઢમાં પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં 75મા  પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી.  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. આ તકે વાયુદળના બે હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે પુષ્પવર્ષા કરીને તિરંગાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. ધ્વજને સલામી બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી  […]

75મા ગણતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ જૂનાગઢમાં રાજ્યપાલની અધ્યક્ષતામાં યોજાયો એટહોમ કાર્યક્રમ

ગાંધીનગરઃ 75મા ગણતંત્ર પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થઈ રહી છે, ત્યારે આ પર્વની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ ખાતે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી  રાઘવજીભાઈ પટેલ, મુખ્ય સચિવ  રાજકુમાર, રાજ્ય પોલીસવડા  વિકાસ સહાય વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ […]

જુનાગઢમાં નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રથી સાહિત્યનો વારસો જીવંત થશેઃ મંત્રી

જુનાગઢઃ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢના સયુંકત ઉપક્રમે રૂ.15 કરોડના ખર્ચે નિર્માણ થનારા નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રનું રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસગે અધ્યક્ષસ્થાનેથી  મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે આ સંશોધન કેન્દ્રથી સંશોધન, અનુવાદ અને સંરક્ષણ થકી […]

જુનાગઢના શાળા પ્રવાસે આવેલી વિદ્યાર્થિનીનું ફન વર્લ્ડમાં વોટરરાઈડની દોરી ફસાતા મોત

જુનાગઢઃ પોરબંદરના બાપોદર ગામની શાળાના 51 જેટલાં વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે જુનાગઢના પ્રવાસે આવ્યા હતા. દરમિયાન તમામ વિદ્યાર્થીઓ સુરજ ફન વર્લ્ડ ખાતે આવ્યા હતા, અને વિદ્યાર્થીઓ વિવિધ રાઈડની મજા લઈ રહ્યા હતા એક વિદ્યાર્થિની વોટર રાઈડ નજીક હતી ત્યારે તેના પગમાં ટ્યુબ લઈ જવાની દોરી ફસાઈ જતા અકસ્માત સર્જાયો હતો. 11 વર્ષીય વિદ્યાર્થિનીને ગંભીર ઈજા થતા […]

જુનાગઢમાં મંત્રીનો નકલી PA બાદ ફેક ડીવાયએસપી પકડાયો, 17 લોકો સાથે કરી હતી છેતરપિંડી

જૂનાગઢ: ગુજરાતમાં અધિકારીઓના સ્વાંગમાં લોકો પર રૂઆબ જમાવીને કેટલાક ઠગ શખસો છેતરપિંડી કરતા હોય છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં આવા ઘણા કિસ્સા પકડાયા છે. ત્યારે  તાજેતરમાં જ જૂનાગઢમાંથી રાજ્યકક્ષાના મંત્રીનો નકલી PA ઝડપાયો હતો. ત્યાં જ શહેરમાંથી નકલી ડીવાયએસપી બનીને ફરતો એક શખસ ઝડપાતાં ચકચાર મચી છે.  ડીવાયએસપીનાં સ્વાંગમાં ફરતો શખસ હકિકતમાં ફેમિલી કોર્ટમાં ડ્રાઈવર તરીકે […]

સનાતન ધર્મની રક્ષા માટે તબીબ મહિલા સહિત 32 સંસારીઓએ જુનાગઢમાં લીધી દીક્ષા

જુનાગઢઃ ગરવો ગિરનાર અને તળેટી વિસ્તાર તપોભૂમી ગણાય છે. અનેક સંત-મહાત્માઓના મંદિરો, આશ્રમો આવેલા છે. ગુરૂવારને કારતક સુદ અગિયારસનો દિવસે  મુચકુંદ મહાદેવ મંદિર ખાતે 32થી વધુ સંસારીઓએ સંસારનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કર્યો હતો. જેમાં 26 જેટલા પુરુષો અને 6 જેલી મહિલાઓએ વિધિવત રીતે સંસારનો ત્યાગ કરી ભગવો ધારણ કર્યો હતો. જેમાં સનાતન ધર્મની રક્ષા […]

જુનાગઢના પર્યટક સ્થળોએ પ્રવાસીઓની જામી ભીડ, ઉપરકોટના કિલ્લામાં લાંબી લાઈનો લાગી

જુનાગઢઃ ગરવા ગિરનાર, ઉપરકોટ, સાસણગીર સહિતના સ્થળોએ બેસતા વર્ષે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. જુનાગઢના ઉપરકોટ, ગિરનાર, સક્કરબાગ સહિતના પર્યટક સ્થળો પર પ્રવાસીઓ ધસારાને લીધે વેપારીઓમાં પણ ખૂશી જોવા મળી હતી. શહેરના તમામ હોટલો અને ધર્મશાળાઓ હાઉસફુલ જોવા મળ્યા હતા. જૂનાગઢમાં દિવાળીના વેકેશનથી પર્યટકોનો ધસારો જોવા મળ્યો હતો. જેમાં બેસતા વર્ષે એટલે કે મંગળવારના […]

જૂનાગઢમાં સાધુ-સંતોનું સંમેલનઃ સનાતન સંરક્ષણ સમિતિની રચના

અમદાવાદઃ સનાતન ધર્મના સન્માન જળવાય રહે તેવા પ્રયાસો માટે રાજ્યના સાધુ-સંતો એકમંચ ઉપર એકત્ર થયાં છે. જૂનાગઢમાં ભવનાથ સ્થિત ગોરક્ષનાથ આશ્રમમાં સનાતન સાધુ-સંતોનું સંમેલન યોજાયું હતું. જેમાં સંત સંમેલનમાં સનાતન સંરક્ષણ સમિતિની જાહેરાતની સાથે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. તેમજ હવે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન ચલાવી નહીં લેવાય તેવો મત તમામ સાધુ-સંતોએ વ્યક્ત કર્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code