જુનાગઢના ભવનાથમાં 5મી માર્ચથી મહાશિવરાત્રીના મેળાનો થશે પ્રારંભ, સાધુ-સંતોનું આગમન
જુનાગઢઃ ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આગામી તા.5મી માર્ચથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે. ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો, ભાવિકો મેળામાં મોટી સંખ્યામાં ઉમટી પડતા હોવાથી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેશ વિદેશથી સાધુ-સંતોનું આગમન ભવનાથ તળેટીમાં થઈ રહ્યું છે, મેળામાં ચકડોળ સહિતના આકર્ષણના કેન્દ્રો માટેના પ્લોટની પણ […]


