1. Home
  2. Tag "KARNATAKA"

કર્ણાટકઃ 12.51 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ખાનગી બેંકના મેનેજર સહિત ચારની ધરપકડ

બેંગ્લોરઃ એક ખાનગી બેંકના મેનેજર સહિત ચાર લોકોની કથિત રીતે બેંગલુરુ સ્થિત કંપનીમાંથી સંવેદનશીલ ડેટાની ચોરી કરવા અને તેમના ખાતામાંથી 12.51 કરોડ રૂપિયાની ઉચાપત કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ડ્રીમ પ્લગ પે ટેક સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ (CRED) ના ડિરેક્ટરે નવેમ્બરમાં પોલીસનો સંપર્ક કર્યો હતો. જેમાં […]

કર્ણાટકઃ પુંછ દુર્ઘટનામાં શહીદ થયેલા જવાનના પાર્થિવ દેહના સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા

બેંગ્લોરઃ પુંછ દુર્ઘટનામાં શહીદ થયેલા કર્ણાટકના શહીદનો પાર્થિવ દેહ બેલગાવી પહોંચ્યો હતો. સાંબ્રાના સૈનિક દયાનંદ થિરકન્નવર (45) ના તેમના વતન ગામમાં રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મોડી રાત્રે 2 વાગ્યે મૃતદેહને કાશ્મીરથી બેલાગવી એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો, જ્યાં અધિકારીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. વધુ બે શહીદ જવાનોના મૃતદેહ પણ લાવવામાં આવ્યા હતા […]

કર્ણાટકઃ પ્રથમવાર પોસ્ટિંગ પર જઈ રહેલા IPS અધિકારીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ

બેંગ્લુરુઃ કર્ણાટકના હાસન જિલ્લામાંથી એક IPS અધિકારીનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. તેઓ તેમના પ્રથમ પોસ્ટિંગ પર ચાર્જ લેવાના હતા. જો કે, તે  પહેલા જ માર્ગ અકસ્માતમાં તેમનું અવસાન થયાનું જાણવા મળે છે.  કર્ણાટક કેડરના 2023 બેચના IPS અધિકારી હર્ષ વર્ધન મધ્યપ્રદેશના રહેવાસી હતા. હર્ષવર્ધન જે પોલીસ વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા તેનું હસન તાલુકામાં કિટ્ટાને […]

કર્ણાટકની સરકારી હોસ્પિટલમાં સારવાર મોંઘી થઈ, બ્લડ ટેસ્ટના દર પણ બમણા થયાં

બેંગ્લોરઃ કર્ણાટક સરકારે રાજ્યની હોસ્પિટલોની ફીમાં મોટો વધારો કર્યો છે. કર્ણાટકમાં, તબીબી શિક્ષણ વિભાગ હેઠળની હોસ્પિટલોમાં સારવાર અને નિદાન પરીક્ષણો 20 ટકા મોંઘા થયા છે. ઘણી સેવાઓની ફી પણ બમણી થઈ ગઈ છે. બેંગ્લોર મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (BMCRI) અને કર્ણાટકમાં વિવિધ સ્વાયત્ત તબીબી શિક્ષણ સંસ્થાઓ હેઠળની હોસ્પિટલોમાં વધેલી ફી અમલમાં આવી છે. BMCRI […]

કર્ણાટકના માંડ્યામાં સરઘસ ઉપર પથ્થરમારો, 46 લોકોની ધરપકડ

સમગ્ર વિસ્તારમાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત હિંસા બાદ હાલ એકંદરે શાંતિપૂર્ણ માહોલ બેંગ્લોરઃ કર્ણાટકના માંડ્યામાં ગણેશ મહોત્સવ દરમિયાન યોજાયેલી શોભાયાત્રામાં ફાટી નીકળેલી હિંસા બાદ પોલીસે 46 લોકોની ધરપકડ કરી છે. મોડી રાત્રે અહીંના નાગમંગલા શહેરમાં તણાવ પ્રવર્તી રહ્યો હતો, જ્યાં પથ્થરમારામાં બે પોલીસ કર્મચારીઓ સહિત કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. જો કે, પરિસ્થિતિ કાબૂમાં […]

કર્ણાટક ભાજપાનું કાર્યાલય ઉડાવવાના આતંકીઓના કાવતરાનો પર્દાફાશ

બેંગ્લોર રામેશ્વર કેફે બ્લાસ્ટ કેસમાં એનઆઈએ આરોપીઓ સામે કરી ચાર્જશીટ એનઆઈએની તપાસમાં થયા હતા ચોંકાવનારા ખુલાસા બેંગ્લોરઃ બેંગ્લોરમાં હાઈપ્રોફાઈલ રામેશ્વર કેફે બ્લાસ્ટ કેસમાં એનઆઈએએ ચાર આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી. તપાસનીશ એજન્સી દ્વારા આ કેસમાં મુસાવિર હુસેન શાજિબ, અબ્દુલ મથીન અહમદ તાહા, માજ મુનીર અહમદ અને મુઝમમ્મિલ શરીફની સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. […]

કર્ણાટકઃ જાણીતી અભિનેત્રી પદ્મજા રાવને ચેક બાઉન્સ કેસમાં સજા અને લાખોનો દંડ

40 લાખના ચેક બાઉન્સ કેસમાં કોર્ટે કર્યો આદેશ કોર્ટે 3 મહિનાની સજા અને 40.20 લાખનો દંડ ફટકાર્યો બેંગ્લોરઃ મેંગલુરુની એક કોર્ટે અભિનેત્રી પદ્મજા રાવને ચાર વર્ષ જૂના 40 લાખ રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં ત્રણ મહિનાની સાદી કેદ અને 40.20 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે. પ્રથમ વર્ગના ન્યાયિક મેજિસ્ટ્રેટની આઠમી કોર્ટે (આઠમી જેએમએફસી કોર્ટ) આ […]

મુડા કેસમાં CM સિદ્ધારમૈયાની મુશ્કેલી વધી, રાજ્યપાલે કાર્યવાહીની મંજૂરી આપી

કાયદાકીય નિષ્ણાતોની સલાહ લીધા બાદ રાજ્યપાલે મંજૂરી આપી MUDA એ કર્ણાટકની રાજ્ય સ્તરની વિકાસ એજન્સી છે બેંગ્લોરઃ કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાની મુડા કેસમાં મુશ્કેલીઓ વધી છે. બીજી તરફ તેમની સામે ભાજપે મોરચો ખોલ્યો છે અને હવે રાજ્યપાલે પણ મુડા કેસમાં સીએમ સામે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તાજેતરમાં MUDA (મૈસૂર અર્બન ડેવલપમેન્ટ […]

કર્ણાટકમાં હવે નહીં લેવાય NEETની પરીક્ષા, કેબિનેટમાં પ્રસ્તાવ પાસ થયો

બેંગ્લોરઃ કર્ણાટક રાજ્યએ NEETની પરીક્ષા મામલે મોટું પગલું ભરતા પોતાને ત્યાં આ પરીક્ષા જ ન લેવાનો નિર્ણય લીધો છે હવે તે આ મેડિકલ પ્રવેશ પરીક્ષાને તેના રાજ્યમાં આયોજિત કરવાની મંજૂરી આપશે નહીં. આ માટેનું બિલ કેબિનેટમાં પસાર કરવામાં આવ્યું છે. કૉંગ્રેસની આગેવાની હેઠળની કર્ણાટક સરકારે NEETને રદ કરવાની દરખાસ્ત કરતા બિલને તેની સંમતિ આપી દીધી છે. […]

કર્ણાટક કોંગ્રેસ સરકારની પીછેહઠ, પ્રાઇવેટ નોકરીઓમાં કન્નડ લોકોને અનામત આપવાના નિર્ણય અટકાવાયો

બેંગ્લોરઃ ખાનગી કંપનીઓમાં આરક્ષણ મામલે ઉદ્યોગ જગતમાં ભારે વિરોધના પગલે કર્ણાટકની સિદ્ધા રમૈયા સરકાર હવે બેકફૂટ પર છે. સરકારના નિર્ણય મામલે વિરોધ વધતા સરકારે 100 % સ્થાનીય લોકોને આરક્ષણ મામલે તેમના કેબીનેટના નિર્ણયને હાલ સ્થગિત રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધા રામૈયાએ પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી માટે કન્નડ લોકો માટે 100 % આરક્ષણને લઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code