1. Home
  2. Tag "Kharaghoda desert"

ખારાઘોડાના અફાટ રણમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો, ઘૂડસર માટે હવાડાઓ ભરાયાં

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં તાપમાન 41 ડિગ્રીએ પહોચ્યુ છે. જેમાં ખારાઘોડાના રણ વિસ્તારમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોચ્યો છે. અસહ્ય ગરમીમાં અગરિયાઓની હાલત કફોડી બની રહી છે. હાલમાં રણમાંથી જેસીબી અને ડમ્પરો દ્બારા મીઠું ખેંચવાની સીઝન પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે આકરા ઉનાળાના ધોમધખતા તાપમાં મીઠું પકવતા અગરિયાઓ અને મીઠા કામદારો શેકાય રહ્યા છે.  બીજી બાજુ રણ […]

ખારાઘોડાના રણમાં ધૂળની આંધી વચ્ચે બે ટ્રક સામસામે અથડાતાં એકનું મોત, એક ગંભીર

સુરેન્દ્રનગરઃ નેશનલ કે સ્ટેટ હાઈવે પર તો અકસ્માતોના બનાવો બનતા હોય છે. પરંતુ રણમાં વાહન અકસ્માતો સર્જાય એવું તો ક્યારે ક જ બનતું હોય છે. ત્યારે ખારાઘોડાના રણમાં નારાણપુરાની હોજ પાસે પૂરઝડપે આવતી બે ટ્રકોના ચાલકોએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બંને ટ્રકો સામસામે ટકરાતા એક ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી. જ્યારે એક ટ્રેકનો ખુડદો બોલી […]

ખારાઘોડા અને ઝીંઝુવાડાના રણમાં ધોમધખતા તાપમાં કાળી મજુરી કરીને મીઠું પકવતા અગરિયાઓ

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. ત્યારે જિલ્લાના ખારાઘોડા અને ઝીંઝુવાડાના અફાટ રણ વિસ્તારમાં ધોમધખતા તાપમાં કાળી મજુરી કરીને મીઠું પકવીને અગરિયાઓ પોતાના પરિવારોનું ગુજરાન ચલાવી રહ્યા છે. રણમાં અસહ્ય બફારા વચ્ચે તાપમાન 40 ડીગ્રીને વટાવી જતાં અગરિયાઓ કાળઝાળ ગરમીમાં શેકાય રહ્યા છે. રણમાં ટ્રકો, ડમ્પરો અને જેસીબી સહિતના સાધનો વડે […]

ખારાઘોડાના રણના 40 કિમી વિસ્તારમાં ફરીવાર નર્મદાના પાણી ફરી વળ્યા, અગરિયાઓને મુશ્કેલી

સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડા, ઝીંઝુવાડા અને ધ્રાંગધ્રાના રણ વિસ્તારમાં અગરિયાઓ દ્વારા મીઠું પકવીને રોજગારી મેળવવામાં આવી રહી છે, રણ વિસ્તારમાં ઘૂડસર અભ્યારણ્ય પણ આવેલુ છે. ત્યારે રણ વિસ્તાર નજીકથી પસાર થતી નર્મદા કેનાલનું પાણી ઊભરાઈને રણ વિસ્તારમાં ફેલાઈ જતું હોય છે. થોડા દિવસ પહેલા જ મીઠાંના અગરો પર કેનાલના પાણી ફરી વળતા […]

ખારાઘોડાના રણમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળતા મીઠાના અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડાના રણ વિસ્તારમાં નર્મદા કેનાલના પાણી ફરી વળતા અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા છે. નર્મદાના કેનાલના પાણી રણ વિસ્તારમાં ફરી વળતા હાલ સરોવર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખારાઘોડાના રણમાં દેગામ સહકારી, સવલાસ સહકારી, હિંમતપુરા સહકારી, સોની સહકારી, કૃષ્ણા સહકારી, રામ સહકારી, દસાડા હરિજન સહકારી, ડી.વી.એસ.સહકારી, અંબિકા સહકારીમાં મળીને […]

ખારાઘોડા અને પાટડીના રણમાં મીઠું પકવતા અગરિયાની કડકડતી ઠંડીને લીધે દયનીય હાલત

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં છેલ્લા અક સપ્તાહથી ઠંડીનું જોર વધી રહ્યું છે. કડકડતી ઠંડીમાં કચ્છના નાના રણ તરીકે ઓળખાતા પાટડી અને ખારાઘોડાના અફાટ રણમાં મીઠું પકવતા અગરિયાઓની દયનીય હાલત બની છે. રણમાં કોઇપણ જાતની સુવિધા વગર કંતાનના ઝુપડામાં રહેતા અગરીયા પરિવારો માટે હજી જો ઠંડીનો ચમકારો વધશે તો એમના માટે રણમાં રહી મીઠું પકવવાનું કામ આકરૂ થતુ […]

ખારાઘોડાના રણમાં રણલોંકડીની વસતીમાં થયો વધારો,સાંજના સમયે તીખા અને તીણા અવાજો કરે છે

સુરેન્દ્રનગરઃ જિલ્લાના ખારાઘોડાના રણમાં દુર્લભ ઘુડખર, નિલગાય, વરુ, નાવર, ઝરખ, રણબિલાડી અને કાળિયાર સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે. જ્યારે ખારાઘોડાના આ વેરાન રણમાં લુપ્ત થઇ રહેલી રણલોંકડીની સંખ્યા છેલ્લાં 2 વર્ષમાં બમણી થઇને 100થી પણ વધુ હોવાનું વન વિભાગનું માનવું છે. આ રણલોંકડી રણમાં સાંજના સમયે તીખા અને તીણા અવાજથી પોતાની ઉપસ્થિતિ દર્શાવે છે. રણમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code