1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ખારાઘોડા અને પાટડીના રણમાં મીઠું પકવતા અગરિયાની કડકડતી ઠંડીને લીધે દયનીય હાલત
ખારાઘોડા અને પાટડીના રણમાં મીઠું પકવતા અગરિયાની કડકડતી ઠંડીને લીધે દયનીય હાલત

ખારાઘોડા અને પાટડીના રણમાં મીઠું પકવતા અગરિયાની કડકડતી ઠંડીને લીધે દયનીય હાલત

0
Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં છેલ્લા અક સપ્તાહથી ઠંડીનું જોર વધી રહ્યું છે. કડકડતી ઠંડીમાં કચ્છના નાના રણ તરીકે ઓળખાતા પાટડી અને ખારાઘોડાના અફાટ રણમાં મીઠું પકવતા અગરિયાઓની દયનીય હાલત બની છે. રણમાં કોઇપણ જાતની સુવિધા વગર કંતાનના ઝુપડામાં રહેતા અગરીયા પરિવારો માટે હજી જો ઠંડીનો ચમકારો વધશે તો એમના માટે રણમાં રહી મીઠું પકવવાનું કામ આકરૂ થતુ જશે.

ઉત્તર પૂર્વી ઠંડા પવનના કારણે કાતિલ ઠંડીનું જોર વધ્યુ છે. એમાય રણમાં ઠંડીનો પારો ગગડીને 12 ડીગ્રીની અંદર પહોંચતા રણમાં અગરિયાઓ ઠંડીમાં ઠુઠવાઈ રહ્યા છે. રણમાં રાત-દિવસ 24 કલાક પાણીમાં મીઠું પકવવાનું કામ કરતા અગરિયાઓની હાલત કાતિલ ઠંડીમાં અત્યંત દયનીય બની જતી હોય છે. રણકાંઠા વિસ્તારમાં અંદાજે 2,000 અગરિયા પરીવારો દર વર્ષે ઓક્ટોબરથી મે માસ દરમિયાન વર્ષનાં આઠ મહિના ગાત્રો થીજાવતી ઠંડી અને ધોમધખતા તાપમાં મીઠું પકવવાનું આકરૂ કામ કરતા હોય છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઉત્તર પૂર્વી ઠંડા પવન શરૂ થયા છે. વધુમાં જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં હિમવર્ષા અને શીત લહેરના પગલે ઠંડા પવનથી કાતિલ ઠંડી નોંધાતા લોકોને ગરમ કપડા પહેરવાની ફરજ ઉભી થઇ છે.

કચ્છના નાના રણમાં  ઠંડીનો પારો ગગડીને 12 ડીગ્રીની અંદર પહોંચતા રણમાં મીઠું પકવવાનું કામ કરતા અગરિયાઓની હાલત કફોડી બની છે. રણમાં રાત-દિવસ 24 કલાક ઉઘાડા પગે પાણીમાં રહીને મીઠું પકવવાનું કામ કરતા અગરીયાઓની હાલત કાતિલ ઠંડીમાં અત્યંત દયનીય બની જતી હોય છે. જેમાં રણમાં પડતી કડકડતી ઠંડીમાં સૌથી કફોડી હાલત વૃધ્ધ અગરિયાઓ, મહિલાઓ અને ભુલકાઓની થવા પામી હતી. રણમાં અગરિયાઓ માટે દિવસ તો ગમે તેમ કરીને પસાર થઇ જાય છે. પરંતુ કડકડતી ઠંડી અને સુસવાટા મારતા પવનમાં એમના માટે રણમાં રાત પસાર કરવી અસહ્ય બની જાય છે. રણમાં કોઇપણ જાતની સુવિધા વગર કંતાનના ઝુપડામાં રહેતા અગરીયા પરિવારો માટે હજી જો ઠંડીનો ચમકારો વધશે તો એમના માટે રણમાં રહી મીઠું પકવવાનું કામ આકરૂ થતુ જશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code