1. Home
  2. Tag "kite"

ઉત્તરાયણમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનું વધારે પસંદ કરવું જોઈએ

અમદાવાદઃ ઉત્તરાયણ એક એવો તહેવાર છે કે આ તહેવાર પહેલા અને તહેવાર દરમિયાન બાળકોથી માંડીને યુવાઓ અને અબાલ-વૃધ્‍ધો સૌ અગાસી પર ચઢીને પતંગ ચગાવવાની મજા અવશ્‍ય લેતાં હોય છે. પરંતુ આ મજા કયાંક આપણી કે આપણા પરિવાર માટે ઉદાસીનતામાં ન ફેરવાય તે માટે આપણે જો આટલું અવશ્‍ય કરીશું તો ઉત્તરાયણની મજા મોજ, આનંદ અને ઉત્‍સાહથી […]

અમદાવાદ જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનાં 1392 રીલ સાથે 3 વેપારીઓ પકડાયા

અમદાવાદઃ ઉત્તરાયણને હવે માંડ 10 દિવસ બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ જિલ્લા એસઓજીએ અસલાલી અને ધોળકામાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી પકડી પાડી છે. પોલીસે રૂ.6.96 લાખની કિંમતના ચાઈનીઝ દોરીના 1392 રીલ સાથે 3 વેપારીની ધરપકડ કરી હતી. ત્રણેય વેપારીઓ ચાઈનીઝ દોરી વેચવા માટે લાવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ […]

અમદાવાદઃ ઉત્તરાયણ પર્વને લઈને પતંગ રસીયાઓને રેલવે વિભાગે કરી આ અપીલ

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. દરમિયાન રેલવે ટ્રેકની આસપાસ પતંગ નહીં ઉડાવવા માટે રેલવે વિભાગે વિનંતી કરી છે. તેમજ , રેલ્વે ટ્રેકની નજીક પતંગ ઉડાવતી વખતે દોરામાં મેટાલિક પાવડરનો ઉપયોગ કરવાનું ટાળવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત કપાયેલો પતંગ પકડવા માટે રેલવે ટ્રેક ઉપર નહીં દોડવા માટે લોકોને રેલવે વિભાગ […]

સુરતમાં ઉત્તરાયણ પૂર્વે પતંગની લ્હાયમાં વધુ એક કિશોરનું મૃત્યુ

અમદાવાદઃ ઉત્તરરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવાથી બાળકો હાલ પતંગ ચગાવવાની મજા જાણી રહ્યાં છે. દરમિયાન સુરતના અડાજણ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના પાંચમાં માળના ધાબા ઉપરથી પતંગ ચગાવતા બાળક નીચે પટકાતા તેનું મોત થયું હતું. આ બનાવ ભુલાય તે પહેલા જ ભેસ્તાનમાં પતંગને કારણે વધુ એક કિશોરના મોતની ઘટના સામે આવી છે. ટ્રાન્સફર્મરમાંથી કિશોર […]

ગુજરાતમાં પતંગ વ્યવસાયને કોરોનાનું ગ્રહણઃ ઉત્પાદન 30થી 50 ટકા ઘટ્યું

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે હાઈકોર્ટે ઉત્તરાયણની ઉજવણીની મંજુરી આપી છે. પરંતુ રાજ્યના પતંગ ઉદ્યોગને પણ કોરોનાની અસર થઈ છે. પતંગ ઉત્પાદકોએ ઉત્પાદનમાં 30થી 50 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. જેથી આ ઉદ્યોગના ટર્નઓવરમાં પણ ઘટાડો થવાની શકયતા છે. બીજી તરફ ઉત્પાદનમાં ઘટાડો થતા પતંગના ભાવમાં પણ 15 ટકા સુધીનો વધારો થયો હોવાનું જાણવા મળે […]

ગુજરાતમાં ઉત્તરાયણ ઉપર પતંગ ઉડાવી શકાશે, ડ્રોન અને સીસીટીવી કેમેરાથી રખાશે નજર

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરવા માટે પતંગપ્રેમીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ગુજરાત હાઈકોર્ટે ઉત્તરાયણની ઉજવણી ઉપર પ્રતિબંધ ફરમાવવાનો ઈન્કાર કર્યો છે. જો કે, લોકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત ધાબા ઉપર પરિવારના સભ્યો સિવાય અન્ય લોકો એકઠા નહીં થઈ શકે. બીજી તરફ સરકારની ગાઈડલાઈનના પાલનને લઈને પોલીસ દ્વારા ઉત્તરાયણના તહેવારમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code