1. Home
  2. Tag "Kshatriya Samaj"

અમદાવાદમાં ક્ષત્રિય સમાજની ધર્મરથ યાત્રામાં રાજપૂતોએ લગાવ્યા જય ભવાનીના નારા

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ઉચ્ચરણો સામે ક્ષત્રિય સમાજના નારાજગી બાદ રૂપાલાની ટિકિટ રદ ન કરાતા ક્ષત્રિય સમાજે ભાજપ સામે બાંયો ચડાવી છે. અને દરેક ક્ષેત્રમાં ક્ષત્રિય સમાજને જાગૃત કરવા માટે ધર્મ રથયાત્રાઓનું આયોજન કરાયું હતું. જેમાં અમદાવાદ શહેરમાં નરોડાથી વસ્ત્રાલ સુધી યોજાયેલી ક્ષત્રિય સમાજની ધર્મયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. […]

ક્ષત્રિય સમાજ દ્વારા આશાપુરા મંદિરેથી જય ભવાનીના નારા સાથે નારી અસ્મિતા ધર્મરથનું પ્રસ્થાન

અમદાવાદઃ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના ઉચ્ચરણો સામે ક્ષત્રિય સમાજ નારાજ બન્યો હતો. અને રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માગણી કરવામાં આવી હતી પણ ભાજપએ રૂપાલાની ટિકિટ રદ ન કરતા હવે ક્ષત્રિય સમાજે તમામ બેઠકો પર ભાજપ સામે મોરચો માંડ્યો છે. અને  રાજકોટના આશાપુરા માતાજીના મંદિરેથી આંદોલન સમિતિના આગેવાની ઉપસ્થિતિમાં ક્ષત્રિય સમાજના નારી […]

ક્ષત્રિય સમાજ કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી, ગામેગામ ધર્મરથ ફરશેઃ કરણસિંહ ચાવડા

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં રાજકોટની બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ઉચ્ચારણો સામે નારાજ બનેલો ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મુડમાં છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માગને ન સ્વીકારતા હવે  તમામ બેઠકો પર ક્ષત્રિય સમાજે ભાજપ સામે મોરચો માંડ્યો છે. પ્રદેશ ભાજપના પ્રભારી રત્નાકર અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સૌરાષ્ટ્રમાં ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર અને રાજકોટના જઈને ભાજપ સાથે […]

ક્ષત્રિય સમાજનું ભાજપને ટેન્શન, ડેમેજ કન્ટ્રોલ માટે ભાજપના બે નેતાઓએ મીટિંગનો દોર શરૂ કર્યો

અમદાવાદઃ લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલએ કરેલા ઉચ્ચારણોથી નારાજ બનેલા ક્ષત્રિય સમાજે રૂપાલીની ટિકિટ રદ કરવાની માગણી કરી હતી. પણ ભાજપે ટિકિટ રદ નહીં કરીને મક્કમ રહેતા હવે ભાજપ સામે પડ્યો છે. ગામેગામ ભાજપને નો અન્ટ્રીના બોર્ડ લાગી રહ્યા છે. ક્ષત્રિય સમાજની બહેનોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ […]

રૂપાલાની ટિકિટ રદ ન કરાતા ક્ષત્રિય સમાજે ઘડી રણનીતિ, હવે 26 બેઠકો પર ભાજપનો વિરોધ કરાશે

અમદાવાદઃ શહેરમાં ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે શુક્રવારે બપોર બાદ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. અંદાજ બે કલાક સુધી સંકલન સમિતિની બેઠક ચાલી હતી. આ બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. પરશોત્તમ રૂપાલાએ ફોર્મ પરત ન ખેંચતા ક્ષત્રિય સમાજ દ્વારા નવી રણનીતિ ઘડવામાં આવી છે. જેમાં તમામ 26 બેઠકો પર ક્ષત્રિય સમાજ […]

રાજકોટમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનું રવિવારે મહા સંમેલન, મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉમટી પડશે

રાજકોટઃ લોકસભાની ચૂંટણીમાં રાજકોટની બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક સભામાં કરેલા ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. રૂપાલાએ માફી માગી અને ભાજપે ડેમેજ કન્ટ્રોલ શરૂ કરીને ક્ષત્રિય સમાજના આગેવાનોને મનાવવાના પ્રયાસો કર્યા છતાંયે હજુ ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ સાથે મક્કમ છે. અને રાજકોટમાં 14મી એપ્રિલને રવિવારના રોજ […]

ક્ષત્રિય સમાજની 5 મહિલાઓને બોપલમાં નજર કેદ કર્યા બાદ પોલીસ તેમના વતનમાં મુકી આવી

અમદાવાદઃ  રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનના મુદ્દે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની જીદ પકડી છે. જ્યારે ભાજપ ક્ષત્રિય સમાજની આ માગણી સ્વીકારવા માગતું નથી. ત્યારે ગાંધીનગર કમલમ ખાતે જૌહર કરવાનું એલાન આપ્યા બાદ  પાંચ જેટલી ક્ષત્રિય મહિલાઓ અમદાવાદના બોપલ વિસ્તારમાં આવી હતી. પોલીસને […]

રૂપાલાના મુદ્દે ક્ષત્રિય સમાજની લડતને રાજવી પરિવારોએ આપ્યો ટેકો, આજે કોર કમિટીની બેઠક

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક સભામાં વિવાદાસ્પદ કરેલા ઉચ્ચારણો બાદ વિરોધ થતાં તેમણે બેવાર માફી પણ માગી છે. છતાયે ક્ષત્રિય સમાજમાં વ્યાપેલો રોષ ઠંડો પડતો નથી. અને રૂપાલાની ઉમેદવારી રદ કરવાની ક્ષત્રિય સમાજે માગ કરી છે. દરમિયાન ક્ષત્રિય સમાજ દ્વારા આગામી રણનીતિ ઘડવામાં આવી રહી છે. દેશભરના રાજવીઓને આંદોલનમાં જોડવાની જવાબદારી […]

રૂપાલાને મળ્યું પાટિદારોનું સમર્થન, ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠકમાં માલધારી સમાજે આપ્યો ટેકો

અમદાવાદઃ  રાજકોટ લોકસભાની ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન બાદ વિરોધ થતાં રૂપાલાએ ત્રણ વખત ક્ષત્રિય સમાજની માફી માગી છે. છતાં ક્ષત્રિય સમાજમાં રોષ હજુ શમ્યો નથી. અને રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવવાની માગણી કરવામાં આવી રહી છે.  ત્યારે રૂપાલાના સમર્થનમાં હવે પાટીદારો મેદાને આવ્યા છે. રાજકોટમાં પાટીદારની મુખ્ય સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને નેતાઓની બેઠકનું આયોજન કર્યું […]

રૂપાલાના વિવાદ સામે ડેમેજ કન્ટ્રોલ, આજે ક્ષત્રિય સમાજના 92 આગેવાનોની ભાજપ સાથે બેઠક યોજાશે

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલાએ એક જાહેર સભામાં ક્ષત્રિયો વિશે કરેલા વિવાદિત ઉચ્ચારણોને લીધે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. રૂપાલાએ બેવાર માફી માગી હોવા છતાંયે વિવાદ શમતો નથી. તેથી હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે ડેમેજ કન્ટ્રોલની કવાયત હાથ ધરીને ક્ષત્રિય સમાજના આગેવાનોને મનાવવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code