1. Home
  2. Tag "Leaders"

ગ્વાલિયર રાજવી પરિવારના રાજમાતા માધવીનું નિધન, સીએમ અને અન્ય નેતાઓએ શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી: ગ્વાલિયરના રાજવી પરિવારની રાણી માતા અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની માતા માધવી રાજે સિંધિયાનું  સવારે અવસાન થયું હતું. તેઓ 70 વર્ષના હતા. માધવી રાજે ઘણા સમયથી બીમાર હતા. તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારથી તેમની તબિયત લથડી રહી હતી. દિલ્હીની AIIMS સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે માધવી રાજેએ સવારે અંતિમ શ્વાસ […]

લોકસભા ચૂંટણીઃ શિવરાજ સિંહ ચૌહાણ અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુ ખડગે સહિતના નેતાઓએ કર્યું મતદાન

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશનાં સિહોરમાં વિદિશા લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણે નર્મદા નદી પર પૂજા કરી ત્યાર પછી મતદાન કર્યું હતું. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વિદિશાથી ભાજપના ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, “મેં મારો મત આપ્યો છે. મતદાન એ લોકશાહીનો આત્મા છે, લોકશાહી પ્રત્યેની વફાદારીનું પ્રતીક છે. દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ. આજે […]

ગાંધીનગર લોકસભા બેઠક ઉપર અમિત શાહનો ભવ્ય રોડ શો

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહે પોતાના મતવિસ્તારમાં જંગી રોડ-શો કર્યો હતો. દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જે શહેરની દિવાલો ઉપર ક્યારેક પોસ્ટર લગાવતો હતો આજે અહીંથી પ્રજા માન આપી રહી છે. પ્રિયંકા ગાંધીના નિવેદનનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, જ્યાંરે આપ કંઈ કરી નથી શકતા […]

સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક,આ નેતાઓ રહ્યા હાજર

સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક સંસદનું શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી થશે શરૂ 22 ડિસેમ્બર સુધી ચાલશે સંસદનું શિયાળુ સત્ર દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થવા જઈ રહ્યું છે, જે પહેલા શનિવારે અહીં રાજકીય પક્ષોના નેતાઓ શિયાળુ સત્રના એજન્ડા પર ચર્ચા કરવા બેઠક કરી રહ્યા છે. આ બેઠક સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી દ્વારા બોલાવવામાં આવી […]

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ,દેશભરમાંથી મળી રહી છે જન્મદિવસની શુભેચ્છાઓ

દિલ્હી: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ છે.પીએમના જન્મદિવસ નિમિત્તે ભાજપ દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. વડાપ્રધાનના જન્મદિવસના અવસર પર દેશ અને દુનિયાના તમામ નેતાઓ તેમને અભિનંદન આપી રહ્યા છે.ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, ‘વડાપ્રધાન મોદીજીને તેમના જન્મદિવસ પર હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. હું ઈચ્છું છું કે તમારી દૂરગામી દ્રષ્ટિ […]

અફઘાનિસ્તાનઃ સત્તાધારી તાલિબાનની કેબિનેટ બેઠકમાં નેતાઓ વચ્ચે મારામારી

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં 2021થી સત્તા પર રહેલા કટ્ટરવાદી ઈસ્લામિક સંગઠન ‘તાલિબાન’ની બેઠક દરમિયાન વિવાદ થયો હતો. રાજધાની કાબુલમાં તાલિબાનની કેબિનેટ સ્તરની બેઠક ચાલી રહી હતી, તે દરમિયાન મારામારી થઈ હતી. આ મામલો સમગ્ર વિશ્વમાં ચર્ચામાં આવ્યો છે. અફઘાન-તાલિબાન તેના કડક વલણને કારણે કાબુલમાં સત્તામાં આવ્યા બાદથી ચર્ચામાં છે, તાજેતરમાં તેની સરકારના કેટલાક નિર્ણયોને કારણે, એવું […]

છત્તીસગઢમાં કથિત કોલસા કૌભાંડ મામલે કોંગ્રેસના કેટલાક નેતાઓ ઉપર ઈડીના દરોડા

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં ઈડીએ અનેક રાજકીય આગેવાનોના નિવાસસ્થાન ઉપર દરોડા પાડતા ખળભળાટ મચી ગયો છે. કથિત કોલસા કૌભાંડ મામલે કોંગ્રેસના નેતાઓ ઉપર દરાડા પાડીને ઈડીએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બીજી તરફ ઈડીની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરીને પીએમ મોદી સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા. છત્તીસગઢમાં કોંગ્રેસના વિવિધ નેતાઓના ઘરે ઇ.ડી.એ દરોડા પાડ્યાં છે. […]

બજેટમાં ટેક્સના નવા સ્લેબને કોંગ્રેસ સહિત વિપક્ષના કેટલાક નેતાઓએ આવકાર્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું સામાન્ય પરિવાર, ગરીબ, ખેડૂત, વિદ્યાર્થી, યુવાઓ અને દરેક વર્ગને સમાવી લેતુ હોવાનું ભાજપના નેતાઓ અને કેન્દ્રીયમંત્રીએ જણાવીને આવકાર્યું છે. દરમિયાન કોંગ્રેસના કેટલાક નેતાઓએ આવકાર્યું હતું. કોંગ્રેસના સિનિયર નેતા શશી થરૂરે જણાવ્યું હતું કે, બજેટમાં કેટલીક સારી બાબતો હતી, હું તેને સંપૂર્ણપણે નકારાત્મક નહીં કહીશ, પરંતુ હજુ પણ […]

વર્ષ 2022માં લોકોએ સેલિબ્રિટી કરતાં આ નેતાઓમાં વધુ રસ દાખવ્યો

આમ તો એક્ટ્રેસ આલિયા ભટ્ટથી લઈને દીપિકા પાદુકોણ અને ટીવી સ્ટાર ઉર્ફી જાવેદ આ વર્ષે લાઈમલાઈટમાં હતા, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેમાંથી કોઈ પણ ગૂગલ સર્ચ લિસ્ટમાં સ્થાન મેળવી શક્યું નથી.ગૂગલે આજે તેના આ વર્ષના ભારતીય સર્ચ ઇતિહાસને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં ભારતીય નેતા નુપુર શર્મા યાદીમાં ટોચ પર છે.આ […]

પાટિદાર સમાજના આગેવાનોની CM સાથે બેઠક મળી, 14 કેસ સિવાયના કેસો પાછા ખેચાશે

ગાંધીનગરઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે જુદા જુદા સમાજના અગ્રણીઓને રિઝવવાના ભાજપ સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. બુધવારે પાટિદાર સમાજના અગ્રણીઓની મુખ્યમંત્રી સાથે બેઠક મળી હતી. જેમાં ચર્ચાના અંતે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા પોલીસ કેસ પરત કરવાના આદેશ થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code