1. Home
  2. Tag "Local Samachar"

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે ગાઢ ધૂમ્મ્સથી વાહનચાલકો પરેશાન થયા

હાઈવે પર ધૂમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો અટવાયા, હાઈવે ઓથોરિટીએ વાહનો ધીમી ગતિએ ચલાવવા તાકીદ કરી, બે કલાક બાદ સૂર્ય નારાયણના દર્શન થતાં ધૂમ્મસ દૂર થયો અમદાવાદઃ ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર ઘટી ગયા બાદ હવે ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યુ છે. ત્યારે આજે કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે વાતાવરણમાં ભારે ધુમ્મસ જોવા મળ્યુ હતુ.  વડોદરા-અમદાવાદ […]

જામનગરમાં ગુરૂદ્વારામાં ગુરૂનાનકની 556મી જન્મ જ્યંતી હર્ષોલ્લાસથી ઊજવાઈ

ગુરૂદ્વારાથી વહેલી સવારે પ્રભાતફેરીમાં અનેક લોકો જોડાયા, ગુરૂદ્વારામાં શબ્દ કીર્તન અને ગુરુ કે લંગર (મહાપ્રસાદ)નું પણ આયોજન કરાયુ, ગુરુસિંઘ સભામાં સેહજ પાઠની સમાપ્તિ જામનગરઃ ગુજરાતમાં અમદાવાદ સહિત શહેરોમાં આજે ગુરૂ નાનકની 556મી જન્મ જ્યંતિની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં જામનગરમાં ગુરુદ્વારામાં ગુરુસિંઘ સભામાં ઉજવણી ભારે ધામધૂમથી કરવામાં આવી હતી.  પરોઢિયે પ્રારંભે ગુરુદ્વારા ખાતેથી પ્રભાત ફેરીનો […]

યાત્રાધામ અંબાજીમાં આજે દેવ દિવાળીએ ભાવિકો દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં

અંબાજી મંદિરને રંગબેરંગી ફુલોથી શણગારાયું, મંગળા આરતી માટે વહેલી પરોઢે 4 વાગ્યાથી ભાવિકોની લાઈનો લાગી, પૂનમના દિવસે અંબાજી માતાજીના દર્શન કરવાનું વિશેષ મહત્વ છે, અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજીમાં આજે દેવ દિવાળીના દિને માતાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આજે કાર્તિક પૂર્ણિમાના દિવસે વહેલી સવારે મંગળા આરતીમાં જોડાવા માટે ભક્તો […]

જૂનાગઢના ભારતી આશ્રમના ગુમ થયેલા મહાદેવભારતી જંગલમાંથી મળ્યા

પોલીસ જવાનો, વન કર્મચારીઓ અને સેવકો સહિત 300 લોકો શોધખળમાં લાગ્યા હતા, 80 કલાક બાદ ઈટવા ઘોડી જંગલમાંથી મહાદેવભારતી મળી આવ્યા, મહંતને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા, જૂનાગઢઃ ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુના ગુમ થવાના મામલાએ રાજ્યભરમાં ચકચાર જગાવી હતી. બાપુએ લખેલી સુસાઇડ નોટ મળ્યા બાદ જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા મહાદેવભારતી […]

BLOની કામગીરીમાં શિક્ષકોને અપાયેલા વોરંટ રદ નહીં થાય તો કામગીરીનો બહિષ્કાર કરાશે

શિક્ષકોની સામે વોરંટ ઇશ્યુ કરાતા શિક્ષકોમાં રોષ ભભૂકી ઉઠ્યો, પ્રાથમિક શિક્ષકોના બન્ને સંઘોએ વોરંટ પ્રથાને રદ કરવાની માગ કરી, BLOની કામગીરી શિક્ષકો સહિત અન્ય 12 કેડરોને સમાન ધોરણે સોંપવા માગણી અમદાવાદઃ રાજ્ય ચૂંટણીપંચ દ્વારા હાલમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવી છે. મતદાર યાદીની ખાસ સુધારણાની કામગીરી પ્રાથમિક શિક્ષકોને સોંપવામાં આવી […]

રાજકોટના માધાપર ચોકડી નજીક અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા યુવાનનું મોત

ત્રણ બહેનોના એકના એક ભાઈનું મોત થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ, હડાળા ગામનો યુવાન રિક્ષા લઈને રાજકોટ રહેતા દાદીને મળવા આવ્યો હતો, પોલીસે અજાણ્યા વહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી રાજકોટઃ શહેરના બેડી ચોક પાસે માધાપર ચોકડી તરફ જતા રોડ પર રાતે કોઈ અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. દરમિયાન મોડી રાત્રિના […]

અમેરિકન ડોલર વેચવાના નામે ઠગાઈના કેસમાં પોલીસે ત્રણ શખસોને ઝડપી પાડ્યા

સ્વામિનારાયણ સંતના નામે 10,000 ડોલર આપવાનું કહી 50 લાખની ઠગાઈ, વોટ્સએપમાં મેસેજ કરી 200 ડોલરનો રૂ.10,000 ભાવ નક્કી કર્યો હતો, ઠગ ત્રિપટી ડોલર વચ્ચે 100-100ની નોટો મુકી દેતા હતા, નવસારીઃ અમેરિકન ડોલર સસ્તામાં આપવાને બહાને છેતરપિંડીનો બનાવ બન્યો છે. આરોપીઓએ વોટ્સઅપ મેસેજ કરીને સસ્તામાં અમેરિકન ડોલર આવવાનું કહ્યુ હતુ. ત્યારબાદ આરોપીઓએ ડોલરના ફોટા મોકલ્યા હતા […]

વડોદરામાં મકરપુરા રોડ પર મહિલા કારચાલકે ટૂ-વ્હીલરને મારી ટક્કર, બેને ઈજા

કારની ટક્કરથી યુવાન ફુટબોલની જેમ હવામાં ઉછળ્યો, અકસ્માતની ઘટનાના CCTV વાયરલ થયા, માંજલપુર પોલીસે મહિલા કારચાલકની ધરપકડ કરી વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના મકરપુરા વિસ્તારમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. શહેરના મકરપુરા એરફોર્સ રોડ પર કારચાલકે ટૂ-વ્હીલરને ટક્કર મારી હતી, જેમાં બે યુવક ઇજાગ્રસ્ત થયા હતા. આ ટક્કર એટલી […]

કોસંબામાં સુટકેસમાં મળેલા મહિલાના મૃતદેહના કેસમાં આરોપી તેનો પ્રેમી નિકળ્યો

લીવ ઈનમાં રહેતા પ્રેમીએ યુવતીની હત્યા કરી હતી, સીસીટીવીમાં યુવતીનો પ્રેમી સુટકેસ લઈને જતો જોવા મળ્યો હતો, પોલીસે આરોપી પ્રેમીને ફિરોઝાબાદથી દબોચી લીધો સુરતઃ  જિલ્લાના કોસંબામાં બે દિવસ પહેલા બિનવારસી મળી આવેલી સુટકેસમાં મહિલાનો મૃદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે ત્વરિત કામગીરી હાથ ધરીને સીસીટીવી કેમેરા ચેક કરતા એક વ્યક્તિ હાથમાં સુટકેસ લઈને […]

કોંગ્રેસ દ્વારા કાલે ગુરૂવારથી ખેડૂત આક્રોશ યાત્રાનો સોમનાથથી પ્રારંભ કરાશે

સોમનાથથી યાત્રા શરૂ કરીને સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ફરશે, દ્વારકામાં ખેડૂત આક્રોશ યાત્રાનું સમાપન કરાશે, કોંગ્રેસના નેતાઓ ખેડૂતોની વેદના સાંભાળવા ખેતર સુધી જશે અમદાવાદઃ ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે કૃષિપાકને સારૂએવુ નુકસાન થયુ છે. ખેડૂતોના મોંમા આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. સરકાર ખેડૂતોને પુરતી સહાય આપે તેવી માગ સાથે અને ખેડૂતોની વેદના સાંભળવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code