1. Home
  2. Tag "Lok Sabha"

વિપક્ષના હંગામાને પગલે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરાઈ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના સંભલ અને મણિપુરમાં હિંસા તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સહિત અન્ય કેટલાક મુદ્દાઓ પર તાત્કાલિક ચર્ચાની માગણીને ફગાવી દેવાયા બાદ સોમવારે રાજ્યસભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ઉપલા ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. એક વખત મુલતવી રાખ્યા પછી આખા દિવસની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકસભામાં પણ […]

સંસદમાં સંભલ હિંસા સહિતના મુદ્દે વિપક્ષનો હંગામો, કાર્યવાહી સ્થગિત કરાઈ

નવી દિલ્હીઃ દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સહિત વિવિધ મુદ્દાઓ પર તાત્કાલિક ચર્ચાની તેમની માંગને ફગાવી દેવાયા બાદ શુક્રવારે રાજ્યસભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ઉપલા ગૃહની કાર્યવાહી શરૂ થયાના થોડા સમય બાદ દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકસભામાં વિવિધ મુદ્દા ઉપર વિપક્ષ દ્વારા હંગામો મચાવ્યો હતો. જેથી લોકસભાની કાર્યવાહી સ્થગિત […]

પ્રિયંકા ગાંધીએ પોતાના હાથમાં બંધારણની નકલ સાથે લોકસભા સભ્યપદના શપથ લીધા

નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરુવારે લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. કેરળની વાયનાડ લોકસભા બેઠક માટે તાજેતરમાં પૂર્ણ થયેલી પેટાચૂંટણીમાં તેમનો વિજ્ય થયો છે. પ્રિયંકાએ હિન્દી ભાષામાં શપથ લીધા અને આ દરમિયાન તેમના હાથમાં બંધારણની કોપી હતી. જ્યારે તેઓ શપથ લેવા ઉભા થયા ત્યારે કોંગ્રેસના સાંસદોએ ‘જોડો-જોડો, ભારત જોડો’ના નારા લગાવ્યા હતા. […]

લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષનો હંગામો, સંભાલ સહિતના મુદ્દા ઉઠાવ્યાં

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના ત્રીજા દિવસે સવારે 11 વાગ્યે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ હતી. આ દરમિયાન વિપક્ષના હોબાળાને કારણે બુધવારે લોકસભાની કાર્યવાહી શરૂ થયાની થોડીવારમાં જ સ્થગિત કરી દેવામાં આવી હતી. ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ કોંગ્રેસના સભ્યો પોતપોતાની જગ્યાએ ઉભા થઈ ગયા અને કેટલાક મુદ્દા ઉઠાવીને હંગામો મચાવ્યો હતો. કેટલાક […]

લોકસભાની વાયનાડ બેઠક ઉપર પેટાચૂંટણી માટે પ્રિયંકા ગાંધીએ ઉમેદવારી ફોર્મ ભર્યું

નવી દિલ્હીઃ લોકસભાની વાયનાડ બેઠક ઉપર રાહુલ ગાંધીએ રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી. મહારાષ્ટ્ર સહિત બે રાજ્યની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે ચૂંટણીપંચે વાયનાડની લોકસભા બેઠક તથા લોકસભા અને વિધાનસભાની ખાલી પડેલી બેઠકો ઉપર પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. દરમિયાન કોંગ્રેસે વાયનાડ બેઠક ઉપરથી પ્રિયંકા ગાંધીને ઉમેદવાર બનાવ્યાં છે. આજે પ્રિયંકા ગાંધીએ પેટાચૂંટણી માટે ઉમેદવારી […]

‘વક્ફ (એમેન્ડમેન્ટ) બિલ-2024’ સંદર્ભે લોકસભાના 21 સાંસદોનો JPCમાં સમાવેશ

નવી દિલ્હીઃ સરકાર દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા ‘વક્ફ (એમેન્ડમેન્ટ) બિલ-2024’ પર વિગતવાર ચર્ચા કરવા માટે જેપીસીની રચના કરવામાં આવશે, જેમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષના વિવિધ રાજકીય પક્ષોના લોકસભાના 21 સાંસદોનો સમાવેશ થશે. રાજ્યસભાના વિવિધ રાજકીય પક્ષોના 10 સાંસદો પણ આ JPCમાં સામેલ થશે. કેન્દ્રીય લઘુમતી અને સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ શુક્રવારે ગૃહમાં લોકસભામાં […]

પેરિસ ઓલિમ્પિકઃ લોકસભાએ ભારતીય હોકી ટીમ અને નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હીઃ લોકસભાએ શુક્રવારે પેરિસ ઓલિમ્પિકમાં ભાલા ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતનાર નીરજ ચોપરા અને બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય હોકી ટીમને અભિનંદન પાઠવ્યા હતા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ શુક્રવારે ગૃહમાં પ્રશ્નકાળની શરૂઆત પહેલા પેરિસ ઓલિમ્પિકમાં ભારતે જીતેલા આ બે મેડલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “ભારતીય પુરુષ હોકી ટીમે 8 ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિકમાં […]

બજેટમાં યુવાનો માટે રૂ. બે લાખ કરોડની જોગવાઈ

નવી દિલ્હીઃ બજેટ રજૂ કરતાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, “વચગાળાના બજેટમાં ઉલ્લેખ કર્યા મુજબ, આપણે 4 વિવિધ જાતિઓ, ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ખેડૂતો માટે, અમે તમામ મુખ્ય માટે ઉચ્ચ લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત કરી છે. પાક, ખર્ચ પર ઓછામાં ઓછા 50% માર્જિનનું વચન આપતી પીએમ ગરીબ […]

લોકસભામાં પેપર લીક મામલે વિપક્ષે સરકારને ઘેરવાના કર્યાં પ્રયાસ

નવી દિલ્હીઃ લોકસભામાં આજથી ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે, આ સત્રમાં મોદી સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. દરમિયાન સંસદમાં ફરી એકવાર પેપર લીકનો મુદ્દો ઉભો થયો છે. એટલું જ નહીં પેપર લીક મામલે વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતા. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશ જોઈ રહ્યો […]

રાજસ્થાનઃ મંત્રી કિરોડીલાલ મીણાએ રાજુનામું આપ્યું, લોકસભાની દૌસા બેઠક ઉપર BJPની હારની જવાબદારી સ્વિકારી

જયપુરઃ રાજસ્થાનના કેબિનેટ મંત્રી કિરોરી લાલ મીણાએ પોતાનું રાજીનામું મુખ્યમંત્રી ભજનલાલ શર્માને મોકલી આપ્યું છે. જો કે હજુ સુધી રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. રાજીનામું થોડા દિવસ પહેલા મોકલવામાં આવ્યું હતું, પરંતુ તેની માહિતી આજે સામે આવી છે. કિરોરી લાલ મીણાએ લોકસભા ચૂંટણી દરમિયાન કહ્યું હતું કે, જો ભાજપ દૌસા સીટ હારી જશે તો હું મંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code