1. Home
  2. Tag "Mahakumbh"

મહાકુંભઃ ભૂટાનના રાજાએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન મંગળવારે ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. દરમિયાન CM યોગી આદિત્યનાથ અને જળશક્તિ મંત્રી સ્વતંત્ર દેવ પણ હાજર રહ્યા હતા. ખ્યમંત્રી યોગી અને ભૂટાનના રાજા લખનૌથી એકસાથે પ્રયાગરાજ પહોંચ્યા હતા. એરપોર્ટથી બંને રોડ માર્ગે સંગમ કિનારે પહોંચ્યા. અને અરૈલ ઘાટથી હોડીમાં બેસી […]

જગદગુરુ શંકરાચાર્યએ મહાકુંભમાં અદાણી પરિવારની સેવાઓને બિરદાવી

જગદગુરૂ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીએ અદાણી જૂથ દ્વારા મહાકુંભમાં ચલાવાઈ રહેલી સેવાઓને બિરાદવી છે. ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ મહાકુંભમાં ચાલી રહેલા મહાકુંભમાં દેશ-વિદેશના અનેક સાધુ-સંતો અને અખાડાઓ ભાગ લઈ રહ્યા છે. તેવામાં અદાણી જૂથ દ્વારા મહાપ્રસાદ સેવા, ગોલ્ફકાર્ટ સુવિધા અને આરતી સંગ્રહનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીએ તે સેવાઓથી રાજી થઈ અત્યંત પ્રસન્નતા […]

મહાકુંભમાં ‘ગેરવહીવટ’ના મુદ્દા પર હોબાળો થયા બાદ વિપક્ષી દળોનું રાજ્યસભામાંથી વોકઆઉટ

નવી દિલ્હીઃ સોમવારે રાજ્યસભામાં વિપક્ષી પક્ષોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને બાદમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં કથિત ‘ગેરવહીવટ’ના મુદ્દા પર તાત્કાલિક ચર્ચાની માંગણી સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. સવારે ગૃહની કાર્યવાહી શરૂ થયા પછી, અધ્યક્ષ જગદીપ ધનખડે ગૃહને માહિતી આપી કે તેમને નિયમ 267 હેઠળ ચર્ચા માટે કુલ નવ નોટિસ મળી છે. કોંગ્રેસના […]

મહાકુંભમાં ત્રીજું અમૃત સ્નાન, સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડુબકી

લખનૌઃ વસંતપંચમી પ્રસંગે પ્રયાગરાજ મહાકુંભમાં ત્રીજુ અમૃત સ્નાન ચાલી રહ્યું છે. 13 અખાડાના સાધુ સંતો સહિત દુનિયાભરથી કરોડો શ્રધ્ધાળુઓ આજના અમૃત સ્નાનમાં આશ્થાની ડુબકી લગાવવા મહાકુંભમાં સામેલ થઇ રહ્યાં છે. પવિત્ર સ્નાનના માધયમથી આધ્યાત્મીક મુક્તિની તલાશમાં પહોચેલા શ્રધ્ધાળુઓની શ્રધ્ધાનું સાક્ષી બની રહેલ પ્રયાગરાજ નગરી ભક્તિ અને આસ્થામય બની છે. વહેલી સવારથી અખાડાઓનું અમૃત સ્નાન ચાલી રહ્યું […]

મહાકુંભમાં ફરીથી લાગી આગ, ટેન્ટ સિટીમાં લાગેલી આગમાં 12 જેટલા ટેન્ટ બળીને રાખ

આગની આ ઘટનામાં સદનસીબે જાનહાની ટળી ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો લખનૌઃ મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન માટે આનવી રહ્યાં છે. હજુ ગઈકાલે જ ભાગદોડમાં 30 વ્યક્તિઓના મોતની ઘટના હજુ ભુલાઈ નથી, ત્યાં આજે ફરીથી મહાકુંભમાં આગની ઘટના બનતા તંત્ર દોડતું થઈ ગયું હતું. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ […]

મહાકુંભમાં થયેલી ઘટના પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભમાં થયેલા અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યાલયે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડની ઘટના અત્યંત દુઃખદ છે. હું મૃતક ભક્તોના પરિવારો પ્રત્યે સંવેદના […]

મહાકુંભમાં ભોગદોડમાં 31ના મોતની આશંકા, ભીડ દૂર થયા બાદ શરૂ થશે અખાડાઓનું અમૃત સ્નાન

મહાકુંભ નગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભમાં મૌની અમાવસ્યાના અવસર પર સ્નાન કરનારાઓની વિશાળ ભીડમાં ભાગદોડને કારણે થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. તેમજ પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ સતત સંપર્ક જાળવી રાખ્યો છે અને પીડિતોને શક્ય તેટલી મદદ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો […]

મહાકુંભ જતી ટ્રેનના દરવાજા ન ખુલતા શ્રદ્ધાળુઓમાં રોષ, કોચના કાચ ફોડાયાં

ભોપાલઃ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના હરપાલપુર સ્ટેશન પર ટ્રેનનો ગેટ ન ખુલવાને કારણે મુસાફરોએ કોચ પર પથ્થરમારો કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મૌની અમાવસ્યાને લઈને ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. આવી સ્થિતિમાં, જ્યારે ટ્રેન ઝાંસીથી રવાના થઈ અને હરપાલપુરના રેલ્વે પ્લેટફોર્મ પર પહોંચી, ત્યારે ટ્રેનના દરવાજા ખુલતા ન […]

મહાકુંભઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લગાવી શ્રદ્ધાની ડુબકી

લખનૌઃ પ્રયાગરાજમાં મહાકુંભમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમૃતસ્નાન કરવા આવી રહ્યાં છે. દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ સોમવારે પ્રયાગરાજ પહોંચ્યા હતી. અમિત શાહ આજે મહાકુંભ 2025નો ભાગ બન્યા અને શ્રદ્ધાની ડૂબકી લગાવી હતી. ગૃહમંત્રીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. આ પછી, શાહે તેમના પરિવાર સાથે ગંગા આરતી કરી હતી. યોગ ગુરુ બાબા રામદેવે […]

મહાકુંભઃ મૌની અમાવસ્યાના સ્નાનને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

મહાકુંભનગરઃ મહાકુંભ મેળાના વહીવટીતંત્રે 29 જાન્યુઆરીએ મહાકુંભના ત્રીજા સ્નાન મહોત્સવ, મૌની અમાવસ્યા માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. મૌની અમાવસ્યાના દિવસે લગભગ 10 કરોડ ભક્તો આવવાની અપેક્ષા છે. મેળા વહીવટીતંત્ર અને પોલીસ ભક્તોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે. અમૃત સ્નાન ઉત્સવને ધ્યાનમાં રાખીને મેળા વહીવટીતંત્ર અને કુંભ પોલીસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code