
- આગની આ ઘટનામાં સદનસીબે જાનહાની ટળી
- ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો
લખનૌઃ મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન માટે આનવી રહ્યાં છે. હજુ ગઈકાલે જ ભાગદોડમાં 30 વ્યક્તિઓના મોતની ઘટના હજુ ભુલાઈ નથી, ત્યાં આજે ફરીથી મહાકુંભમાં આગની ઘટના બનતા તંત્ર દોડતું થઈ ગયું હતું. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. જો કે, 12 જેટલા ટેન્ટ બળીને રાખ થઈ ગયા હતા. બીજી તંત્ર દ્વારા મહાકુંભમાં ફરીથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહાકુંભ ઝુંસીના છટનાગના સેક્ટર 22માં બનેલા ટેન્ટ સિટીમાં ગુરુવારે આગ લાગી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. લોકો કંઈ સમજે તે પહેલા તો આગે વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની આ ટેન્ટ સિટીના એક ડઝનથી વધુ ટેન્ટ બળીને રાખ થઈ ગયા હતી. રાહતની વાત એ છે કે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી તેમજ આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. મહાકુંભમાં સેક્ટર 22માં ઝુંસી વિસ્તારમાં છતનાંગ ઘાટ પાસે નાગેશ્વર પંડાલમાં આગ લાગી હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો વહીવટી કાફલો સ્થળ પર દોડી ગયો હતો. બપોરે લાગેલી આગની આ ઘટનામાં ભારે નુકશાન થયાનું ચર્ચાય રહ્યું છે.