1. Home
  2. Tag "manipur"

મણિપુરમાં 50 નેશનલ હાઈવે પ્રોજેક્ટને મંજૂરી

નવી દિલ્હીઃ મંત્રાલયે મણિપુરમાં 1026 કિલોમીટર લંબાઈના 50 નેશનલ હાઈવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. તેમાંથી અત્યાર સુધીમાં 902 કિલોમીટર લંબાઈના 44 પ્રોજેક્ટ રાજ્યના પહાડી વિસ્તારોમાં આવેલા છે. પહાડી ક્ષેત્રોમાં 125 કિલોમીટરના 8 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે અને 777 કિલોમીટર માટે 12000 કરોડ રૂપિયાના બાકીના 36 પ્રોજેક્ટ્સ પ્રગતિમાં છે. મંત્રાલયની વાર્ષિક યોજના 2024-25માં, કુલ 90 કિલોમીટર લંબાઈ માટે […]

મણિપુરમાં ફરીથી હિંસાની ઘટના, ગોળીબારમાં પાંચના મોતની આશંકા

સુરક્ષાદળોએ ઉગ્રવાદીઓના બંકર ધ્વસ કર્યાં છેલ્લા કેટલાક દિવસથી હિંસાના બનાવોમાં વધારો નવી દિલ્હીઃ મણિપુરમં કુકી અને મૈતેઈ વચ્ચેની હિંસક અથડામણ અટકી રહી નથી. મણિપુરમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઓછાવત્તા અંશે શાંતિ હતી, પરંતુ હવે ફરી એકવાર ઉત્તર-પૂર્વ ભારત હિંસાની આગમાં સળગવા લાગ્યું છે. રોકેટ હુમલાથી સર્જાયેલી ગભરાટનો હજુ અંત આવ્યો ન હતો ત્યારે શનિવારે સવારે ફરી […]

મણિપુરના ગામમાં પાંચ ખાલી મકાનો સળગાવી દેવામાં આવ્યા

મણિપુરમાં પાછલા વર્ષે ફાટી નીકળેલી હિંસા બાદ હજુ પણ તણાવ છે. અહીંના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના એક ગામમાં શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા ઓછામાં ઓછા પાંચ ખાલી મકાનો સળગાવી દેવામાં આવ્યા હતા. પોલીસે સોમવારે આ જાણકારી આપી. કાલે અઢી વાગે થયો હતો હુમલો પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ રવિવાર બપોરથી કુતુક અને પડોશી કડાંગબંદના પહાડીની ટોચથી નીચલી […]

અમેરિકાએ પોતાના નાગરિકોને મણિપુર અને જમ્મુ-કાશ્મીર ન જવાની સૂલાહ આપી

નવી દિલ્હીઃ અમેરિકાએ તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરતાં કહ્યું કે તે ભારતના જમ્મુ-કાશ્મીર અને મણિપુર જેવા વિસ્તારોની મુલાકાત લેવાનું ટાળે. આ એડવાઈઝરીમાં કહેવાયું છે કે ભારતના પ્રવાસ દરમિયાન અમેરિકન નાગરિકો એ વિસ્તારોમાં જતાં બચે જ્યાં નક્સલીઓ સક્રિયછે અને એ ક્ષેત્રોમાં પણ ન જાય જે આતંકી સંકટ સામે ઝઝૂમી રહ્યા છે.  અમેરિકાની ટ્રાવેલ એડવાઈઝરીમાં […]

ગૃહ મંત્રીએ મણિપુરમાં હિંસા કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં મણિપુરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડે, કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી)ના ડિરેક્ટર, ચીફ ઓફ આર્મી સ્ટાફ (ડેઝિગ્નેટેડ) લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર, આસામ રાઇફલ્સના […]

મણિપુરમાં CM એન બિરેનસિંહના સુરક્ષા કાફલા ઉપર ઉગ્રવાદીઓનો હુમલો

નવી દિલ્હીઃ કાંગપોકપી જિલ્લામાં મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહના સુરક્ષા કાફલા પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો. રિપોર્ટ અનુસાર આ હુમલામાં એક જવાન ઈજાગ્રસ્ત થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સીએમ એન બિરેન સિંહનો સુરક્ષા કાફલો મણિપુરના હિંસાગ્રસ્ત જીરીબામ જિલ્લામાં જઈ રહ્યો હતો, પરંતુ તે દરમિયાન અચાનક અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેને જોતા સુરક્ષા દળોએ […]

મણિપુરના જીરીબામ જિલ્લામાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાદવામાં આવેલ કર્ફ્યુ યથાવત

નવી દિલ્હીઃ મણિપુરના અશાંત જીરીબામ જિલ્લામાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાદવામાં આવેલ કર્ફ્યુ આજે પણ ચાલુ છે. જિલ્લામાં તૈનાત વધારાના સુરક્ષા દળોએ પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે અને વિવિધ સમુદાયો વચ્ચેની અથડામણને રોકવા માટે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ કરી રહ્યા છે. મણિપુરની સરહદે આવેલા જીરીબામ શહેરમાં ખેડૂતનો મૃતદેહ મળી આવતાં બે સમુદાયો વચ્ચે તણાવ વધી ગયો […]

ચોમાસાના આગમન પહેલાં મણિપુરમાં ભારે વરસાદ, 800 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

નવી દિલ્હીઃ કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે અને થોડા જ દિવસોમાં ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ ચોમાસું પહોંચશે. જો કે તેની પહેલાં જ મણિપુરમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. મણિપુરના ઇમ્ફાલમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મણિપુર પોલીસ, સેના, અસમ રાઈફલ, NDRF અને SDRF દ્વારા […]

મણિપુર: CRPF બટાલિયન પર ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં 2 જવાન શહીદ

નવી દિલ્હીઃ મણિપુરના નરસેના વિસ્તારમાં મધ્યરાત્રિએ શરૂ થયેલા કુકી આતંકવાદીઓના હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના બે જવાનો શહીદ થયા હતા. CRPF જવાનો પર કુકી આતંકવાદીઓએ મધ્યરાત્રીએ 2.15 સમયની આજુ બાજુ હુમલો કરાયો હતો. જીવ ગુમાવનારા સૈનિકો રાજ્યના બિષ્ણુપુર જિલ્લાના નરસેના વિસ્તારમાં તૈનાત CRPF 128 બટાલિયનના હતા. મણિપુર પોલીસના એક્સ હેન્ડલ અનુસાર, સુરક્ષા દળોએ પહાડી અને ખીણ […]

પ્રથમ તબક્કામાં 102 બેઠકો ઉપર મતદાન પૂર્ણ, અંદાજે 65 ટકાથી વધારે મતદાન

નવી દિલ્હીઃ લોકસભાની 102 બેઠકો ઉપર પ્રથમ તબક્કાનું આજે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. પશ્ચિમ બંગાળ અને મણિપુર સહિતના કેટલાક રાજ્યોમાં હિંસામાં છુટાછવાયા બનાવો નોંધાયાં હતા. પ્રથમ તબક્કામાં 102 બેઠકો ઉપર એકંદરે સરેરાશ 65 ટકા જેટલુ મતદાન થયાનું જાણવા મળે છે. ત્રિપુરામાં સૌથી વધારે 76 ટકાથી વધારે મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code