1. Home
  2. Tag "Meeting"

કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના કુશાસન, ભ્રષ્ટ્રાચાર સામે સાથે મળીને લડત આપેઃ રાહુલ ગાંધી

અમદાવાદઃ  દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધન કર્યા બાદ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. જેમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ પ્રજાને પડતી મુશ્કેલી જેવી કે, અસહ્ય મોંઘવારી, નાના વેપારીઓને હેરાન ગતિ, સ્થાનિક મુદ્દાઓ, આર્થિક હાલાકીઓ, માલધારી સમાજને પડતી મુશ્કેલીઓ વગેરે બાબતે ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીએ કોંગ્રેસના ધારાસભ્યોને […]

PMનો યુરોપ પ્રવાસઃ બર્લિનમાં જર્મન ચાન્સલર ઓલાફ સ્કોલ્જ અને નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક મળી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ 3 યુરોપિયન દેશના પ્રવાસે છે અને જર્મનીના બર્લિન પહોંચ્યાં હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ હોટલ ઉપર પણ મોટી સંખ્યામાં ભારતીયો તેમને મળવા ઉમટી પડ્યાં હતા. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સલર ઓલાફ સ્કોલ્જ સાથે મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવો વચ્ચે ભારત અને જર્મનીના […]

શાળ સંચાલકો અને અધ્યાપકોની પડતર પ્રશ્નોના ઉકેલ માટે શિક્ષણ મંત્રી અને નાણા મંત્રી સાથે બેઠક યોજાઈ

ગાંધીનગરઃ રાજ્યના કોલેજોના અધ્યાપકો અને ગ્રાન્ટેડ શાળાના સંચાલકોના વણઉકેલ્યા પ્રશ્નો માટે લડતના મંડાણ કર્યા બાદ આખરે સરકારે બન્નેના પ્રતિનિધિ મંડળોને બોલાવીને ચર્ચા કરી હતી. છેલ્લા કેટલાક સમયથી કોલેજોના અધ્યાપકો અને શાળા સંચાલકો પોતાના પડતર પ્રશ્નોને લઈને સરકાર પાસે માંગણી કરીને વિરોધ કરી રહ્યા હતા. ત્યારે સરકાર તરફથી પ્રશ્નોના નિવારણ માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ […]

ખોડલધામના નરેશ પટેલે કોળી સમાજ બાદ દલિત સમાજના આગેવાનો સાથે ચૂંટણીને લઈ ગોષ્ઠિ કરી

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ભાજપ- કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમાજના સબળ ગણાતા નેતાઓને પાર્ટીમાં સમાવવાની હોડ જામી છે. પાટિદાર સમાજના આસ્થાનું કેન્દ્ર એવા ખોડલધામના અગ્રણી નરેશ પટેલને પોતાના પક્ષમાં લેવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા ઘણા […]

કોંગ્રેસના નારાજ નેતાઓના જૂથ જી-23ની બેઠક મળશે

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો છે. પાંચેય રાજ્યોમાં પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું હોવાથી કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે. ચૂંટણીમાં મળેલી હાર પર પાર્ટીએ પરિણામોનું આત્મનિરીક્ષણ કરવા માટે ટૂંક સમયમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક બોલાવવાનું નક્કી કર્યું છે. બીજી તરફ કોંગ્રેસના નારાજ નેતાઓ ફરીથી સક્રિય થયા છે અને […]

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક મળશે

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની દર વર્ષે મળતી અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક આ વર્ષે તા. 11મી માર્ચથી 13મી માર્ચ સુધી અમદાવાદમાં મળશે. આ બેઠક સંઘની દ્રષ્ટીએ ખુબ જ મહત્વની મનાય છે તેમજ આગામી વર્ષની યોજનાને અંતિમ ઓપ આપવામાં આવે છે. ગયા વર્ષે પણ બેઠક મળી હતી. જો કે, કોરોનાને પગલે બેઠક ઝડપથી પૂર્ણ કરી લેવામાં […]

યુક્રેન ઉપર રશિયાના હુમલા બાદ નોટા દેશોની બેઠક, કાર્યવાહીનો કરાયો નિર્ણય

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. યુક્રેન ઉપર રશિયાએ કરેલા હુમલાની અમેરિકા સહિતના દેશોએ નીંદા કરી છે. દરમિયાન નાટો દેશોએ રશિયા વિરુદ્ધ કાર્યવાહીની પહેલ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ નાટો દેશોની મોટી બેઠક મળી હતી. જેમાં કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં નાટોએ કહ્યું […]

UP ચૂંટણીઃ લખનૌ કેંટની બેઠક ઉપર BJPએ અર્પણા યાદવ અને રીટા બહુગુણાના દીકરાને બદલે આ નેતાને આપી ટીકીટ

ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં તમામની નજર લખનૌની હાઈપ્રોફાઈલ બેઠક ઉપર તમામની નજર હતી.  ભારતીય જનતા પાર્ટીએ લખનૌ કેંટની આ બેઠક ઉપર ઉમેદવારના નામની જાહેરાત કરી છે ભાજપે લખનૌની તમામ સીટો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી. આ યાદીમાં મુલાયમ સિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવ અથવા બીજેપી સાંસદ રીટા બહુગુણા જોશીના પુત્ર મયંક જોશીનું નામ આવશે તેવી […]

અધ્યાપક મંડળ અને સરકાર વચ્ચે પડતર પ્રશ્નોને લઈને બેઠક મળી, સરકારનો હકારાત્મક અભિગમ

ગાંધીનગરઃ રાજ્યમાં અધ્યાપકોના પડતર પ્રશ્નો અંગે ઘણા સમયથી રજુઆતો કરવામાં આવતી હતી. સરકાર દ્વારા માત્ર આશ્વાસનો આપવામાં આવતા હતા. પણ પ્રશ્નો ઉકેલાતા નહતા. તાજેતરમાં ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ અને અન્ય મંડળોની શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, કુબેર ડીંડોર અને નાણામંત્રી કનુ દેસાઈની હાજરીમાં એક સંપૂર્ણ મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં બેઠકમાં તમામ પ્રશ્નોની ચર્ચા […]

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય કમિશનરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

અમદાવાદઃ કોરોનાના કેસમાં થઈ રહેલા વધારેને પગલે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. દરમિયાન રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેની અધ્યક્ષતામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સુપ્રીટેન્ડન્ટ અને ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠક મળી હતી. જેમાં કોરોનાના વધી રહેલા કેસ અને તેને લઈને કરવામાં આવેલી તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કોરોના કેસમાં ફરી એકવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code