PM મોદીના જમ્મુ-કાશ્મીરની મુલાકાત ઉપર પાકિસ્તાનને બોલવાનો કોઈ અધિકાર નથીઃ વિદેશ મંત્રાલય
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. તેમજ અનેક લોકહિતના કાર્યનો શુભારંભ કરાવ્યો હતો. દરમિયાન પાકિસ્તાને પીએમ મોદીની જમ્મુ અને કાશ્મીરની મુલાકાત અને ચેનાબ નદી પર રતલે અને ક્વાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના નિર્માણ માટે શિલાન્યાસ કરવા મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો. તેના જવાબમાં ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે પાકિસ્તાનને પીએમ મોદીની […]


