2040 માં ભારત ચંદ્ર પર માનવીઓને મોકલશે અને આ મિશનની જવાબદારી આજના યુવાનો પર રહેશેઃ શુભાંશુ શુક્લા
નવી દિલ્હીઃ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સોમવારે તેમના વતન લખનૌ પહોંચ્યા, જ્યાં સિટી મોન્ટેસરી સ્કૂલ (CMS) ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધતા શુક્લાએ કહ્યું કે 2040 માં ભારત ચંદ્ર પર માનવીઓને મોકલશે અને આ મિશનની જવાબદારી આજના યુવાનો પર રહેશે. તેમણે બાળકોને કહ્યું કે હાર ન માનો અને સખત મહેનત કરતા રહો. […]


