1. Home
  2. Tag "MORBI"

મોરબીના આમરણ નજીક યાત્રાળુઓની બસ પલટી ખાતાં 15થી વધુને ઈજા

ધૂમ્મસને લીધે બસચાલકને રોડ ન દેખાતા બસ રોડ સાઈડ પર ઉતરીને પલટી ખાધી, ઊંઝાથી યાત્રાળુઓ લકઝરી બસમાં દ્વારકાના દર્શન માટે જતાં હતા ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા મોરબીઃ જિલ્લાના આમરણ પાસે હાઈવે પર ગત મધરાત બાદ યાત્રાળુઓની એક લકઝરી બસ પલટી જતા 15થી વધુ પ્રવાસીઓને ઈજાઓ થઈ હતી. મહેસાણાના ઊંઝાના યાત્રાળુઓ દ્વારકા દર્શન કરવા માટે […]

‘તેરા તુજકો અર્પણ’, મોરબીમાં પોલીસે ચોરાયેલા રૂ. 2 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યાં

અમદાવાદઃ મોરબી જિલ્લાનાં હળવદ ખાતે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત હળવદ પોલીસ વિભાગ દ્વારા DySP સમીર સારડાનાં વરદ હસ્તે, ખોવાઈ ગયેલા અને ચોરાઈ ગયેલા મોબાઈલનાં મૂળ માલિકને મોબાઈલ પરત કરવામાં આવ્યાં. કુલ 2 લાખ 1 487નાં 09 જેટલા મોબાઈલ તેનાં મૂળ માલિકોને અર્પણ કરવામાં આવ્યા. ગુજરાત પોલીસે પ્રેરક કામગીરી અંગે જેતે પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફ […]

મોરબીમાં ડુપ્લીકેટ એન્જીન ઓઇલ વેચાણનો પર્દાફાશ

અમદાવાદઃ ગુજરાતમાંથી અવારનવાર વિવિધ નકલી ખાદ્ય સામગ્રી મળી આવતી હોય છે. ત્યારે તાજેતરમાં મોરબીમાં નકલી દારૂ અને ટોલનાકા બાદ હવે નકલી એન્જીન ઓઇલનો પર્દાફાશ થયો છે. મોરબી જિલ્લામાં કંપનીના નામે ડુપ્લીકેટ ઓઇલનું પેકેજિંગ પકડી પાડવામાં આવ્યું છે.  23.17 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો મોરબીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ટંકારાના લજાઈ ગામની સીમમાં આવેલા ગોડાઉનમાં દરોડા […]

મોરબીમાં પોલીસની ના છતાંયે પ્રતિબંધિત સ્થળે કરાયું ગણેશ વિસર્જન

ભાજપના આગેવાનોએ પોલીસ સામે દાદાગીરી કરીને ગાળો ભાંડી, હાઈવે ચક્કાજામ કરતા વાહનચાલકો થયા પરેશાન, પોલીસે અંતે આગેવાનો સામે ગુનો દાખલ કર્યો મોરબીઃ શહેરના રવાપર રોડ પર ભાજપના એક આગેવાને ગણપતિજીની સ્થાપના કરી હતી ત્યારબાદ રાત્રે ભાજપ આગેવાન પોતાના સમર્થકો સાથે ગણેશજીના વિસર્જન માટે નીકળ્યા હતા. પરંતુ પ્રતિબંધિત સ્થળે મૂર્તિ વિસર્જનની પોલીસે ના કહેતા રાજકીય આગેવાન […]

મોરબીના ટંકારામાં 14 ઈંચ વરસાદ, મચ્છુ ડેમના 30 દરવાજા ખોલાયા

મચ્છુ નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા, વર્ષો બાદ મચ્છુ નદી બની ગાંડીતૂર, નદી તરફ જતા રસ્તાઓ બંધ કરાયા મોરબીઃ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા મચ્છુનદી ગાંડી તૂર બની છે. ટંકારામાં 14 ઈંચ વરસાદ ખાબકતા આખોયે વિસ્તાર જળબંબાકાર બન્યો છે. મચ્છું ડેમ-2ના મોટા 18 દરવાજા 15 ફૂટ, જ્યારે નાના 12 દરવાજા પાંચ ફુટ ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી […]

મોરબી માર્કેટિંગ યાર્ડમાં મીની વેકેશનનો માહોલ

• ખેડૂતોને પોતાનો માલ વેચાણ માટે ન લાવવા અનુરોધ કરાયો • તારીખ 30 થી રાબેતા મુજબ યાર્ડમાં ખરીદી વેચાણ હરાજી શરૂ થશે અમદાવાદઃ ગુજરાતમાં જન્માષ્ટમી પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવા માટે ભક્તો દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. તેમજ સાતમ-આઠમના તહેવારનો પ્રારંભ થતા ઠેર-ઠેર વેકેશનનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમની રજાને લઈને […]

મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ, કોંગ્રેસના આગેવાનો સહિત લોકો પદયાત્રામાં જોડાયા

મોરબીઃ પ્રદેશ કોંગ્રેસ દ્વારા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ,  રાજકોટનો અગ્નિકાંડ,તક્ષશિલા આગ કાંડ ,  લઠ્ઠા કાંડ, પેપર કાંડ, અંધાપા કાંડ, ભુમાફિયા કાંડનો ભોગ બનેલા લોકોને ન્યાય આપવા આજે મોરબીથી 300 કિમીની પદયાત્રાનો પ્રારંભ કરાયો હતો. ગુજરાત ન્યાય પદયાત્રા આજે મોરબીથી ગાંધીનગર જવા માટે રવાના થઈ હતી. પદયાત્રાના પ્રારંભ પહેલા મોરબીના દરબારગઢ ચોકમાં વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા, પ્રદેશ કોંગ્રેસના […]

મોરબીનો સિરામીક ઉદ્યોગ મંદીના વમળોમાં ફસાયો, 200થી વધુ કારખાનાંને લાગ્યા તાળાં

મોરબીઃ શહેર અને જિલ્લામાં સિરામિકના અનેક કારખાનાંઓ આવેલા છે. અને અનેક લોકોને રોજગારી પુરી પાડી રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી સિરામિક ઉદ્યોગ મંદીના વમળોમાં ફસાયો છે. હાલમાં મોરબીમાં સિરામિકનાં નાનાં-મોટાં 1,000 જેટલાં કારખાનાં આવેલાં છે, જેમાંથી છેલ્લા મહિનામાં એક કે બે નહીં, પરંતુ 200 જેટલાં કારખાનાં સદંતર બંધ થઈ ગયાં છે અને આગામી હજુ […]

મોરબી મુશળધાર વરસાદ અને ડેમના પાણીના કારણે પુલનું ધોવાણ, વાહનવ્યવહાર ખોરવાયો

અમદાવાદઃ હાલ, ગુજરાતમાં મોટાભાગના ક્ષેત્રોમાં વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તે ઉપરાંત ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તો બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે અવિરત વરસાદને કારણે અનેક જાહેર મિલકતોને નુકસાન થઈ રહ્યું છે. તેના કારણે વરસાદ જેવા માહોલમાં નાગરિકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. પુલના ધોવાણને કારણે […]

મોરબીના વરસામેડી ગામે તળાવમાં નાહવા પડેલા બે બાળકો અને એક કિશોરનું ડૂબી જતાં મોત

મોરબીઃ રાજ્યમાં ગરમીને લીધે લોકો નદી, તળાવો કે ડેમમાંનાહવા માટે જતાં ડૂબી જવાના બનાવો પણ વધી રહ્યા છે. તાજેતરમાં ભાવનગરમાં ડૂબી જતાં પાંચ પૈકી ચાર બાળકીઓના મોત નિપજ્યા હતા. જ્યારે મોરબીના વરસામેડી ગામે તળાવમાં નાહવા પડેલાં 4 બાળકો પૈકી બે બાળકો અને એક કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મોતની નિપજતા નાના એવા ગામમાં ભારે શોકનો માહેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code