મોરબી હાઈવે પર ઓવરટેક બાબતે સોની યુવાનની હત્યા કેસમાં કડક પગલાં ભરવા માગ
મોરબી, 23 ફેબ્રુઆરી 2026: સામાન્ય વાતે હત્યાના બનાવો બની રહ્યા છે. ત્યારે કારને ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતમાં ઝઘડો કરીને કારચાલક સોની યુવાનની હત્યા કરાતા સૌરાષ્ટ્રભરના સોની સમાજમાં પ્રત્યાઘાત પડ્યા છે. મોરબી-રાજકોટ હાઈવે પર ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતમાં કારચાલક સોની યુવક જતીન રમેશભાઈ આડેસરાની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેતા સમગ્ર મોરબી સહિત સૌરાષ્ટ્ર […]


