માઉન્ટ આબુમાં પવન સાથે ભારે વરસાદ, અનેક વૃક્ષો ધરાશાયીઃ પ્રવાસીઓને તંત્રએ આપી સુચના
પાલનપુરઃ રાજસ્થાનના માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ઘણા સમયથી ધસારો જોવા મળી રહ્યો છે. ઉપરથી છેલ્લા એક અઠવાડિયાથી વરસી રહેલા વરસાદ અને પવનના કારણે ત્યાંનું વાતાવરણ એકદમ આહલાદક બન્યું છે. માઉન્ટ આબુમાં કુદરતે જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. જો કે, વરસાદ અને પવને કેટલીક જગ્યાએ તારાજી પણ સર્જી છે. […]


