જુનાગઢમાં શિવરાત્રીના મેળાને હજુ મંજુરી મળી નથી પણ મ્યુનિ.એ મેળા માટે 60 લાખનું ટેન્ડર બહાર પાડ્યું
જુનાગઢઃ શિવરાત્રીના પર્વને મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે કોરોનાને લીધે જુનાગઢમાં ભવનાથની તળેટીમાં યોજાતા મેળાને સરકાર મંજુરી આપશે કે કેમ તે અંગે અવઢવભરી સ્થિતિ છે. કારણ કે મહાશિવરાત્રીના દિને જુનાગઢમાં સાધુ-સંતોની રવેડી પણ નિકળી હોય છે. તળેટીમાંથી સાધુ-સંતો દામોદર કુંડમાં સ્નાન કરવા માટે પણ આવતા હોય છે. સાધુ-સંતોના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો […]