1. Home
  2. Tag "nagarpalika"

દ્વારકામાં મેગા ડિમોલિશન, 130થી વધારે ગેરકાયદે દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરાઈ

અમદાવાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ગેરકાયદે દબાણ દૂર કરવા માટે મનપા દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સાત દિવસ સુધી ચાલેલા આ અભિયાનમાં તંત્રએ પોલીસ બંદોબસ્ત વચ્ચે 130થી વધારે ગેરકાયદે દબાણ દુર કરીને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા બે ધાર્મિક સ્થળોનું દબાણ પણ દૂર કર્યું હતું. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરાની […]

ગુજરાતઃ 32 નગરપાલિકામાં અત્યાધુનિક મોડેલ ફાયર સ્ટેશન બનશે

અમદાવાદઃ રાજ્યમાં કોઇપણ નાની-મોટી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ વખતે અગ્નિશમન સેવાઓની અગત્યતા અને આવશ્યકતા ધ્યાનમાં લેતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 32 નગરપાલિકાઓમાં અત્યાધુનિક મોડેલ ફાયર સ્ટેશન નિર્માણનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે આણંદ નગરપાલિકાને રૂ. 6.30 કરોડ, નડિયાદ નગરપાલિકાને રૂ. 6.22 કરોડ, ગોધરા નગરપાલિકાને રૂ. 5.94 કરોડ અને અમરેલી નગરપાલિકાને રૂ. 5.12 કરોડ મળીને કુલ 23.58 કરોડ રૂપિયા મોડેલ ફાયર સ્ટેશન્સના નિર્માણ માટે […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં પરાજયનું કોંગ્રેસ કરશે મનોમંથન, પ્રભારી રાજીવ સાતવ આવશે ગુજરાત

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસનું ભારે ધોવાણ થયું છે. જેથી પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા અને વિપક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું હતું. દરમિયાન આગામી દિવસોમાં જ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે આવશે. તેમજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય અંગે મનોમંથન કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ કડી નગરપાલિકામાં 26 બેઠકો બિનહરિફ થતા ભાજપનો ભગવો લહેરાયો

અમદાવાદઃ ગુજરાતમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી અનેક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાં હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વતન કડીમાં નગરપાલિકાની ચૂંટણીમાં 36 બેઠકો પૈકી 26 બેઠક ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચુંટાયાં હતા. જેથી કડી નગરપાલિકામાં ફરી એકવાર ભાજપનું શાસન આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, […]

ન.પા, જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની પસંદગી માટે ભાજપની મળશે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ દ્વારા અમદાવાદ સહિતના મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગી કરી લેવામાં આવી છે. હવે આગામી દિવસોમાં નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારોની પસંદગી માટે શનિવારથી ફરીથી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. જેમાં તમામ ઉમેદવારોની પસંદગીને આખરી મંજૂરી આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code