અમદાવાદ, 6 ઑક્ટોબર, 2026 – GST registration certificate. GCCI એ તેઓની ‘ઇનડાયરેક્ટ ટેક્સ કમિટી’ દ્વારા GST કાઉન્સિલના માનનીય અધ્યક્ષ શ્રીમતી નિર્મલા સીતારમણને CGST એક્ટ ૨૦૧૭ના નિયમ ૧૦ (૨) તેમજ નિયમ ૧૦ (૩) બાબતે રજુઆત કરી છે.
‘સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એક્ટ, ૨૦૧૭’ ની કલમ ૨૨(૧) મુજબ, જો કોઈ સપ્લાયરનું કુલ ટર્નઓવર નિર્ધારિત મર્યાદા (threshold limit) કરતા વધી જાય, તો તેઓએ જે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ માંથી તે માલ અથવા સેવાઓ અથવા બંનેનો કરપાત્ર પુરવઠો (taxable supply) કરે છે, ત્યાં CGST એક્ટ હેઠળ નોંધણી કરાવવી ફરજિયાત છે.
સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ રૂલ્સ, ૨૦૧૭ ના નિયમ ૧૦(૨) મુજબ, જો નોંધણી માટેની અરજી તે તારીખથી ૩૦ દિવસના નિર્ધારિત સમયગાળામાં સબમિટ કરવામાં આવે કે જે તારીખે વ્યક્તિ નોંધણી માટે જવાબદાર બને છે, તો નોંધણી તે તારીખથી અમલમાં આવશે જે તારીખે વ્યક્તિ નોંધણી માટે જવાબદાર બની હતી. પરંતુ, વાસ્તવિક વ્યવહારમાં આવી વ્યક્તિઓને આપવામાં આવતા નોંધણી પ્રમાણપત્ર તે તારીખથી અમલમાં આવે છે જે તારીખે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોય. પોર્ટલ પર અપનાવવામાં આવતી આવી પદ્ધતિ સ્પષ્ટ જોગવાઈથી વિપરીત છે.
તેવી જ રીતે, નિયમોના નિયમ ૧૦(૩) હેઠળ, જો નોંધણી માટેની અરજી વ્યક્તિના નોંધણી માટે જવાબદાર બનવાની તારીખથી ૩૦ દિવસના સમયગાળા પછી દાખલ કરવામાં આવે, તો નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવે તે તારીખથી નોંધણી અમલમાં આવે છે. આમ, આ સ્થિતિ અરજી અને નોંધણીના વાસ્તવિક સ્વીકાર વચ્ચેના સમયગાળા માટે અનિશ્ચિતતા ની સ્થિતિ ઊભી કરે છે. GCCI એ આ વિસંગતતાનું નિરાકરણ લાવવા માટે પણ વિનંતી કરી છે.
GCCI એ એવી રજૂઆત પણ કરી છે કે CGST કાયદા હેઠળ સ્વૈચ્છિક નોંધણીના કિસ્સામાં, એકવાર નોંધણી મંજૂર થઈ જાય પછી તેની અમલીકરણની તારીખ મંજૂરીની તારીખને બદલે અરજીની તારીખ હોવી જોઈએ; જેથી અરજદાર નોંધણીની અરજી મંજૂર ન થાય ત્યાં સુધી વ્યવસાય શરૂ કરવાની કે ચાલુ રાખવાની તક થી વંચિત ન રહે.
GCCI એ નીચે મુજબ પોતાની વિનંતીઓ રજૂ કરી છે:
(a) જો ફરજિયાત નોંધણી પ્રમાણપત્ર માટેની અરજી 30 દિવસની નિર્ધારિત સમયમર્યાદામાં દાખલ કરવામાં આવે તો નોંધણી પ્રમાણપત્રની અસરકારક તારીખ તે તારીખ હોવી જોઈએ જ્યારે આવી વ્યક્તિનું ટર્નઓવર થ્રેશોલ્ડ મર્યાદા કરતાં વધી જાય. નિયમોના નિયમ 10(2) માં આ સ્પષ્ટપણે જોગવાઈ હોવા છતાં, તેનો વ્યવહારમાં અમલ થઈ રહ્યો નથી.
(b) જો ફરજિયાત નોંધણી પ્રમાણપત્ર માટેની અરજી સમયસર દાખલ કરવામાં ન આવે, તો નોંધણી પ્રમાણપત્ર નોંધણી માટેની અરજીની તારીખ થી અસરકારક બનાવવું જોઈએ.
(c) સ્વૈચ્છિક નોંધણીના કિસ્સામાં, નોંધણી પ્રમાણપત્ર નોંધણી માટેની અરજીની તારીખ થી અસરકારક બનાવવું જોઈએ.


