ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવક, સિઝનમાં પ્રથમવાર દરવાજા ખોલાશે
અમદાવાદઃ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ઇન્દિરાસાગર ડેમના 12 ગેટ 10 મીટર ખોલાયા અને પાવરહાઉસના 8 યુનિટમાંથી કુલ 9.89 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ થતાં સરદાર સરોવરમાં આવક વધી છે. જેના કારણે સવારે 8 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.42 મીટરે નોંધાઈ હતી. આ સીઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવામાં આવી શકે છે. સરદાર […]


